ઑનલાઇન વિશ્વમાં સુરક્ષિત રીતે નૅવિગેટ કરવું

Googleના Lena Rohou, જર્મનીમાં Google Digital Garage પ્રોગ્રામની જવાબદારી સંભાળે છે, જેમાં ઑફર કરવામાં આવતા વિવિધ શ્રેણીના અભ્યાસક્રમોમાં ડેટા સુરક્ષા સંબંધિત પ્રશિક્ષણ અભ્યાસક્રમો શામેલ છે

મિસ Rohou, ડેટા પ્રાઇવસી અને ડેટા સુરક્ષા વિશેની જાણકારી કંપનીઓ માટે જેટલી મહત્ત્વની છે, એટલી જ તે બધા લોકો માટે વ્યક્તિગત રીતે પણ મહત્ત્વની છે. તમે આ ક્ષેત્રમાં કયા પ્રશિક્ષણ અભ્યાસક્રમો ઑફર કરો છો?

Google Digital Garageમાં, અમે એવા લોકોને ડિજિટલ કુશળતાના પ્રશિક્ષણ અભ્યાસક્રમો ઑફર કરીએ છીએ કે જેઓ પોતાની કારકિર્દીમાં પ્રગતિ કરવા અથવા તેમની કંપનીને આગળ વધારવા માગે છે. અભ્યાસક્રમોના વિષયોની શ્રેણીમાં ડિજિટલ માર્કેટિંગની મૂળભૂત બાબતોથી માંડીને કામમાં ઉત્પાદકતા વધારવાનો સમાવેશ થાય છે. અમે ડેટા પ્રાઇવસી અને ડેટા સુરક્ષા પરના અમારા અભ્યાસક્રમોમાં બે-પરિબળ પ્રમાણીકરણ – બે પગલાંની એકાઉન્ટ લૉગ ઇન પ્રક્રિયા સમજાવીએ છીએ. અમે ફિશિંગ શું છે અને તમે તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે પણ સમજાવીએ છીએ. HTTPSનું એકત્રીકરણ વેબસાઇટમાં કરવાની રીત જાણવા માટે, વ્યવસાયના માલિકો Digital Garageના અભ્યાસક્રમોમાં સહભાગી થઈ શકે છે.

આ અભ્યાસક્રમો કઈ રીતે ચલાવવામાં આવે છે?

તમે ભલે મ્યુનિક, હેમ્બર્ગ અથવા બર્લિનમાં આવેલા અમારા કોઈ એક સ્થાન પર અભ્યાસક્રમમાં જોડાઈ રહ્યાં હો કે પછી Digital Garageના ઑનલાઇન પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યાં હો – અમારા બધા જ અભ્યાસક્રમો વિના મૂલ્યે છે. સાઇટ પરના અભ્યાસક્રમો લગભગ બે કલાક ચાલે છે અને તેમના વિશેની ખરેખર સારી વાત એ છે કે તેઓ તમને અન્ય સહભાગીઓ સાથે વાત કરવાની અને રસપ્રદ લોકો સાથે નવા સંપર્કો બનાવવાની તક આપે છે.

સહભાગીઓ તેમની સાથે કઈ નવી કુશળતાઓ લઈ જાય છે?

અલબત્ત, માત્ર બે કલાકમાં કોઈ નિષ્ણાત બની શકે નહીં. પરંતુ મૂળભૂત બાબતોને સમજવા તેમજ ખાનગી અને વ્યાવસાયિક એમ બન્ને રીતે તમે ડિજિટલ વિશ્વને વધુ સુરક્ષિત રીતે કેવી રીતે નૅવિગેટ કરી શકો તેની સારી એવી સમજ વિકસાવવા માટે આટલો સમય પૂરતો છે.

અત્યારે જ રજિસ્ટર કરો અને જોડાઓ

Google Digital Garage, તમને ડિજિટલ યુગ માટે તૈયાર કરવા સંબંધિત અભ્યાસક્રમો વિના મૂલ્યે ઑફર કરે છે. અભ્યાસક્રમના સ્થાનોમાંથી કોઈ એક પર અથવા તો ઘરે બેઠા જ તમારા વ્યક્તિગત અથવા વ્યાવસાયિક વિકાસમાં વધારો કરો.

જર્મનીમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લોઃ zukunftswerkstatt.de

યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લો: learndigital.withgoogle.com/digitalgarage

ઇટાલીમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લોઃ learndigital.withgoogle.com/digitaltraining

ફ્રાન્સમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લો: learndigital.withgoogle.com/ateliersnumeriques

સ્પેનમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લોઃ learndigital.withgoogle.com/activatunegocio

નૅધરલેન્ડ્સમાં અભ્યાસક્રમો માટે, મુલાકાત લો: learndigital.withgoogle.com/digitalewerkplaats

ફોટોગ્રાફ: Eva Häberle

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો