બૅકગ્રાઉન્ડ ચેક

Googleની ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાની રીત દર્શાવતી પડદા પાછળની વાતો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Google વિશ્વના સૌથી મોટા અને સુરક્ષિત ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઑપરેટ કરે છે. તેના ડેટા કેન્દ્રો વિશ્વભરમાં ફેલાયેલા છે અને સબમરિન ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા કનેક્ટ થયેલા છે. આખી સિસ્ટમનું ચોવીસે કલાક કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે.

Google Play Protect

દરરોજ, Play Protect માલવેર અને વાયરસ બાબતે લગભગ 50 અબજ Android ઍપ ચેક કરે છે. જ્યારે કોઈ પ્રદાતા Google Play Store પર ઍપ અપલોડ કરવાનો પ્રયાસ કરે ત્યારે પહેલું પરીક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત વપરાશકર્તાઓ કોઈ ઍપને ડાઉનલોડ કરવા અથવા તેમના ડિવાઇસ પર તેનો ઉપયોગ કરવા માગતા હોય, ત્યારે પણ Google Play Protect હાજર જ હોય છે. સેવાને કોઈ સંભવિત રીતે હાનિકારક ઍપની ભાળ મળે, ત્યારે Google વપરાશકર્તાને ચેતવણી આપે છે અથવા ઑટોમૅટિક રીતે ઍપ કાઢી નાખે છે. વધુ માહિતી માટે, android.comની મુલાકાત લો.

એન્ક્રિપ્શન

Gmail મારફતે મોકલેલા ઇમેઇલ અને વપરાશકર્તાઓએ ક્લાઉડ પર સાચવેલા ફોટાનું રક્ષણ કરવા માટે, Google HTTPS અને ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી જેવી એન્ક્રિપ્શનની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. Googleનું શોધ એન્જિન પણ HTTPS પ્રોટોકૉલનો માનક તરીકે ઉપયોગ કરે છે.

ડેટા વિનંતીઓ ચેક કરવી

Google ઇન્ટેલિજન્સ અથવા અન્ય સરકારી સંસ્થાઓને વપરાશકર્તા ડેટાનો પ્રત્યક્ષ ઍક્સેસ આપતું નથી. આ બાબત વિશ્વના અન્ય દેશો માટે જેટલી સાચી છે તેટલી જ યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની માટે પણ સાચી છે. કોઈ અધિકારી વપરાશકર્તાનો ડેટા ઍક્સેસ કરવાની વિનંતી કરે, તો Google તે વિનંતીની ચકાસણી કરશે અને યોગ્ય કારણ વિના ઍક્સેસની મંજૂરી આપશે નહીં. Google વર્ષોથી પારદર્શિતા રિપોર્ટ પ્રકાશિત કરતું આવ્યું છે, જેમાં ડેટાની વિનંતીઓ શામેલ છે. રિપોર્ટ વાંચવા માટે, transparencyreport.google.comની મુલાકાત લો.

સલામત સર્ફિંગ

Google Safe Browsing ટેક્નોલોજી વપરાશકર્તાઓનું જોખમી સાઇટ અને દુર્ભાવના ધરાવતી વ્યક્તિઓ સામે રક્ષણ કરે છે. શંકાસ્પદ વેબસાઇટના ઍડ્રેસ ધરાવતો ડેટાબેઝ અહીં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોઈ વપરાશકર્તા આમાંની કોઈ સાઇટની મુલાકાત લેવાનો પ્રયાસ કરે, તો તેમને ચેતવણી મળશે. ફિશિંગની નવી ડેવલપ થયેલી વ્યૂહરચનાઓનો સામનો કરવા માટે, Google કૃત્રિમ બુદ્ધિમતાનો પણ ઉપયોગ કરે છે. વધુ વાંચવા માટે, safebrowsing.google.comની મુલાકાત લો.

સુરક્ષામાં રહેલી ખામીઓ દૂર કરવી

દર વર્ષે Google, સંશોધનના પ્રોજેક્ટ – અને “ખામી શોધવાના ઈનામો”માં લાખો ડૉલરનું રોકાણ કરે છે. આ પ્રોગ્રામ મુજબ કંપનીને તેની સુરક્ષામાં રહેલી ખામીઓ શોધવામાં સહાય કરનારા IT નિષ્ણાતોને પુરસ્કારો આપવામાં આવે છે. ઉરુગ્વેના 18 વર્ષની ઉંમરના Ezequiel Pereira આવા જ એક નિષ્ણાત છે, જેમણે Googleને આવી કેટલીક ખામીઓ ઉજાગર કરવામાં સહાય કરી છે. ગયા વર્ષે, આવી જ એક મહત્ત્વપૂર્ણ શોધ માટે તેમને $36,337નો પુરસ્કાર મળ્યો હતો.

પ્રોજેક્ટ ઝીરો

હૅકર અને ડેટાની ચોરી કરનારા લોકો સુરક્ષામાં રહેલી ખામીઓ શોધી શકે તે પહેલાં જ આવી ખામીઓ દૂર કરવા માટે Googleની શ્રેષ્ઠ સુરક્ષા ટીમ સખત મહેનત કરે છે. નિષ્ણાતો આ ખામીઓને "અચાનક થતા હુમલાના જોખમો" તરીકે ઓળખાવે છે અને આ જ કારણ છે કે આ ટીમને પ્રોજેક્ટ ઝીરો નામ આપવામાં આવ્યું છે. આ ટીમ માત્ર Googleની સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એવું નથી; તે હરીફોની સેવાઓમાં રહેલી નબળાઈઓ પણ શોધે છે, જેથી તેમને તેના વિશે જાણ કરી શકાય અને તેમના વપરાશકર્તાઓનું રક્ષણ કરવામાં પણ તેમની સહાય કરી શકાય. પ્રોજેક્ટ ઝીરોની કામગીરી વિશે વધુ માહિતી માટે, googleprojectzero.blogspot.comની મુલાકાત લો.

અન્ય IT પ્રદાતાઓને સહાય કરવી

Google સતત પોતાની સુરક્ષા ટેક્નોલોજીને અન્ય કંપનીઓ માટે કોઈ કિંમત વિના ઉપલબ્ધ કરાવે છે, જેથી Googleના ક્ષેત્રની બહાર પણ ઇન્ટરનેટને સલામત રાખી શકાય. ઉદાહરણ તરીકે, અન્ય કંપનીના ડેવલપર સુરક્ષા સંબંધિત જોખમો શોધવા માટે ક્લાઉડ સુરક્ષા સ્કૅનરનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત Appleનું Safari બ્રાઉઝર અને Mozilla Firefox, Googleની Safe Browsing ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

કૃત્રિમ બુદ્ધિમતાની સહાયથી સ્પામ સામે સંરક્ષણ

Gmail વપરાશકર્તાઓનું સ્પામ સામે રક્ષણ કરવા માટે Google, મશીન શિક્ષણનો ઉપયોગ કરે છે. ન્યૂરલ નેટવર્ક અબજો અનપેક્ષિત અથવા અનિચ્છિત ઇમેઇલનું વિશ્લેષણ કરે છે અને એવી પૅટર્ન ઓળખી લે છે, જે તેમને સ્પામની ભાળ મેળવવાની મંજૂરી આપે છે. આ અભિગમ સફળ હોવાનું સાબિત થયું છે. હવે, એક હજાર સ્પામ ઇમેઇલમાંથી નગણ્ય સ્પામ વપરાશકર્તાઓના ઇનબૉક્સ સુધી પહોંચે છે – અને આ આંકડો પણ દરરોજ ઘટી રહ્યો છે!

અહીં વધુ જાણો:

safety.google

ઉદાહરણો: Robert Samuel Hanson

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો