સહાયરૂપ ઘર ખાનગી ઘર હોય છે.

તમારું ઘર એક વિશેષ સ્થાન છે. તમે જે ચીજો પહેલી વાર ઘરે લાવો તેના પર તમારે વિશ્વાસ મૂકવો હોય છે. અને અમે ઘરમાં રહેનારા લોકો અને આસપાસના વાતાવરણનું ધ્યાન રાખે એવું ઘર બનાવવામાં સહાય કરવા માટે, ડિઝાઇન કરેલા ડિવાઇસ અને સેવાઓમાં તે વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રાઇવસી અને સુરક્ષા પ્રતિ અમારી પ્રતિબદ્ધતાઓ

અમે આજે Googleના સમગ્ર કાર્યનું માર્ગદર્શન કરતા એ જ મુખ્ય પ્રાઇવસી અને સુરક્ષાના સિદ્ધાંતોનું પાલન કરતા રહીએ છીએ. આ માર્ગદર્શિકા અમે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ અને કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ અને સેવાઓને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ તે સમજાવે છે.

આ પ્રતિબદ્ધતાઓ કયાં ડિવાઇસ અને સેવાઓને લાગુ પડે છે?

ઘરમાં પ્રાઇવસી પ્રતિ અમારી પ્રતિબદ્ધતા - કે જે આ માર્ગદર્શિકામાં વર્ણવેલી છે તે - Google એકાઉન્ટનો ઉપયોગ કરતા અને Google Nest, Google Home, Nest, Google Wifi અથવા Chromecast બ્રાંડ સાથે ચલાવતા અમારા ઘરમાંના કનેક્ટ કરેલાં ડિવાઇસ અને સેવાઓને લાગુ પડે છે. આનો અર્થ છે કે Nest એકાઉન્ટમાંથી Google એકાઉન્ટ પર સ્થાનાંતરણ કરનારા લોકોને પણ તે લાગુ પડશે. વધુમાં, Googleની પ્રાઇવસી પૉલિસી ઉપર સૂચિબદ્ધ કરેલા ડિવાઇસ અને સેવાઓને પણ લાગુ પડે છે; ઉદાહરણ તરીકે, તે જણાવે છે કે અમે સેવા પ્રદાતાઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, અમે વ્યક્તિગત રૂપે ઓળખી ન શકાય તેવી માહિતી કેવી રીતે શેર કરી શકીએ છીએ અને તમારી માહિતીને કાયદાકીય કારણોસર કેવી રીતે સ્ટોર અને શેર કરી શકીએ છીએ - જેમાંની એકેય પર નીચે જણાવેલી પ્રતિબદ્ધતાઓ અસર કરતી નથી. ઉપરાંત, નોંધ કરો કે તમે તમારા ઘરમાંના કનેક્ટ કરેલા ડિવાઇસ વડે YouTube, Google Maps અને Google Duo જેવી બીજી ઘણી Googleની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે આ બીજી Googleની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે એ સેવાઓ કયો ડેટા એકત્ર કરે અને એ ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય તે એ વ્યક્તિગત સેવાઓની શરતો અને Googleની પ્રાઇવસી પૉલિસી દ્વારા નક્કી કરવામાં આવે છે.

અમે આ બાબતોમાં શા માટે તમને પ્રતિબદ્ધ થઈએ છીએ?

અમે ઇચ્છીએ છીએ કે તમને, તમારા કુટુંબને અને તમારા અતિથિઓને આ બધાં ડિવાઇસનો અને સેવાઓનો ઉપયોગ કરીને આરામદાયક અનુભવ મળે, કારણ કે તેમનો ઉદ્દેશ્ય જ સહાય કરવાનો અને માનસિક શાંતિ આપવાનો છે. અમે સ્વીકારીએ છીએ કે અમે તમારા ઘરમાં અતિથિ છીએ અને અમે તે આમંત્રણનો આદર કરીએ છીએ અને તેની પ્રશંસા કરીએ છીએ. ઘરમાં ટેક્નોલોજીનો ઉપયોગ એ ડાયનૅમિક અને વિકાસશીલ બાબત છે, તેથી અમે નમ્રતાપૂર્વક અમારું કાર્ય કરીશું, જેના માટે અમે અનેક પ્રકારના અભિપ્રાયોનું સ્વાગત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને નવું શીખવા તથા અપનાવવા માટે તત્પર રહીએ છીએ.

પ્રતિબદ્ધતા

ટેક્નિકલ વિગતોની ટ્રાન્સ્પરન્સી

જ્યારે અમારા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસમાં કૅમેરા, માઇક્રોફોન અથવા પર્યાવરણીય કે ઍક્ટિવિટી સેન્સરનો સમાવેશ થતો હશે કે જે તમારા ઘરના વાતાવરણ વિશેની માહિતીની ભાળ મેળવતા હોય, ત્યારે અમે આ હાર્ડવેર સુવિધાઓને - તે ચાલુ કરી હોય કે ન કરી હોય તો પણ - ડિવાઇસની ટેક્નિકલ વિગતોની સૂચિમાં મૂકીશું.

પ્રતિબદ્ધતા

પ્રકાશિત સેન્સર માર્ગદર્શિકા

અમે સ્પષ્ટતાથી સમજાવીશું કે આ સેન્‍સર કયા પ્રકારની માહિતી Googleને મોકલે છે તેમજ તમને તેના હેતુઓ વધુ સારી રીતે સમજવામાં સહાય કરવા માટે અમે અમારી સેન્સર ગાઇડમાં એ માહિતીનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તેના ઉદાહરણો આપીશું.

સમીક્ષા કરેલા બધા સેટિંગ્સ દર્શાવતું Google એકાઉન્ટનું મોબાઇલ મેનુ

પ્રતિબદ્ધતા

જવાબદારીપૂર્વક જાહેરાત સેવા આપવાના સિદ્ધાંતો

અમારાં બધાં કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ અને સેવાઓ માટે, અમે તમારા વીડિયો ફૂટેજ, ઑડિયો રેકોર્ડિંગ તથા ઘરના પર્યાવરણીય સેન્‍સરના રીડિંગને જાહેરાતથી અલગ રાખીશું અને અમે આ ડેટાનો ઉપયોગ રુચિ મુજબ જાહેરાત માટે કરીશું નહીં. તમે તમારા Assistant સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો, ત્યારે અમે રુચિ મુજબ જાહેરાત માટે તમારી રુચિઓ વિશે જાણકારી આપવા માટે એ ક્રિયાપ્રતિક્રિયાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે પૂછો કે "Ok Google, હવાઈનું હવામાન જુલાઈમાં કેવું છે?", તો અમે તે અવાજની ક્રિયાપ્રતિક્રિયાની ટેક્સ્ટનો (નહીં કે તે અસલ ઑડિયો રેકોર્ડિંગનો) ઉપયોગ તમને રુચિ મુજબ બનાવેલી જાહેરાત બતાવવા માટે કરી શકીએ છીએ. રુચિ મુજબની જાહેરાતને સંપૂર્ણપણે નાપસંદ કરવા સહિત, તમને દેખાતી જાહેરાતોનું નિયંત્રણ કરવા માટે તમે હંમેશાં તમારા Google સેટિંગને રિવ્યૂ કરી શકો છો. Google Assistant અને તમારા માટે ઉપલબ્ધ પસંદગીઓ વિશે અહીં વધુ જાણો.

પ્રતિબદ્ધતા

ટેક્નિકલ વિગતોની ટ્રાન્સ્પરન્સી

જ્યારે અમારા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસમાં કૅમેરા, માઇક્રોફોન અથવા પર્યાવરણીય કે ઍક્ટિવિટી સેન્સરનો સમાવેશ થતો હશે કે જે તમારા ઘરના વાતાવરણ વિશેની માહિતીની ભાળ મેળવતા હોય, ત્યારે અમે આ હાર્ડવેર સુવિધાઓને - તે ચાલુ કરી હોય કે ન કરી હોય તો પણ - ડિવાઇસની ટેક્નિકલ વિગતોની સૂચિમાં મૂકીશું.

પ્રતિબદ્ધતા

ટેક્નિકલ વિગતોની ટ્રાન્સ્પરન્સી

જ્યારે અમારા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસમાં કૅમેરા, માઇક્રોફોન અથવા પર્યાવરણીય કે ઍક્ટિવિટી સેન્સરનો સમાવેશ થતો હશે કે જે તમારા ઘરના વાતાવરણ વિશેની માહિતીની ભાળ મેળવતા હોય, ત્યારે અમે આ હાર્ડવેર સુવિધાઓને - તે ચાલુ કરી હોય કે ન કરી હોય તો પણ - ડિવાઇસની ટેક્નિકલ વિગતોની સૂચિમાં મૂકીશું.

આ Nest ડિવાઇસને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવે છે?

જો Googleની બહારની કોઈ વ્યક્તિને અમારા ડિવાઇસમાં સુરક્ષા સંબંધિત કોઈ જોખમ જણાય, તો અમે તેના વિશે જાણવા માગીએ છીએ. નાણાંકીય પુરસ્કાર માટે યોગ્યતા મેળવવા માટે, સંશોધનકર્તાએ બાબતને કોઈ અન્યની સામે જાહેર કરતા પહેલાં Google જોખમને દૂર કરે ત્યાં સુધી રાહ જોવી આવશ્યક છે. અમને અમારા ડિવાઇસને વધુ સુરક્ષિત કરવામાં સહાય કરવા માટે, આ પ્રોગ્રામ વિશ્વભરના સુરક્ષા સંશોધનકર્તાઓ માટે એક પ્રોત્સાહન તૈયાર કરે છે.

Google અન્ય કઈ રીતે સુરક્ષા સંબંધિત જોખમો શોધે છે?

અમારી પાસે વિશેષ સુરક્ષા ટીમ છે કે જે દરેક ડિવાઇસના હાર્ડવેર અને સૉફ્ટવેર સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરાવતા પહેલાં તેનું વિશ્લેષણ કરે છે અને અમે અમારા ડિવાઇસ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. શરૂઆતી ચકાસણી થઈ જાય, તે પછી અમે ડિવાઇસ રજૂ કરવામાં આવે તે પછી જોખમો અને સુરક્ષા જોખમોનું વિશ્લેષણ કરવાનું અને ઑટોમૅટિક રીતે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સુરક્ષા સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ પ્રદાન કરવાનું પણ ચાલુ રાખીએ છીએ.

શંકાસ્પદ પ્રવૃત્તિ શું છે?

Google એવી પ્રવૃત્તિ શોધે છે કે જે તમારા દ્વારા કરવામાં આવી રહી નથી એવી લાગતી હોય. ઉદાહરણ તરીકે, કોઈ અપરિચિત ડિવાઇસમાંથી તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનો કોઈ પ્રયાસ થાય છે કે કેમ.

2-પગલાંમાં ચકાસણી મારા એકાઉન્ટની સુરક્ષા કેવી રીતે કરે છે?

કોઈ અન્ય વ્યક્તિ પાસે તમારો પાસવર્ડ હોય એવી ઇવેન્ટમાં, 2-પગલાંમાં ચકાસણી તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું વધુ મુશ્કેલ બનાવે છે. જ્યારે 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરેલી હોય, ત્યારે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરનાર કોઈપણ વ્યક્તિએ સાઇન ઇન કરતા પહેલાં બીજું પગલું અથવા "પરિબળ" પૂર્ણ કરવું જરૂરી રહેશે. તમે ટેક્સ્ટ સંદેશ, Google પ્રમાણકર્તા ઍપ તરફથી કોડ અથવા ઇન્સ્ટૉલ કરેલી Google ઍપ તરફથી નોટિફિકેશન સહિતના અનેક પરિબળોમાંથી બીજું પરિબળ પસંદ કરી શકો છો.

મારી પાસે Nest એકાઉન્ટ છે અને તેનો ઉપયોગ Nest ઍપમાં સાઇન ઇન કરવા માટે કરું છું. મારે શા માટે Google એકાઉન્ટ પર સ્વિચ કરવું જોઈએ?

Google એકાઉન્ટ પર સ્થાનાંતરણ કરવાથી તમને નવા લાભ મળે છે, જેમ કે:

  • ઑટોમૅટિક રીતે સુરક્ષા સંરક્ષણો જેમ કે શંકાસ્પદ પ્રવૃત્તિ શોધવી, 2-પગલાંમાં ચકાસણી અને સુરક્ષા તપાસ.
  • તમારા Google Nest ડિવાઇસ અને સેવાઓ એકસાથે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે Nest Cam અને Chromecast હોય, તો કોઈપણ સેટઅપ વિના તમારા ટીવી પર તમારા કૅમેરા સ્ટ્રીમને કાસ્ટ કરવા માટે, બસ, “Ok Google, મને બેકયાર્ડનો કૅમેરા બતાવો” બોલો.
  • Nest અને Google Home બંને ઍપ પર સાઇન ઇન કરવા માટેનું એક એકાઉન્ટ.
  • તમારા ઘર અને ઘરના સભ્યો સમગ્ર Nest અને Google Home ઍપ પર સંરેખિત હોય છે.


હાલનું Nest એકાઉન્ટ ધરાવનાર કોઈપણ વ્યક્તિ Google એકાઉન્ટ પર સ્થાનાંતરણ કરી શકે છે. તમારા એકાઉન્ટના સ્થાનાંતરણ માટે, Nest ઍપમાં, એકાઉન્ટ સેટિંગમાં જાઓ અને પછી Google એકાઉન્ટ પર સ્થાનાંતરણ કરો પસંદ કરો.

પ્રતિબદ્ધતા

ઑટોમૅટિક સુરક્ષા અપડેટ

Google Nest ડિવાઇસ માટે, અમે તેનું વેચાણ શરૂ કરીએ તે તારીખથી, ઓછામાં ઓછા 5 વર્ષ સુધી, અમે ઑટોમૅટિક રીતે મહત્ત્વપૂર્ણ સુરક્ષા અપડેટ પ્રદાન કરીએ છીએ.

તે કેમ અગત્યનું છે
અમે વપરાશકર્તાઓનું રક્ષણ કરવા માટે ઘણા બધા સ્તરવાળી સુરક્ષાનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં ટેક્નોલોજી બદલાતી રહે અને નવા જોખમો ઊભા થતાં રહે છે. જેથી અમે Google Nestની જ્ઞાત ગંભીર સમસ્યાઓને હલ કરે એવી ઑટોમૅટિક સૉફ્ટવેર સુરક્ષા અપડેટ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ડિવાઇસની સૂચિ અને તેના માટે ક્યાં સુધી અપડેટ પ્રદાન કરવા માટે પ્રતિબંધિત છીએ તે પ્રકાશિત કરીશું.

મારું ડિવાઇસ અપડેટ થઈ રહ્યું કે કેમ તે હું કેવી રીતે જાણું?

અમે Google ડિવાઇસની સૂચિ પ્રકાશિત કરીશું જે સુરક્ષા સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ માટે પ્રતિબદ્ધ તારીખની ન્યૂનતમ શ્રેણી બતાવશે.

એવું શું છે જે સુરક્ષા અપડેટમાં શામેલ નથી હોતું?

સુરક્ષા અપડેટમાં એવા જોખમો બતાવવામાં આવતા નથી કે જેનું કારણ ડિવાઇસનો ઉપયોગ એ રીતે થઈ રહ્યો હોય કે જે હેતુ માટે તે બનાવવામાં આવ્યું ન હોય. ઉદાહરણ તરીકે:

  • ડિવાઇસ કે જે કોઈ વ્યક્તિને આપવામાં આવે તે પહેલાં તેને યોગ્ય રીતે ફેક્ટરી રીસેટ કરવામાં આવ્યા ન હોય
  • એકાઉન્ટ કે જે 2-પગલાંમાં ચકાસણીનો ઉપયોગ કરતા ન હોય
  • અન્ય નિર્માતાઓએ બનાવેલા ડિવાઇસ કે જેની Google દ્વારા આકારણી કરવામાં આવી ન હોય અને તમારા નેટવર્ક અને Google Nest ડિવાઇસનો ઍક્સેસ ધરાવતા હોઈ શકે

પ્રતિબદ્ધતા

ચકાસણી કરાયેલું સૉફ્ટવેર

Google Nest ડિવાઇસ માત્ર જોઈતા સૉફ્ટવેરને ચલાવી શકે તે માટે, અમે સૉફ્ટવેરને ઇન્સ્ટૉલ કરતા પહેલાં તેની ચકાસણી કરીએ છીએ. 2019માં અને પછી રિલીઝ થયેલા અમારા બધા ડિવાઇસ ચકાસાયેલ બૂટઅપનો ઉપયોગ કરે છે.

તે કેમ અગત્યનું છે
Google Nest ડિવાઇસ પર દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ થવાથી રોકવામાં સહાય કરવા માટે, અમે પગલાં લઈએ છીએ. આ એ ખાતરી કરવામાં સહાય કરે છે કે કોઈ પણ વ્યક્તિ પાસે તમારા એકાઉન્ટનો ઍક્સેસ નથી અથવા તમારી પરવાનગી વિના તમારા ડિવાઇસ પર નિયંત્રણ નથી.

તમે દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેરને કોઈ ડિવાઇસ પર ચાલતા કેવી રીતે અટકાવશો?

પહેલા, અમે ક્રિપ્ટોગ્રાફિક રીતે સૉફ્ટવેરની ચકાસણી કરીને એ ખાતરી કરીએ છીએ કે તે ઇન્સ્ટૉલ કરતા પહેલાં Google દ્વારા સાઇન કરાયું છે. બીજું, 2019 પછી રિલીઝ થયેલું અમારું હાર્ડવેર, ડિવાઇસ ફરી શરૂ થાય ત્યારે દર વખતે યોગ્ય સૉફ્ટવેર ચલાવે છે તે ચેક કરવા માટે ચકાસાયેલ બૂટઅપનો ઉપયોગ કરે છે.

પ્રતિબદ્ધતા

ડિવાઇસ ટ્રાન્સ્પરન્સી

તમારા Google એકાઉન્ટના ડિવાઇસની પ્રવૃત્તિ પેજ પર તમારી Google Home ઍપ પર જોઈ શકાય એવા Google Nest ડિવાઇસની સૂચિ બનાવવામાં આવે છે.

તે કેમ અગત્યનું છે
તમે જેમાં સાઇન ઇન કરેલું હોય તે બધા ડિવાઇસ તમારા Google એકાઉન્ટના ડિવાઇસની પ્રવૃત્તિ પેજમાં દેખાશે. આ રીતે, તમે એ વાતની ખાતરી કરી શકો છો કે તમારું એકાઉન્ટ એ જ ડિવાઇસથી કનેક્ટ થયેલું છે કે જેનાથી તે કનેક્ટ હોવું જોઈએ.

ડિવાઇસ મારા એકાઉન્ટ સાથે કેવી રીતે કનેક્ટ થાય છે?

તમે ફોન, કમ્પ્યુટર, ઍપ અથવા કનેક્ટ થયેલ હોમ ડિવાઇસમાં સાઇન ઇન કરવા માટે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરો તે દર વખતે, તે કનેક્ટ થાય છે. કૃપા કરીને તમે માલિકી ધરાવતા કે નિયંત્રિત કરતા ન હોય એવા ડિવાઇસમાંથી સાઇન આઉટ કરવાની ખાતરી કરો અને તમે પરિચિત ન હોય તેવા ડિવાઇસ માટે તમારું Google એકાઉન્ટ ચેક કરો.

જો મને મારા એકાઉન્ટમાં એવું કોઈ ડિવાઇસ જોવા મળે કે જેનાથી હું પરિચિત ન હોઉં, તો શું થાય?

ઍક્સેસ રદ કરવા માટે ડિવાઇસમાંથી સાઇન આઉટ કરો અથવા હોમમાંથી સાઇન આઉટ કરો અને તમારો પાસવર્ડ બદલો.

કૅમેરા

કૅમેરા ઘરમાં વિવિધ પ્રકારના હેતુ પૂરા પાડે છે, જેમ કે યાદગીરીઓ બનાવવી, પ્રિયજનો સાથે જોડાયેલા રહેવું અને તમને સુરક્ષિત હોવાનો અનુભવ થવો. Nest Cam જેવાં ડિવાઇસ, તમે ઘરે ન હો ત્યારે પણ, તમારા ઘર પર નજર રાખવામાં સહાય કરવા માટે અને અજુગતી ઘટના બને ત્યારે તમને અલર્ટ આપવા માટે વીડિયોનો ઉપયોગ કરે છે.

કૅમેરા સાથે અમારા બધા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ માટે અમે નિમ્નલિખિત માટે તમને પ્રતિબદ્ધ છીએ:

તમે અથવા તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિએ કૅમેરા સ્પષ્ટપણે ચાલુ કર્યો હોય અથવા તેની જરૂરિયાત ધરાવતી (Nest Cam દ્વારા મૉનિટર કરવા જેવી) સુવિધા ચાલુ કરી હોય તો જ તમારો કૅમેરા Googleને વીડિયો ફૂટેજ મોકલે છે. તમે કોઈપણ સમયે કૅમેરા બંધ કરી શકો છો.

જ્યારે તમારો કૅમેરા ચાલુ કરેલો હશે અને Googleને વીડિયો ફૂટેજ મોકલાતો હશે, ત્યારે અમે (તમારા ડિવાઇસમાં લીલી લાઇટ જેવું) સ્પષ્ટ વિઝ્યુઅલ સૂચક આપીશું.

જ્યારે વીડિયો ફૂટેજને તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવ્યો હોય (ઉદાહરણ તરીકે Nest Awareના સબ્સ્ક્રિપ્શન મારફત), ત્યારે તમે કોઈપણ સમયે આ ફૂટેજને ઍક્સેસ કરી શકશો, તેને રિવ્યૂ કરી શકશો અને ડિલીટ કરી શકશો.

જો તમે અથવા તમારા કુટુંબનો સભ્ય સ્પષ્ટપણે અમને પરવાનગી આપશે તો જ અમે અમારાં ડિવાઇસ સાથે કાર્ય કરતી ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે વીડિયો ફૂટેજ શેર કરીશું.

Nest Hub Max ડિવાઇસમાં પારખનાર કૅમેરાની સુવિધા પ્રસ્તુત કરે છે જે તમને કૅમેરા શું જુએ છે, જેમ કે Face Match (જે તમારા ડિવાઇસને તમને ઓળખવામાં સહાય કરે છે) અને ઝડપી સંકેતો (જે તમને તમારા ડિવાઇસનું નિયંત્રણ કરવામાં સહાય કરે છે), તેના આધારે તમારા અનુભવને રુચિ અનુસાર બનાવવામાં અને તેનું નિયંત્રણ કરવામાં સહાય કરે છે. એકવાર ચાલુ કર્યા પછી, આ ડિવાઇસમાંના પારખનાર કૅમેરાની સુવિધા તમારા Nest Hub Max પરથી વીડિયો કે છબીઓ Googleને મોકલતું નથી.

હું મારા સ્ટોર કરેલા વીડિયોના ફૂટેજને કેવી રીતે રિવ્યૂ અને ડિલીટ કરી શકું?

તમે સ્ટોર કરેલાં ઑડિયો રેકોર્ડિંગ (Nest Cam રેકોર્ડિંગના કિસ્સામાં) Nest ઍપ મારફત અથવા (Google Assistant વડે કરેલી ક્રિયાપ્રતિક્રિયાઓ માટે) મારી પ્રવૃત્તિ મારફત રિવ્યૂ અને ડિલીટ કરી શકો છો.

શું Nest Hub Maxની પારખનાર કૅમેરાની સુવિધાઓ ક્યારેય મારા ઘરમાંના વીડિયો કે છબીઓ Googleને મોકલે છે?

હા, પણ તે માત્ર Face Matchની સેટઅપ પ્રક્રિયાના ભાગ રૂપે હોય છે અને તમે સેટઅપ કરી લો તે પછી આમ થતું નથી. જ્યારે તમે Face Matchનું તમારા Nest Hub Max પર સેટઅપ કરો, ત્યારે તમારા ચહેરાનું અનન્ય મૉડેલ બનાવવા માટે ભેગા કરેલા અનેક ફોટા કૅપ્ચર કરવા માટે તમારા ફોનનો ઉપયોગ કરો. આ ફોટા Googleને મોકલવામાં આવે છે અને તમે મારી પ્રવૃત્તિની મુલાકાત લઈને કોઈપણ સમયે તેમને રિવ્યૂ કે ડિલીટ કરી શકો છો. આ સેટઅપ પ્રક્રિયા પછી, Face Match કોઈપણ વીડિયો કે છબી Googleને મોકલતું નથી. અને ઝડપી સંકેતો માટે કોઈપણ વીડિયો કે છબી Googleને મોકલવી સહેજ પણ આવશ્યક નથી. વધુમાં, અમે એવાં વીડિયો અને છબીઓ રાખીએ છીએ જે આ સુવિધાઓને જાહેરાતથી અલગ રાખીને ચાલુ રાખે છે અને તેમનો રુચિ મુજબ જાહેરાત માટે ઉપયોગ નથી કરતી.

જ્યારે ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે કદાચ મારા વીડિયોનું ફૂટેજ શેર થાય તેનું ઉદાહરણ કયું છે?

આનું એક ઉદાહરણ છે કે અમે Nest Camની વીડિયો ક્લિપ તમારા ઘરની સુરક્ષા સેવા સાથે શેર કરવાનો વિકલ્પ રજૂ કરી શકીએ છીએ, જેથી તેઓ તમારા ઘરને સુરક્ષિત રાખવામાં સહાય કરી શકે. ઉપરાંત, યાદ રાખો કે તમે તમારા ડિવાઇસના કૅમેરાનો ઉપયોગ બીજી Googleની સેવાઓ (જેમ કે YouTube પર વીડિયો અપલોડ કરવા અથવા Google Duo વડે વીડિયો કૉલ કરવા) માટે કરી શકો છો - અને જ્યારે તમે આમ કરશો, ત્યારે Googleની પ્રાઇવસી પૉલિસી લાગુ થશે.

શું કોઈક વખત એવું થયું છે જ્યારે Google સર્વરને વિઝ્યુઅલ સૂચક વિના જ વીડિયો ફૂટેજ મોકલવામાં આવ્યું હોય?

અમારા કૅમેરાના કેટલાક મૉડલ ઑફલાઇન હોવા પર વીડિયો ફૂટેજના રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ કૅમેરા માટે, જ્યારે વીડિયો ફૂટેજ રેકોર્ડ થઈ જાય પછી કૅમેરા પાછો ઑનલાઇન થાય ત્યારે વીડિયો ફૂટેજ અપલોડ થશે. આનો અર્થ એ છે કે તમારો કૅમેરા અમારા સર્વર પર વીડિયો ફૂટેજ મોકલી રહ્યો હોય, ત્યારે તમને કદાચ વિઝ્યુઅલ સૂચક ન દેખાય -- પણ તેવા ઉદાહરણોમાં, જ્યારે કૅમેરા વાસ્તવિક રીતે વીડિયો ફૂટેજ રેકોર્ડ કરતો હોય ત્યારે દેખાતા વિઝ્યુઅલ સૂચક જોઈ શકાય છે.

માઇક્રોફોન

માઇક્રોફોન ઘરમાં વિવિધ પ્રકારના હેતુઓ પૂરા પાડે છે, જેમ કે માત્ર તમારા અવાજનો ઉપયોગ કરીને તમને તમારા સમગ્ર ઘરમાં ડિવાઇસનું નિયંત્રણ કરવામાં સહાય કરવી, તમે ઘરે ન હો ત્યારે ત્યાંની અનપેક્ષિત પ્રવૃત્તિની ભાળ મેળવવી અને સ્માર્ટ સ્પીકર અથવા ડિસ્પ્લેનો ઉપયોગ કરીને વૉઇસ કૉલ કરવો.

માઇક્રોફોન સાથે અમારાં બધા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ માટે અમે નિમ્નલિખિત માટે તમને પ્રતિબદ્ધ છીએ:

જો અમને ભાળ મળે કે તમે અથવા તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ તમારા Assistant સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહી છે (ઉદાહરણ તરીકે, "Ok Google" કહીને) અથવા તમે કોઈ એવી સુવિધાનો ઉપયોગ કરો કે જેમાં ઑડિયોની જરૂર હોય (ઉદાહરણ તરીકે, Nest Camના સાઉન્ડ અલર્ટ અથવા ઑડિયો ચાલુ કરેલો હોય તેવું Nest Cam વીડિયો રેકોર્ડિંગ) તો જ તમારું ડિવાઇસ Googleને ઑડિયો મોકલશે. તમે કોઈપણ સમયે માઇક્રોફોન બંધ કરી શકો છો.

જ્યારે તમારું માઇક્રોફોન ચાલુ કરેલું હોય અને Googleને ઑડિયો મોકલાતો હશે, ત્યારે અમે (તમારા ડિવાઇસની ટોચે ડોટ અથવા સ્ક્રીન પરનું સૂચક ઝબકાવવા જેવું) સ્પષ્ટ વિઝ્યુઅલ સૂચક આપીશું.

જ્યારે ઑડિયો રેકોર્ડિંગ તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવ્યા હોય (ઉદાહરણ તરીકે, તમે Nest Awareને સબ્સ્ક્રાઇબ કર્યું હોય ત્યારે તમારા Nest Cam ફૂટેજનો ઑડિયો), ત્યારે તમે કોઈપણ સમયે તમારાં રેકોર્ડિંગ ઍક્સેસ, રિવ્યૂ અને ડિલીટ કરી શકો છો.

જો તમે અથવા તમારા કુટુંબનો સભ્ય સ્પષ્ટપણે અમને પરવાનગી આપશે તો જ અમે અમારાં ડિવાઇસ સાથે કાર્ય કરતી ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે તમારા ડિવાઇસમાંના ઑડિયો રેકોર્ડિંગ શેર કરીશું.

હું મારા સ્ટોર કરેલા ઑડિયો રેકોર્ડિંગને કેવી રીતે રિવ્યૂ અને ડિલીટ કરી શકું?

તમે સ્ટોર કરેલાં ઑડિયો રેકોર્ડિંગ (Nest Cam રેકોર્ડિંગના કિસ્સામાં) Nest ઍપ મારફત અથવા (Google Assistant વડે કરેલી ક્રિયાપ્રતિક્રિયાઓ માટે) મારી પ્રવૃત્તિ મારફત રિવ્યૂ અને ડિલીટ કરી શકો છો. તમે વૉઇસ આદેશો વડે Google Assistant પરની તમારી પ્રવૃત્તિ ડિલીટ પણ કરી શકો છો.

શું મારી Assistant વૉઇસ ક્વેરીનો ઉપયોગ રુચિ મુજબની જાહેરાત માટે માહિતી આપવા માટે થાય છે?

અમે તમારા ઑડિયો રેકોર્ડિંગને જાહેરાતથી અલગ રાખીએ છીએ અને તેમનો ઉપયોગ રુચિ મુજબની જાહેરાત માટે કરતાં નથી - પણ જ્યારે તમે અવાજ વડે તમારા Assistant સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો, ત્યારે અમે એ ક્રિયાપ્રતિક્રિયાની ટેક્સ્ટનો ઉપયોગ રુચિ મુજબની જાહેરાત માટે તમારી રુચિ વિશેની માહિતી આપવા માટે કરી શકીએ છીએ. રુચિ મુજબની જાહેરાતને સંપૂર્ણપણે નાપસંદ કરવા સહિત તમને દેખાતી જાહેરાતોનું નિયંત્રણ કરવા માટે તમે હંમેશાં તમારા Google સેટિંગને રિવ્યૂ કરી શકો છો. Google Assistant અને તમારા માટે ઉપલબ્ધ પસંદગીઓ વિશે અહીં વધુ જાણો.

જ્યારે ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે કદાચ મારાં ઑડિયો રેકોર્ડિંગ શેર થાય તેનું ઉદાહરણ કયું છે?

આનું એક ઉદાહરણ છે કે અમે Nest Camની ઑડિયો ક્લિપ તમારા ઘરની સુરક્ષા સેવા સાથે શેર કરવાનો વિકલ્પ રજૂ કરી શકીએ છીએ, જેથી તેઓ તમારા ઘરને સુરક્ષિત રાખવામાં સહાય કરી શકે.

શું કોઈક વખત એવું થયું છે જ્યારે Googleને વિઝ્યુઅલ સૂચક વિના જ ઑડિયો રેકોર્ડિંગ મોકલવામાં આવ્યા હોય?

કેટલીક વખત, જેમ કે જ્યારે તમારા Google Assistantની વિનંતીને તમારા ડિવાઇસ પર ઝડપથી સ્થાનિક રીતે પૂર્ણ કરવાની હોય, ત્યારે તમારા ઑડિયો રેકોર્ડિંગને વિઝ્યુઅલ સૂચક બંધ હોય અને તમારી વિનંતી પૂર્ણ કરવામાં આવે તે પછી જ Googleને મોકલવામાં આવશે. આ ઉદાહરણોમાં, વિઝ્યુઅલ સૂચક ત્યારે જ દેખાશે કે જ્યારે Google સર્વર પર ઑડિયો ડેટા મોકલવાને બદલે, માઇક્રોફોન સક્રિય હોય.

ઘરનાં સેન્સર

અમારાં કેટલાંક ડિવાઇસમાં એવાં સેન્સરનો સમાવેશ થાય છે જે તમારા ઘરના વાતાવરણ અને તેમાં શું થઈ રહ્યું છે તેના વિશેની માહિતીની ભાળ મેળવે છે, જેમ કે હલનચલન, ઘરે કોઈ છે કે નહીં, ઍમ્બિઅન્ટ લાઇટ, તાપમાન અને ભેજ. આ સેન્સર વિવિધ પ્રકારના હેતુઓ પૂરા પાડે છે, જેમ કે તમારા ઘરને તમારી બહેતર કાળજી લેવામાં સહાય કરવી – જેમ કે જ્યારે તમારું Nest Learning Thermostat તમે દૂર હો ત્યારે જાતે બંધ થઈ જાય – અને તમારા ડિવાઇસ અને સેવાઓને બહેતર બનાવવામાં અમારી સહાય કરવી.

આ પર્યાવરણ સંબંધિત અને ઍક્ટિવિટી સેન્સર સાથે અમારા બધા કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ માટે અમે નિમ્નલિખિત માટે તમને પ્રતિબદ્ધ છીએ:

તમારા ઘરના વાતાવરણમાંથી એકત્ર કરવામાં આવેલાં સેન્સર રીડિંગનો ઉપયોગ અમારાં ડિવાઇસમાં અને સેવાઓમાં કઈ રીતે થાય છે તે સમજવામાં અમે તમારી સહાય કરીશું. તેથી અમે આ અમારાં ડિવાઇસમાંના સેન્‍સર વિશેની માર્ગદર્શિકાનું પ્રકાશન કર્યું છે.

જો તમે અથવા તમારા કુટુંબનો સભ્ય સ્પષ્ટપણે અમને પરવાનગી આપશે તો જ અમે અમારાં ડિવાઇસ સાથે કાર્ય કરતી ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે તમારા ડિવાઇસના સેન્‍સરનો ડેટા શેર કરીશું.

Google શા માટે મારા ઘરમાંથી પર્યાવરણીય અને ઍક્ટિવિટી સેન્સરનો ડેટા એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે?

અમારાં ડિવાઇસમાં એવાં પર્યાવરણીય અને ઍક્ટિવિટી સેન્સરનો સમાવેશ થાય છે જે તમારા ઘરના વાતાવરણ અને તેમાં શું થઈ રહ્યું છે તેના વિશેની માહિતીની ભાળ મેળવે છે, જેમ કે હલનચલન, ઘરે કોઈ છે કે નહીં, ઍમ્બિઅન્ટ લાઇટ, તાપમાન અને ભેજ. આ સેન્સરમાંનો ડેટા, કે જે નિયમિત રૂપે Googleને મોકલાય છે તે વિવિધ પ્રકારના હેતુઓ પૂરા પાડે છે, જેમ કે તમારા ઘરને તમારી બહેતર કાળજી લેવામાં સહાય કરવી, તમારા ડિવાઇસ અને સેવાઓને બહેતર બનાવવામાં અમારી સહાય કરવી અને તમને માહિતગાર રાખવા. ઉદાહરણ તરીકે:

  • તમારા Nest Learning Thermostatમાંના તાપમાન અને ભેજના સેન્સર તમારા ઘરને આરામદાયક બનાવવામાં સહાય કરવાની સાથે ઊર્જાની બચત કરે છે.
  • "ઘરે છે"/"ઘરે નથી" મોડ માટે સહાયક તમે ઘરેથી બહાર જાઓ અને જ્યારે પાછા આવો ત્યારે તમારા ઘરમાંના Nest ડિવાઇસની વર્તણૂક ઑટોમૅટિક રીતે સ્વિચ કરવા માટે તમારા ઘરમાંના એકથી વધારે તમામ Nest ડિવાઇસમાંના ઍક્ટિવિટી સેન્સરનો ઉપયોગ કરે છે.
  • સીધા સૂર્યપ્રકાશને કારણે થર્મોસ્ટેટ વાસ્તવિક કરતાં વધુ ઉષ્માભર્યું હોવાનું માને તે નક્કી કરવા માટે અમે અમારા તમામ ગ્રાહકોના થર્મોસ્ટેટમાંથી એકત્ર કરેલા ઍમ્બિઅન્‍ટ લાઇટ અને તાપમાન સેન્સરના ડેટાનો ઉપયોગ કર્યો, તેથી અમે તમારા થર્મોસ્ટેટને આની સાથે અનુકૂળ થવામાં સહાય કરવા માટે, કે જેથી તે યોગ્ય તાપમાન સેટ કરે તે માટે, નવી સુવિધા Sunblock રજૂ કરી.
  • અમારાં ડિવાઇસ અને સેવાઓના સમસ્યા નિવારણમાં અને તેમના કાર્યપ્રદર્શન, સલામતી અને વિશ્વસનીયતા બહેતર બનાવવામાં સહાય માટે અમે સેન્સરના ડેટાનો ઉપયોગ કરીએ છીએ – ઉદાહરણ તરીકે, બૅટરીની આવરદા પર પર્યાવરણીય પરિસ્થિતિઓની અસર માપવા માટે અમે અમારાં ડિવાઇસમાંથી તાપમાન અને ભેજના ડેટાનો ઉપયોગ કરીએ છીએ.
  • અમે તમને Googleની સેવાઓના અપડેટ વિશે માહિતગાર રાખવા માટે પણ સેન્સરના ડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં અમારા મતે તમને ગમી શકે તેવી ઊર્જાના અને ઘરની સલામતીના પ્રોગ્રામ જેવી કનેક્ટ થયેલ હોમ સેવાઓનો સમાવેશ થાય છે - પણ તમે Google તરફથી પ્રચારાત્મક ઇમેઇલ મેળવવા ઇચ્છો છો કે નહીં તે વિશેની તમારી પસંદગીને અમે હંમેશાં માન આપીશું.
  • અમે રુચિ મુજબ જાહેરાત માટે પર્યાવરણીય અને ઍક્ટિવિટી સેન્સરના ડેટાનો ઉપયોગ કરતાં નથી. ઉદાહરણ તરીકે, અમે રુચિ મુજબ જાહેરાત બનાવવા માટે તમારા Nest Hub (સેકન્ડ જનરેશન)માંથી ઊંઘના ડેટાનો ઉપયોગ કરતા નથી. (યાદ રાખો કે તમારા કનેક્ટ કરેલા હોમ ડિવાઇસ સંબંધિત કેટલીક વિનંતીઓને - ઉદાહરણ તરીકે, "Ok Google, આજે કેટલું તાપમાન છે?" - પરિપૂર્ણ કરવા માટે તમારું Assistant સેન્સર રીડિંગ પાછું મેળવી શકે છે. Google Assistant અને તમારા માટે ઉપલબ્ધ પસંદગીઓ વિશે અહીં વધુ જાણો.)
  • જ્યારે તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, ત્યારે આ સેન્સરનો ડેટા અમારી ધારણા પૉલિસીમાં જણાવ્યા અનુસાર અમારા સર્વર પરથી ડિલીટ કરવામાં આવે છે.

જ્યારે ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે કદાચ મારા સેન્‍સરનો ડેટા શેર થાય તેનું ઉદાહરણ કયું છે?

આનું એક ઉદાહરણ એ છે કે તમે ઊર્જાની બચત માટે પુરસ્કારો જેવા ઊર્જા બચતના પ્રોગ્રામ અને સેવાઓનો લાભ લેવા માટે યુટિલિટી કંપનીઓ સાથે ડેટા શેર કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

વાઇ-ફાઇ ડેટા

Google Wifi ડિવાઇસ એ રાઉટર સિસ્ટમ છે જે પૂરા ઘરનું વાઇ-ફાઇ મેશ નેટવર્ક બનાવવા માટે તમારા મૉડેમ અને ઇન્ટરનેટ સેવા આપનાર કંપની સાથે કાર્ય કરે છે. આ ડિવાઇસ તમને વાઇ-ફાઇ કવરેજ અને અનુભવ આપવા અને તેને બહેતર બનાવવામાં સહાય માટે તમારા નેટવર્કના કાર્યપ્રદર્શન વિશેના ડેટાનો (ઉદાહરણ તરીકે, નેટવર્કની ગતિ અને બૅન્ડવિડ્થ વપરાશનો) ઉપયોગ કરે છે. તે તમને કયા ડિવાઇસ કનેક્ટ કરેલા છે અને તે કેટલી બૅન્ડવિડ્થનો ઉપયોગ કરે છે તે જોવાની મંજૂરી પણ આપે છે.

Google Wifi માટે, અમે નિમ્નલિખિત માટે તમને પ્રતિબદ્ધ છીએ:

Google Wifi ડિવાઇસ તમે મુલાકાત લો તે વેબસાઇટને ટ્રૅક કરતું નથી અને તમારા વાઇ-ફાઇ નેટવર્ક પરના ટ્રાફિકના કન્ટેન્ટને મૉનિટર પણ કરતું નથી.

અમે તમારા વાઇ-ફાઇ નેટવર્કના કાર્યપ્રદર્શનના ડેટાને જાહેરાતથી અલગ રાખીએ છીએ અને તેનો ઉપયોગ રુચિ મુજબની જાહેરાત માટે કરતાં નથી.

જો તમે અથવા તમારા વાઇ-ફાઇ નેટવર્કના મેનેજર અમને પરવાનગી આપશે તો જ અમે અમારાં કનેક્ટ થયેલા હોમ ડિવાઇસ સાથે કાર્ય કરતી ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે તમારા Google Wifiમાંના વાઇ-ફાઇ નેટવર્કના તમારા કાર્યપ્રદર્શનનો ડેટા શેર કરીશું .

મારા Google Wifi રાઉટરમાંથી ડેટા શા માટે Googleને મોકલવામાં આવે છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે?

Google Wifi તમારા કનેક્ટ કરેલાં ડિવાઇસના પ્રકારો અને તેમના નેટવર્ક વપરાશની માહિતી સહિતનો ડેટા અહીં જણાવ્યા મુજબ એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કરે છે. અહીં વર્ણવવામાં આવેલી ક્લાઉડ સેવાઓ, વાઇ-ફાઇ પૉઇન્‍ટની અંકીય માહિતી અને ઍપની અંકીય માહિતીના ડેટાનો (કે જેનો અમે "વાઇ-ફાઇ નેટવર્ક કાર્યપ્રદર્શન ડેટા" તરીકે સંદર્ભ આપીએ છીએ તેનો) ઉપયોગ રુચિ મુજબ જાહેરાત માટે કરવામાં આવતો નથી. અમે આ ડેટાનો ઉપયોગ Googleની સેવાઓના અપડેટ વિશે તમને માહિતગાર રાખવા માટે કરીએ છીએ, જેમાં અમારા મતે તમને સહાય કરી શકે તેવા, ઘરમાંના કનેક્ટ કરેલાં ડિવાઇસ અને સેવાઓનો — જેમ કે તમારી ઇન્‍ટરનેટ કનેક્ટિવિટી બહેતર બનાવવા માટે વધારાના વાઇ-ફાઇ પૉઇન્‍ટનો સમાવેશ થાય છે. તમે આ ડેટાના એકત્રીકરણના અમુક હિસ્સાને અહીં જણાવ્યા પ્રમાણે નાપસંદ કરી શકો છો.

Google Wifi તમે મુલાકાત લો તે વેબસાઇટને ટ્રૅક કરતું નથી અને તમારા વાઇ-ફાઇ નેટવર્ક પરના ટ્રાફિકના કન્ટેન્ટને મૉનિટર પણ કરતું નથી. Google Wifi તમારા ડિફૉલ્ટ DNS પ્રદાતાને “ઑટોમૅટિક” પર સેટ કરે છે, જે જો અમુક શરતો પૂરી કરવામાં આવે, તો Google સાર્વજનિક DNSનો અથવા તમારા ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીના (ISP) DNSનો ઉપયોગ કરે છે. Google સાર્વજનિક DNS શું એકત્ર કરે છે તેના વિશેની વધુ માહિતી અહીં મળી શકે છે. તમે કોઈપણ સમયે Google Home ઍપના વિગતવાર નેટવર્કિંગ સેટિંગમાં તમારા DNS પ્રદાતા બદલી શકો છો.

જ્યારે ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ સાથે કદાચ મારા વાઇ-ફાઇ નેટવર્કના કાર્યપ્રદર્શનનો ડેટા શેર થાય તેનું ઉદાહરણ કયું છે?

આનું એક ઉદાહરણ છે કે તમે તમારા ઇન્‍ટરનેટ સેવા પ્રદાતા સાથે તમારા વાઇ-ફાઇના કાર્યપ્રદર્શનનો ડેટા શેર કરી શકશો, જેથી તે તમને તમારી વાઇ-ફાઇની અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓના નિવારણમાં સહાય કરી શકે.

Nest
Google Storeમાંથી
Nestની ખરીદી કરો.
અમે બનાવીએ છીએ તે દરેક પ્રોડક્ટમાં
સલામતી કેવી રીતે બિલ્ટ-ઇન હોય છે તે જાણો.