દરેક જણ માટે કામ કરે તેવી પ્રાઇવસી અને સુરક્ષાનું નિર્માણ કરવા વિશે

મ્યુનિક સ્થિત Google Safety Engineering Center એ પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત એન્જિનિયરિંગનું વૈશ્વિક હબ છે. એન્જિનિયર Wieland Holfelder અને Stephan Micklitz, એ Google પોતાની બધી પ્રોડક્ટમાં પારદર્શિતા અને નિયંત્રણ કેવી રીતે બાંધે છે તે સમજાવે છે.

જ્યારે Wieland Holfelderને Googleમાં નવી નોકરી માટે તેમનો સ્વીકૃતિ પત્ર મળ્યો, ત્યારે તેઓ USના જ રહેવાસી હતા. તેઓ જર્મનીથી સિલિકોન વૅલી આવ્યા હતા અને 12 વર્ષથી વધુ સમય માટે Mercedes-Benz જેવી ઘણી કંપનીઓ માટે કાર્યરત હતા. 2008માં, બધું બદલાઈ ગયું. Holfelderના અમેરિકન મિત્રો અને સહકાર્યકરો તેમના નવા પદભાર અને નિયોક્તા વિશે ઘણા ઉલ્લાસિત હતા. પરંતુ તેમનું ભાવિ નોકરીનું સ્થળ માઉન્ટન વ્યૂ, કેલિફોર્નિયામાં ન હતું – તે મ્યુનિક, જર્મનીમાં હતું. ત્યાં, તેમના વિશેના સમાચારને એટલા વધુ ઉત્સાહથી સ્વીકારવામાં આવ્યા ન હતા. જ્યારે તેમણે “Google”ના નામનો ઉલ્લેખ કર્યો, ત્યારે હરહંમેશના અભિનંદન મેસેજની સાથે Holfelderને તેમના ઘણા જર્મન મિત્રો તરફથી પ્રશ્ન કરતી નજરો અને ચડાવેલા ભવાંનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ Holfelder પહેલેથી જાણતા હતા કે યુરોપિયન – ખાસ કરીને જર્મન – કેટલા સંવેદનશીલ હોય છે, તે પણ વાત જ્યારે તેમના ડેટા વિશેની હોય.

Googleના એન્જિનિયરિંગ કેન્દ્ર સાઇટના મુખ્ય અધિકારી Holfelder, મ્યુનિક ઑફિસની કેન્ટીન, જે તેના રોચક ડૅકોર તેમજ છત સુધીની બારીઓને કારણે રેસ્ટોરન્ટ જેવી વધુ લાગતી ત્યાં બેઠા હતા. રૂમમાં ચાલી રહેલી વાતચીતોના નાનકડા અંશો પરથી સરળતાથી અંદાજ લગાવી શકાતો હતો કે મ્યુનિકના આ "Googleના કર્મચારીઓ"ની રોજબરોજની પસંદગીની ભાષા તો અંગ્રેજી જ. અને હા સિલિકોન વૅલીનો પ્રભાવ ત્યાંજ સમાપ્ત થતો ન હતો – પણ 2016માં ખોલવામાં આવેલી પાકી ઈંટોની બનેલી ભવ્ય ઇમારત ફિટનેસ સ્ટુડિયો, કૉફી બાર, બિલિયર્ડ રૂમ અને લાઇબ્રેરીથી સુસજ્જ હતી. આ શાખામાં વિશ્વભરના લગભગ 750થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, જેમાં મોટા ભાગના સૉફ્ટવેર ડેવલપર્સ છે. તેમના કામના કલાકોમાં સાંજના સમયે વધુ દોડધામ જોવા મળે છે કારણ કે તેમના માઉન્ટન વ્યૂ સ્થિત Googleના હૅડક્વાર્ટરમાં સહકાર્યકરો સાથે વીડિયો કૉન્ફરન્સ માત્ર નમતી સાંજના સમયે જ શરૂ થવાની શક્યતા રહેતી હોય છે.

મુખ્ય લક્ષ્ય તો વપરાશકર્તાઓને તેમના ડેટાનો ઉપયોગ કરવાની રીત વિશે સંપૂર્ણ પારદર્શિતા અને નિયંત્રણ પ્રદાન કરવાનું છે

આ છતાં Googleની મ્યુનિક ઑફિસ પૂર્ણ રીતે જર્મન સંસ્કૃતિથી છલકાતી હતી – જેના માટે આંશિક રીતે લોકલ સબવે સ્ટેશનની પ્રતિકૃતિની થીમ પર ડિઝાઇન કરેલા કૉન્ફરન્સ રૂમ અથવા ક્લાસિક બાવેરિયન લાકડાના પૅનલ ધરાવતા રૂમ જેવી ઝીણી ઝીણી બારીકાઈ ભરી વિગતો પણ કારણભૂત હતી. પણ Holfelder માટે, સાઇટ વિશેની કોઈ ખાસ જર્મન વિશિષ્ટતા હોય તો તે હતી “અમારી સ્થાનિક સર્વોપરિતા” જેમનો તે લોકો સમક્ષ ગર્વથી ઉલ્લેખ કરતા: તેમના મ્યુનિક સ્થિત એન્જિનિયર્સ. “અહીં મ્યુનિકમાં,” Holfelder આગળ સમજાવતા બોલ્યા, “ડેટા પ્રાઇવસીના ક્ષેત્રમાં – Google માટે અને વિશ્વભરના વપરાશકર્તાઓ માટે – પ્રોડકટ્સ અને સેવાઓ વિકસિત કરીએ છીએ." જેનો મુખ્ય હેતુ જ વપરાશકર્તાઓ માટે સંપૂર્ણ પારદર્શિતા અને નિયંત્રણ પ્રદાન કરવાનો છે, જ્યારે વાત તેમના પોતાના ડેટાના ઉપયોગ વિશેની હોય. અને આ કાર્ય કરવા માટે જર્મની એક આદર્શ સ્થાન છે.

એન્જિનિયરિંગના ડિરેક્ટર Stephan Micklitz, જે વૈશ્વિક રીતે Googleની બધી પ્રોડક્ટના ડેટા પ્રાઇવસીના ધારાધોરણો માટે જવાબદાર છે, તેઓ પણ મ્યુનિક ઑફિસમાં કામ કરે છે. તેઓ 2007માં ટીમમાં જોડાયા હતા અને તેઓ Google મ્યુનિકના પહેલા કર્મચારીઓમાંથી એક છે. Micklitz અને ટીમ દ્વારા જ મૂળ 'મારું એકાઉન્ટ' સેવા ડેવલપ કરવામાં આવી હતી, જે પાછળથી Google એકાઉન્ટ તરીકે જાણીતી બની. આ ડિજિટલ કૉકપિટની સેવાનો ઉપયોગ Googleનું એકાઉન્ટ ધરાવનારી કોઈપણ વ્યક્તિ તેમજ જેઓ માત્ર Googleનું શોધ એન્જિન કે YouTubeનો ઉપયોગ કરતા હોય, તે કરી શકે છે. Google એકાઉન્ટ સરળતાથી સેટિંગ મેનેજ કરવાની સુવિધા આપે છે. કોઈ બાહ્ય હુમલાની સામે તેમનો ડેટા કેટલો સુરક્ષિત છે તે જાણવા માટે વપરાશકર્તાઓ સુરક્ષા તપાસ પણ ચલાવી શકે છે તેમજ Googleના સર્વર પર તેઓની કઈ વ્યક્તિગત માહિતી સ્ટોર કરવી કે નહીં તે નક્કી કરવા માટે પ્રાઇવસી ચેકઅપનો ઉપયોગ કરી શકે છે.

"અમે અહીં મ્યુનિકમાં ડેટા પ્રાઇવસીના ક્ષેત્રમાં – Google માટે અને વિશ્વભરના વપરાશકર્તાઓ માટે – પ્રોડકટ્સ અને સેવાઓ વિકસિત કરીએ છીએ."

Wieland Holfelder

“આ પ્રકારના બધા સંબંધિત પ્રશ્નો માટે કોઈ કેન્દ્રીય હબ વિકસિત કરવાનો વિચાર હતો,” Micklitz બોલ્યા. “સેટિંગ કન્ફિગ્રેશનના બધા વિકલ્પો સાથે આ બધા જવાબો, અમે બે પેજમાં ભેગા કરવા માગતા હતા – પરંતુ તેનો ફોકસ સૌથી મહત્ત્વના પગલાં જાળવવા પર હતો, જેથી વપરાશકર્તાઓ કોઈ બિનજરૂરી દબાણ ન અનુભવે.” Micklitz, “માઇક્રોકિચન” તરીકે ઓળખાતા Googleના કર્મચારીઓ માટેના ખાસ એવા કિચનેટમાંથી કૉફી લઈને આવ્યા, જ્યાં છ ફૂટ ઊંચું ફ્રિજ વિવિધ પીણાંથી ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. તેના કાચના દરવાજા મિનરલ વૉટરની બૉટલથી છલકાતી ઉપલી બે છાજલીઓનું સ્પષ્ટ દૃશ્ય અર્પણ કરે છે. ફ્રિજનું બાકીનું કન્ટેન્ટ ફ્રોસ્ટેડ કાચની પાછળ છુપાયેલું રહે છે. તેમાં પહેલાં તો ફળોનો સ્પાર્કલિંગ રસ, સર્વસામાન્ય જ્યુસ, પછી આઇસ ટી અને છેલ્લે એકદમ તળિયેની છાજલીઓમાં બિનઆરોગ્યપ્રદ સોડાથી ભરપૂર પીણાંથી ફ્રિજ ભરાયેલું રહે છે. “અમે એન્જિનિયર લોકો કોઈપણ બાબત ચાન્સ પર છોડવાનું પસંદ કરતા નથી,” હસતા હસતા Micklitz બોલી પડ્યા.

Wieland Holfelder (જમણે) એ Google જર્મનીના એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે. એમના સહકાર્યકર Stephan Micklitz, 2010થી Googleની પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત વૈશ્વિક ટીમની કમાન સંભાળી રહ્યાં છે. આને કારણે કંપનીની ડેટા હૅન્ડલ કરવાની રીત જાણવા માગતી કોઈપણ વ્યક્તિ માટે તેઓ આદર્શ સંપર્કો બની રહે છે.

Holfelder અને Micklitzના અનુસાર, ઑનલાઇન હુમલાઓથી તેમના વપરાશકર્તાઓના ડેટાનું રક્ષણ કરવા માટે, ઉદ્યોગ જગતમાંની અન્ય કોઈપણ કંપની એમના જેટલું કામ કરતી નથી. અને એ સાચી વાત છે કે Google સર્વરના આંતરમાળખાની ગણતરી વિશ્વભરમાં સૌથી વધુ સુરક્ષિતમાંથી એકમાં થાય છે. તેની સુરક્ષા સિસ્ટમ ઘણી જટિલ છે અને તેમાં એકથી વધુ લેવલનો સમાવેશ થાય છે. વિશ્વભરના ડેટા કેન્દ્રોમાં ડેટાને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સ્ટોર કરવામાં આવે છે – એવી સઘન વ્યવસ્થા જે મહત્તમ સુરક્ષા ધરાવતી કારાગારો સમકક્ષ ગણી શકાય. “અમારા બાયોમેટ્રિક પ્રણાલીથી સુરક્ષિત ડેટા કેન્દ્રોમાં તમારા ઇમેઇલ ધરાવતી હાર્ડ ડ્રાઇવ પણ જો કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય, તો પણ તેઓ તેનો કોઈ ગેરલાભ ઉઠાવી શકશે નહીં,” Holfelder સમજાવવા લાગ્યા. “તેના પર રહેલી બધી માહિતી વિવિધ ડેટા કેન્દ્રોમાં વહેંચાયેલી હોય છે – તેમજ તે એન્ક્રિપ્ટેડ પણ હોય છે.” તે ઉપરાંત, આ બધી પ્રણાલીઓ છતાં જો કોઈ હૅકર દ્વારા Googleના ઇન્ટરફેસ કે પ્રોડક્ટમાં કોઈ નબળાઈ શોધી કાઢવામાં આવે, તો આ માહિતીના બદલામાં કંપની સારી એવી રકમના પુરસ્કારો ઑફર કરે છે. તેથી ભાવિ સાયબર ગુનેગારો માટે સુરક્ષામાં કોઈ સંભવિત ખામીની જાણ કરવી વધુ નફાકારક છે અને નહીં કે તેનો ગેરફાયદો ઊંચકવાનો પ્રયાસ કરવામાં.

"પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત બધા પ્રશ્નો માટે કોઈ કેન્દ્રીય હબ વિકસિત કરવા માટે આ વિચારણા કરવામાં આવી હતી."

Stephan Micklitz

gu_ALL gu_ALL 100% 10 F33

Holfelder અને Micklitz સાથેની વાતચીતમાંથી બે અતિ મહત્ત્વના મેસેજ તારવી શકાય. પહેલા તો એ કે જે કોઈ વ્યક્તિ Google ક્લાઉડમાં ફોટો અપલોડ કરે અથવા કોઈ ઇમેઇલ એકાઉન્ટનું સેટઅપ કરે તેમણે એ જાણવું જરૂરી છે કે તેઓના બધા મેસેજ અને ફોટોઝ શક્ય એટલા વધુ સુરક્ષિત છે. બીજું એ કે જે કોઈ વ્યક્તિ માહિતી શોધવા માટે અને વેબ સર્ફ કરવા માટે Googleનો ઉપયોગ કરતી હોય, તે જાતે નક્કી કરી શકે છે કે Googleને કયો ડેટા એકત્રિત કરવાનો અને ઉપયોગ કરવાની મંજૂરી આપવા માગે છે. “વ્યક્તિગત રીતે મને આ વાત ઘણી ગમે, જ્યારે મારો ફોન મને ટ્રાફિક વિશેની અપડેટ આપે અને જણાવે, ઉદાહરણ તરીકે, જો તમારે તમારી ફ્લાઇટ સમયસર પકડવી હોય તો તમારે હમણાં નીકળવું જરૂરી છે કારણ કે હાઇવે પર આ સમયે કોઈ ટ્રાફિક જામ સર્જાયો છે”, એવું કહેવું છે Holfelderનું. “પરંતુ દરેક જણ પોતાના માટે નક્કી કરી શકે છે કે શું તેમણે આ સુવિધા ચાલુ કરવી જોઈએ કે નહીં.” Screen reader support enabled.

Holfelder અને Micklitz સાથેની વાતચીતમાંથી બે અતિ મહત્ત્વના મેસેજ તારવી શકાય. પહેલા તો એ કે જે કોઈ વ્યક્તિ Google ક્લાઉડમાં ફોટો અપલોડ કરે અથવા કોઈ ઇમેઇલ એકાઉન્ટનું સેટઅપ કરે તેમણે એ જાણવું જરૂરી છે કે તેઓના બધા મેસેજ અને ફોટોઝ શક્ય એટલા વધુ સુરક્ષિત છે. બીજું એ કે જે કોઈ વ્યક્તિ માહિતી શોધવા માટે અને વેબ સર્ફ કરવા માટે Googleનો ઉપયોગ કરતી હોય, તે જાતે નક્કી કરી શકે છે કે Googleને કયો ડેટા એકત્રિત કરવાનો અને ઉપયોગ કરવાની મંજૂરી આપવા માગે છે. “વ્યક્તિગત રીતે મને આ વાત ઘણી ગમે, જ્યારે મારો ફોન મને ટ્રાફિક વિશેની અપડેટ આપે અને જણાવે, ઉદાહરણ તરીકે, જો તમારે તમારી ફ્લાઇટ સમયસર પકડવી હોય તો તમારે હમણાં નીકળવું જરૂરી છે કારણ કે હાઇવે પર આ સમયે કોઈ ટ્રાફિક જામ સર્જાયો છે”, એવું કહેવું છે Holfelderનું. “પરંતુ દરેક જણ પોતાના માટે નક્કી કરી શકે છે કે શું તેમણે આ સુવિધા ચાલુ કરવી જોઈએ કે નહીં.” Turn on screen reader support

Google Chrome જિન્જરબ્રેડ હાર્ટ્સ: મ્યુનિકમાંની Google સાઇટ પરના રૂમ આકર્ષક અને આહલાદક થીમ ધરાવે છે.

જાહેરાતોનું પણ કંઈક આવું જ છે અને Googleના મોટાભાગના નાણાંની કમાણીનો સૉર્સ પણ આ જ છે. ડેટા જાહેરાતોને તમારા માટે વધુ સુસંગત બનાવવામાં સહાય કરી શકે છે -- તેથી જો તમે કોઈ નવા ગ્રે રંગના સોફાની શોધમાં હો, તો તમારી તે જરૂરિયાત અનુસાર જાહેરાતો જોઈ શકશો. ઘણા લોકોને આ સુવિધા ઉપયોગી લાગે છે, અન્યોને આ કષ્ટદાયી લાગી શકે. Micklitzના અનુસાર આ રુચિ મુજબ જાહેરાત જોવાની સુવિધા સરળતાથી બંધ કરવી શક્ય છે. “અલબત્ત, Google એકાઉન્ટ વડે,” તેમણે ઉમેર્યું. જે વપરાશકર્તાઓ દ્વારા આ સુવિધા બંધ કરવામાં આવશે, તેઓ જાહેરાતો તો જોઈ શકશે પરંતુ હવેથી તે તેમની રુચિઓ અનુસાર રહેશે નહીં. “અમે ડેટાનો ઉપયોગ અમારા વપરાશકર્તાઓ માટે વધુ સુસંગત જાહેરાતો બનાવવા માટે કરીએ છીએ,” Holfelder વચ્ચે ટહૂકી ઉઠ્યા. “પરંતુ અમે કોઈપણ પ્રકારના વ્યક્તિગત ડેટાનું વેચાણ કરતા નથી.”

ફોટોગ્રાફ: Myrzik અને Jarisch

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો