એક માત્ર નિયંત્રણ કેન્દ્ર: Google એકાઉન્ટ

Stephan Micklitz અને Jan Hannemann દ્વારા વર્ષો વીતાવીને એવાં ટૂલ્સ ડેવલપ કરવામાં આવ્યાં કે જેના થકી વપરાશકર્તાઓને પોતે એ નિર્ણય લેવાની મંજૂરી મળે છે કે તેઓ Google સાથે કઈ માહિતી શેર કરવામાં રાજી છે – અને કઈ માહિતી તેઓ પોતાના સુધી સીમિત રાખવા ઇચ્છે છે

જ્યારે Stephan Micklitz લોકોને જણાવે છે કે તેઓ Google ખાતે કાર્યરત છે, ત્યારે ઘણીવાર તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે “તમને આટલા બધા ડેટાની જરૂર શા માટે પડે છે?” તેમનો જવાબ: “ડેટા થકી તમારા માટે Google પ્રોડક્ટ વધુ સહાયકારી બને છે — જેમ કે તમારા શોધ પરિણામો સાચી ભાષામાં આપવા અથવા ઘરે જવાના સૌથી ઝડપી રસ્તાની ભલામણ કરવી. પણ હું હંમેશાં એ મુદ્દા તરફ ધ્યાન દોરું છું કે Google તમારા ડેટાને કઈ રીતે સ્ટોર કરે અને અમે તમારા માટે અમારા પ્રોડક્ટને અનુકૂળ બનાવવા માટે તેનો ઉપયોગ કરીએ કે નહીં તેની પસંદગી તમે કરી શકો છો. લોકો મારી વાત માને તે પહેલાં સામાન્ય રીતે પોતાની જાતે તે જોવા ઇચ્છતાં હોય છે!”

"અમે સેવાને વધુ મનગમતી કરવા માગતા હતા અને લેઆઉટને વધુ સ્પષ્ટ."

Jan Hannemann

વર્ષ 2007થી Micklitz Google ખાતે કાર્ય કરે છે. તેઓ મ્યુનિકના પ્રથમ સ્ટાફ મેમ્બરમાંથી એક છે અને ઑનલાઇન સુરક્ષા તથા ડેટા પ્રાઇવસી સંબંધિત વિષયો માટે ઝડપથી મહત્ત્વની ભૂમિકાની જવાબદારી સંભાળી. વર્ષ 2010થી, Micklitz ઑનલાઇન સુરક્ષા અને પ્રાઇવસી વધારવા માટે Googleના અનેક ગંભીર પ્રોડક્ટનું વૈશ્વિક સ્તરે ડેવલપમેન્‍ટ કરવામાં મોખરે છે. તેઓ માને છે કે વર્ષ 2008માં આ વિભાગનું મુખ્ય મથક જર્મનીમાં સ્થાપવામાં આવ્યું તે Googleનું સ્માર્ટ પગલું હતું. “Google એ સ્થાને રહેવા માંગતું હતું જ્યાં પ્રાઇવસી વિશે સૌથી વધુ ગંભીરતાથી ચર્ચા થતી હોય,” Micklitz યાદ કરતાં જણાવે છે.

ત્યારથી, ઘણી ઘટનાઓ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે કે 25 મે, 2018ના રોજ યુરોપિયન યુનિયનનો જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) અમલમાં આવ્યો. GDPR વ્યક્તિગત ડેટાના ઉપયોગ અને સ્ટોરેજનું નિયમન કરે છે. Micklitz વર્ષ 2016ની એ પળો યાદ કરે છે જ્યારે તેમણે અને તેમના સહકર્મચારીઓએ પહેલી વાર આ કાયદાના શબ્દો વિશે વિગતવાર વાંચ્યું હતું. “એ સ્પષ્ટ હતું કે અમે જે કોન્ટ્રોલ્સ અને ટૂલ્સ બનાવવાના હતાં તે પહેલેથી GDPR સાથે સુસંગત હતાં -- પણ તે છતાં અમારે ઘણું કાર્ય કરવાનું હતું,” તેઓ યાદ કરતાં જણાવે છે. હવે, તેઓ મને દોરીને કૉન્ફરન્સ રૂમમાં લઈ જાય છે જ્યાં તેઓ તેમના સહકર્મચારી Jan Hannemannને મળે છે.

એન્‍જિનિયરિંગના ડિરેક્ટર Stephan Micklitz (ડાબે) Google ખાતે વૈશ્વિક પ્રાઇવસી અને સુરક્ષા માટે જવાબદાર છે. તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે અને 2007ના વર્ષના અંતથી Googleની મ્યુનિક ઑફિસમાં કામ કરે છે.

છેક વર્ષ 2009માં Google દ્વારા તેનું પહેલું ડેટા પ્રાઇવસી ટૂલ Google Dashboard લૉન્ચ કરવામાં આવ્યું હતું. Micklitz અને તેમની ટીમ તેના ડેવલપમેન્‍ટ માટે જવાબદાર હતી. વર્ષોપરાંત, વધારાનાં કાર્યો ઉમેરવામાં આવ્યાં છે. વર્ષ 2013થી, વપરાશકર્તાઓ તેમનો Google ડિજિટલ વારસો, Inactive Account Manager વડે મેનેજ કરવા સક્ષમ બન્યા છે; વર્ષ 2014માં, સુરક્ષા તપાસ ઉમેરવામાં આવી અને તેના પછી વર્ષ 2015માં પ્રાઇવસી ચેકઅપનો ઉમેરો થયો. આ નવાં ટૂલ્સ વપરાશકર્તાઓને પગલાંબદ્ધ રીતે તેમના ડેટા પ્રાઇવસી અને સુરક્ષા સેટિંગ્સ પર દોરી જાય છે.

વર્ષ 2015માં, 'મારું એકાઉન્ટ' લૉન્ચ કરવામાં આવ્યું, જેમાં Googleની બધી સેવાઓ ભેગી કરવામાં આવી. સૌ પ્રથમ વાર, વપરાશકર્તાઓને એક માત્ર નિયંત્રણ કેન્દ્ર મળ્યું, જેના થકી તેમને મંજૂરી મળી કે તેઓ Google તેમનો કયો વ્યક્તિગત ડેટા સાચવી રહ્યું છે તે જોઈ શકે, તેઓ કઈ માહિતી ડિલીટ કરવા માગે છે તેના વિશે તેમના પોતાના નિર્ણયો લઈ શકે અને ડેટા સાચવતા તથા ઑનલાઇન પ્રવૃત્તિને ટ્રૅક કરતા કાર્યો બંધ કરી શકે. વપરાશકર્તાઓ તેમના માટે મનગમતી બનાવેલી જાહેરાતો મેળવવાનું નાપસંદ પણ કરી શકે. મારું એકાઉન્ટ લૉન્ચ થયાના સમયથી જ સતત વિસ્તાર પામે છે અને બહેતર બન્યા કરે છે.

"Googleને કઈ માહિતી રાખવાની મંજૂરી આપવામાં આવે તે દરેક વપરાશકર્તા પસંદ કરી શકે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે."

Stephan Micklitz

જૂન, 2018માં, સેવામાં ધરખમ ફેરફારો થયા અને મારું એકાઉન્ટ Google એકાઉન્ટ બન્યું. ફરીથી લૉન્‍ચ થવા માટે Stephan Micklitzની સાથે પ્રોડક્ટ મેનેજર Jan Hannemann જવાબદાર હતા. Hannemann કમ્પ્યુટર સાયન્સમાં PhD ધરાવે છે અને તેમણે Googleની મ્યુનિક ઑફિસમાં વર્ષ 2013થી કાર્ય કર્યું છે. તેમણે મારું એકાઉન્ટ ડેવલપ કરવામાં સહાય કરી અને આજની તારીખ સુધી Google એકાઉન્ટ માટે જવાબદાર છે. તેમના સહકર્મચારીઓએ તેમને “મિસ્ટર Google એકાઉન્ટ” ઉપનામ આપ્યું છે.

Hannemann તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને Google એકાઉન્ટની નવી ડિઝાઇન સમજાવે છે. “અમે સેવાને વધુ મનગમતી કરવા માગતા હતા અને લેઆઉટને વધુ સ્પષ્ટ – વિશેષ કરીને વધુ નાની સ્ક્રીન ધરાવતા મોબાઇલ ડિવાઇસમાં ઉપયોગ કરવા માટે.” Stephan Micklitz પોતાનો સ્માર્ટફોન ઉપાડે છે અને ઍપ્લિકેશન ખોલે છે. “જ્યારે હું સેવાનો ઉપયોગ કરું, ત્યારે સૉફ્ટવેર મારી સમક્ષ, ઉદાહરણ તરીકે, સુરક્ષા તપાસ કરવાનો વિકલ્પ પ્રસ્ત્તુત કરે છે,” તેઓ સમજાવે છે. “અહીં હું તાત્કાલિક જોઈ શકું છું કે હું મારા Google એકાઉન્ટની સુરક્ષા બહેતર બનાવી શકું તે માટે Google કોઈ સૂચન ધરાવે છે કે નહીં.”

Jan Hannemann (ડાબે) અગાઉ મારું એકાઉન્ટ તરીકે જાણીતા Google એકાઉન્ટના પ્રોડક્ટ મેનેજર છે. સેવા વપરાશકર્તાઓ માટે એકમાત્ર નિયંત્રણ કેન્દ્ર છે જેના થકી તેમને તેમની સુરક્ષા અને ડેટા પ્રાઇવસી ચેક કરવાની મંજૂરી મળે છે.

Micklitz અને Hannemann Google સર્વેક્ષણો વિશેના પ્રોડક્ટ ડેવલપમેન્‍ટના તેમના મોટા ભાગના કાર્ય માટે સમગ્ર વિશ્વમાં લોકો વ્યક્તિગત સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તેમના સામાન્ય વ્યવહાર કેવા હોય છે તેના પર આધાર રાખે છે. “યુરોપિયનો – વિશેષ કરીને જર્મનો – તેમના વ્યક્તિગત ડેટાના ઉપયોગ વિશે અમેરિકનો કરતાં વધુ શંકાશીલ હોય છે,” Hannemann કહે છે. “અલબત્ત, તે અમારા ઇતિહાસ સાથે સંબંધિત છે.” બધા વપરાશકર્તાઓ તેમના ડેટાને સ્ટોર કરવામાં આવે તેના વિરોધી નથી હોતાં. “જ્યારે કેટલાક લોકોનો સ્માર્ટફોન તેમને યાદ કરાવે કે તેમણે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો છે ત્યારે તેમને તે ઘણું વાસ્તવિક લાગતું હોય છે,” Hannemann કહે છે. “અન્ય લોકો ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવાની સુવિધાની પ્રશંસા કરે છે, જે શોધ એન્‍જિનને શોધ શબ્દના બાકીના ભાગનું પૂર્વાનુમાન કરવાની મંજૂરી આપે છે. આ અને અન્ય અનેક સુવિધાઓ ત્યારે જ શક્ય બને છે જ્યારે લોકો અમને તેમના માટે અમારાં પ્રોડક્ટને અનુકૂળ બનાવવા માટે તેમના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે.

Stephan Micklitz નોંધે છે કે પ્રાઇવસીની વાત આવે, ત્યારે કોઈ એક, સમાન ઉકેલ ન હોઈ શકે. તેનું આંશિક કારણ એ તથ્ય છે કે દરેક વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે અને સમયાંતરે વપરાશકર્તાઓની જરૂરિયાતો બદલાય છે. “Googleને કઈ માહિતી રાખવાની મંજૂરી આપવામાં આવે તે દરેક વપરાશકર્તા પસંદ કરી શકે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. તે શક્ય બનાવવા માટે અમે અમારાં ટૂલને સતત બહેતર બનાવતાં રહીએ છીએ.”

ફોટા: Conny Mirbach

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.

વધુ જાણો