તમારો ડેટા તમારી સાથે લઈ જવાની રીત
વ્યક્તિગત ડેટાને તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરવો છે અથવા તેને બીજા પ્રદાતા પર ટ્રાન્સફર કરવો છે? Googleના Stephan Micklitz અને Greg Fair સમજાવે છે કે Google Takeout થકી બન્ને કરવું શક્ય છે
શ્રીમાન Micklitz, શ્રીમાન Fair, તમે Google Takeout માટે જવાબદાર છો. તે ખરેખર શા માટે છે?
Googleની પ્રાઇવસી અને સુરક્ષા એન્જિનિયરિંગ ટીમના ડિરેક્ટર Stephan Micklitz: Google Takeout તમને ઉદાહરણ તરીકે, Google Drive પર સ્ટોર કરેલા ફોટોઝ, સંપર્કો, ઇમેઇલ, કૅલેન્ડરની એન્ટ્રી અથવા મ્યુઝિક ફાઇલોને તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરવાની અથવા તેમને બીજા પ્રદાતા પર ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.
Google Takeoutના પ્રોડક્ટ મેનેજર Greg Fair: અમારાં બે બાળકો છે અને મોટા ભાગના માતાપિતાની જેમ અમારી પાસે પણ તેમના ઘણા ફોટોઝ છે – સચોટ કહીએ તો 600 ગીગાબાઇટ ફોટોઝ. જ્યારે આ બધા ફોટોઝ ધરાવતી હાર્ડ ડ્રાઇવ ક્રૅશ થઈ ગઈ, ત્યારે મને બહુ આનંદ થયો કે મેં તે બધાને Google Photosમાં પણ સાચવ્યા હતા. ત્યાર પછી હું Google Takeoutનો ઉપયોગ કરીને બધા ફોટોઝ હાર્ડ ડ્રાઇવ પર ડાઉનલોડ કરી શક્યો.
લોકો Takeoutનો ઉપયોગ કેવી રીતે કરે છે?
Fair: તેઓ Google Drive પર જે ડેટા સ્ટોર કરે છે તે બધાનો મોટા ભાગે બૅકઅપ લેવા માટે.
Micklitz: જે થોડું અતાર્કિક છે, કારણ કે વાસ્તવમાં ડેટા ઘર માટેના અમારા મોટા ભાગના સ્ટોરેજ ડિવાઇસ કરતાં Google Drive પર ઘણો વધુ સુરક્ષિત હોય છે.
Fair: ઘરે, બિલાડી હાર્ડ ડ્રાઇવને બગાડે અથવા બાળકોથી તૂટી જાય કે આગ લાગે તેમ પણ બની શકે છે. Google ખાતે, દરેક ફાઇલ વિવિધ સર્વર પર અનેક વાર સ્ટોર કરવામાં આવે છે. આ સર્વશ્રેષ્ઠ સુરક્ષા છે.
અને તેમ છતાં પણ શ્રીમાન Fair, તમે હાર્ડ ડ્રાઇવ પર તમારા ડેટાનો બૅકઅપ લો છો!
Fair: તેનું કારણ એ છે કે મારી પત્ની ફોટોઝમાં ફેરફારો કરવાના પ્રોગ્રામનો ઉપયોગ કરે છે, જેમાં ફોટોઝ ક્લાઉડમાં રાખવી વ્યવહારૂ નથી.
"Google ખાતે, દરેક ફાઇલ વિવિધ સર્વર પર અનેક વાર સ્ટોર કરવામાં આવે છે. તેનાથી સૌથી વધુ સુરક્ષા મળે છે."
Greg Fair
અચ્છા.
Micklitz: પણ, ઉદાહરણ તરીકે, હું એવા પ્રોગ્રામનો ઉપયોગ કરતો નથી, તે છતાં મારા બધા ચિત્રોની કોપી હાર્ડ ડ્રાઇવ પર બૅકઅપ સાચવું છું. એ મારો ડેટા છે, તેથી મારે તેની વાસ્તવિક કૉપિ જોઈતી હોય છે.
તમારો વ્યવહાર આટલો “અતાર્કિક” શા માટે?
Micklitz: આપણે ફોટા સાથે બહુ વ્યક્તિગત અને ભાવનાત્મક રીતે જોડાયેલાં હોઈએ છીએ. તે ઘણી બધી યાદગીરીઓ સાથે સંકળાયેલા હોય છે. વપરાશકર્તા તરીકે, મારા ફોટા સલામત રાખવા માટે હું કોઈ એક જ કંપની પર આધાર રાખતો હોઉં એવી પરિસ્થિતિમાં હોવા નથી ઇચ્છતો – હું એ કંપની માટે કામ કરતો હોઉં તો પણ. તેથી જ Google Takeout જેવી સ્થળાંતરની સુવિધાની સેવાઓ આટલી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે અમારા વપરાશકર્તાઓને કોઈપણ સમયે તેમના ડેટા પાછા મેળવવાની ક્ષમતા આપે છે – તે ક્લાઉડમાં હોય તો પણ.
સ્થળાંતરની સુવિધા ક્યારથી Google માટે મહત્ત્વપૂર્ણ વિષય બની?
Fair: એક દશકથી વધારે સમયથી. અમે વ્યક્તિગત ડેટાના સ્થળાંતરની સુવિધાની સેવાઓ ડેવલપ કરવાથી શરૂઆત કરી. પછી, વર્ષ 2011માં, Google દ્વારા તેનો કેન્દ્રીકૃત ઉકેલ લૉન્ચ કરવામાં આવ્યો: Takeout. ત્યારથી અમે Googleની વધુ ને વધુ સેવાઓ એકીકૃત કરી છે અને આજે, Takeout તેમાંથી 40થી વધુ સેવાઓને સપોર્ટ આપે છે.
અનેક વપરાશકર્તાઓ તેમના ડેટાને પોતાના કમ્પ્યુટર પર ડાઉનલોડ તો કરે છે, પણ તેઓ ભાગ્યે જ તેને બીજી સેવાઓ પર ટ્રાન્સફર કરે છે. આવું અસંતુલન શા માટે હોય છે?
Fair: આજે, વપરાશકર્તાઓ ડેટાને Google પરથી Dropbox, Box અથવા Microsoft Office 365 પર ટ્રાન્સફર કરી શકે છે – અને તેનાથી વિપરીત પણ કરી શકે છે. અમારા ઘણાં સ્પર્ધકો હજી સુધી આ શક્યતા પ્રસ્તુત કરતાં નથી. તેમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવા માટે, અમે વર્ષ 2017માં ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ લૉન્ચ કર્યો અને જુલાઈ, 2018માં પ્રોજેક્ટને આધિકારિક રૂપે ઘોષિત કર્યો. આ ઓપન સૉર્સ પ્રોજેક્ટ છે, જે કંપનીઓને સ્થળાંતરની સુવિધાના કાર્યો માટે મફત કોડ આપે છે, જેનાથી એક સર્વિસ પરથી બીજી પર સરળતાથી ડેટા ટ્રાન્સફર થઈ શકે છે.
Micklitz: ધારો કે કોઈ નવું સ્ટાર્ટ-અપ નવી ઉમદા સેવા ડેવલપ કરે છે. એક નાની કંપની માટે તેની પોતાની સ્થળાંતરની સુવિધા બનાવવી અત્યંત ખર્ચાળ હોઈ શકે છે. તેના બદલે, તે ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ પર જઈને તેના પોતાના સૉફટવેરમાં સંબંધિત કોડ ટ્રાન્સફર કરી શકે છે.
પણ હું પ્રદાતા બદલું તેનાથી તમને શો ફાયદો થાય?
Fair: અમે ઇચ્છીએ છીએ કે તમે Googleની સેવાઓનો ઉપયોગ એ કારણે કરો કે તે સર્વોત્તમ છે, એ કારણથી નહીં કે તમારા માનવા મુજબ તમે તમારા ડેટાનો ઉપયોગ બીજે કશે ન કરી શકો.
મે, 2018માં અમલમાં આવનાર જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનમાં ડેટા સ્થળાંતરની સુવિધાની જોગવાઈઓ છે. આ વિગતોનું પાલન કરવા માટે તમારે તમારા ડેટા ડાઉનલોડ ટૂલને કસ્ટમાઇઝ કરવું પડ્યું હતું?
Fair: જ્યારે વર્ષ 2016માં પહેલી વાર અમે રેગ્યુલેશન વાંચ્યા, ત્યારે અમને સમજાયું કે અમે સ્થળાંતરની સુવિધા અંગે પહેલેથી ઘણું સારું કાર્ય કરી રહ્યાં છીએ. ભૂતકાળમાં પણ, અમે ખાસા સમય સુધી આ વિષય પર સઘન કાર્ય કરી રહ્યાં હતાં.
Micklitz: અમે માનીએ છીએ કે આખરે આ વિષયને મળવું જોઈએ એટલું ધ્યાન મળી રહ્યું છે. હાલમાં, સ્થળાંતરની સુવિધા એવો વિશિષ્ટ વિષય છે કે જેના વિશે ઘણાં વપરાશકર્તાઓને રસ નથી. પણ અમે માનીએ છીએ કે થોડાં વર્ષોમાં આ પરિસ્થિતિ બદલાશે.
"મારી જેમ મારાં બાળકો પાસે પણ તેમના બાળપણના સ્નૅપશૉટ હોવા જોઈએ."
Stephan Micklitz
શા માટે?
Micklitz: લોકો તેમના ડેટા ક્લાઉડમાં સ્ટોર કરવાની શરૂઆત જ કરી રહ્યાં છે. પણ ચાલો ધારી લઈએ કે કોઈ કંપની નાદાર થઈ જાય છે અને તમારો ડેટા તે કંપનીના સર્વર પર સ્ટોર થયેલો છે. આ ડેટા કેવી રીતે પાછો મેળવવો તે તમારે જાણવું જ હશે. તે ડેટાના ટકાઉપણાના વિષય સાથે પણ સંબંધિત છે. જે રીતે હું મારાં માતાપિતાના પીળા પડી ગયેલા ફોટા જોઈ શકું છું એ જ રીતે મારાં બાળકો પાસે પણ તેમના બાળપણના સ્નૅપશૉટ હોવા જોઈએ.
શું તમે ઇચ્છો છો કે ઍનલૉગ ફોટા જેવું જ ટકાઉપણું ડિજિટલ ફોટાનું હોય?
Micklitz: હા. આ વ્યાપક અર્થમાં ડેટા સંરક્ષણનો અભિગમ પણ છે – કે હું આગામી 50 વર્ષના ગાળામાં પણ મેં આજે સ્ટોર કરેલા ડેટાનો ઉપયોગ કરી શકીશ.
ફોટા: Conny Mirbach
સાઇબર સિક્યુરિટીમાં વિકાસ
વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.
વધુ જાણો