તમારી પ્રાઇવસીની સુરક્ષા જવાબદારીભર્યા
ડેટાના નિયમો
વડે કરવામાં આવે છે.

તમે દરરોજ જે પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો છો, તેમને તમારા માટે વધુ ઉપયુક્ત બનાવવામાં ડેટા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે સખત પ્રોટોકૉલ અને નવી-નવી પ્રાઇવસી ટેક્નોલોજી વડે એ ડેટાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવા અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ડેટા ઘટાડવો

વાપરવામાં આવેલી અને સાચવેલી વ્યક્તિગત માહિતીને મર્યાદિત કરવા વિશે

અમારું માનવું છે કે કોઈપણ પ્રોડક્ટમાં તમારી માહિતી માત્ર ત્યાં સુધી જ રાખવી જોઈએ કે જ્યાં સુધી તે તમારા માટે ઉપયોગી અને સહાયરૂપ હોય, પછી ભલે તે માહિતી Mapsમાં તમારા મનપસંદ સ્થાનો શોધવા માટે હોય અથવા તો YouTube પર જોવા માટે શું છે, તેના સુઝાવો મેળવવા માટે હોય.

ડિફૉલ્ટ તરીકે બંધ રહેતી સ્થાન ઇતિહાસની સુવિધાને જ્યારે તમે પહેલી વાર ચાલુ કરો છો, ત્યારે ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનો તમારો વિકલ્પ ડિફૉલ્ટ તરીકે 18 મહિના પર સેટ થઈ જશે. નવા એકાઉન્ટ માટે, વેબ અને ઍપ પ્રવૃત્તિને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાની સુવિધા પણ ડિફૉલ્ટ તરીકે 18 મહિના પર સેટ થશે. આનો અર્થ એ છે કે તમે તમારી પ્રવૃત્તિનો ડેટા ડિલીટ કરવાનું પસંદ કરો, ત્યાં સુધી તેને જાળવી રાખવાને બદલે 18 મહિના પછી તેને ઑટોમૅટિક રીતે અને સતત ડિલીટ કરવામાં આવશે. તમે ગમે ત્યારે આ સેટિંગ બંધ કરી શકો છો અથવા ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાના તમારા સેટિંગમાં કોઈપણ સમયે ફેરફાર કરી શકો છો.

ઍક્સેસ બ્લૉક કરવો

અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય વેચતા નથી અને તેનો ઍક્સેસ કોને આપવો, તેના નિયંત્રણો તમને આપીએ છીએ

અમે તમારા ડેટાને ત્રીજા પક્ષોથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ જ કારણ છે કે તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ ક્યારેય ન વેચવાની અમારી સખત પૉલિસી છે. તમે જ્યાં સુધી અમને કહો નહીં ત્યાં સુધી અમે જાહેરાતકર્તાઓ સાથે તમને વ્યક્તિગત રીતે ઓળખે એવી માહિતી શેર કરતા નથી, જેમ કે તમારું નામ અથવા ઇમેઇલ ઍડ્રેસ. ઉદાહરણ તરીકે, જો તમે નજીકમાં આવેલી ફૂલની દુકાનની જાહેરાત જુઓ અને ત્યાં "કૉલ કરવા માટે ટૅપ કરો" બટન પસંદ કરો, તો અમે તમારો કૉલ કનેક્ટ કરી આપીશું અને તમારો ફોન નંબર ફૂલની દુકાન સાથે શેર કરી શકીએ છીએ. જો તમે Android ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં હો, તો અમારા માટે જરૂરી છે કે ત્રીજા પક્ષની ઍપ તમારા ફોટા, સંપર્કો અથવા સ્થાનની માહિતી જેવો અમુક ચોક્કસ પ્રકારનો ડેટા ઍક્સેસ કરવા માટે તમારી પાસેથી પરવાનગી માગે.

પ્રાઇવસી સંબંધિત નવા ઉપાય

વિગતવાર પ્રાઇવસી ટેક્નોલોજી તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી રાખવામાં સહાય કરે છે

અમે સતત એવી નવી-નવી ટેક્નોલોજી રજૂ કરતા રહીએ છીએ કે જે અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરતી વખતે તમારા અનુભવો પર કોઈપણ પ્રકારની અસર કર્યા વગર, તમારી ખાનગી માહિતીને સુરક્ષિત રાખે.

ફેડરેટેડ લર્નિંગ એ સૌથી પહેલાં Googleમાં તૈયાર કરવામાં આવેલી ડેટા ઘટાડવા માટેની ટેક્નોલોજી છે, જે મશિન શિક્ષણ મૉડલને અમારી ઘણી ઉપયુક્ત સુવિધાઓ તૈયાર કરવાનું શીખવે છે. જેમ કે તમારા ડિવાઇસ પર તમે ટાઇપ કરવા માગતા હો, તે શબ્દનું ટાઇપ કરતા પહેલાં જ પૂર્વાનુમાન કરવાની સુવિધા. આ નવો અભિગમ તમારા ડિવાઇસ પર તમારી વ્યક્તિગત માહિતી જાળવી રાખવાની સાથે અમારી તમામ પ્રોડક્ટમાં ઉપયુક્ત અનુભવો આપીને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવામાં સહાય કરે છે.

અમારી સેવાઓને તમારા માટે વધુ સારી બનાવવાની સાથે તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે, અમે અગ્રણી અનામી સુરક્ષા ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, તમને ઝડપથી ઘરે પહોંચાડી શકે એવા વૈકલ્પિક રસ્તા સૂચવવા માટે, અમે લાખો વપરાશકર્તાઓનો ડેટા એકત્ર કરીએ છીએ અને તેને અનામી બનાવીએ છીએ.

કોઈ સ્થાન વ્યસ્ત છે, તે Maps પર બતાવવાની સુવિધા પ્રદાન કરવા માટે, અમે લાક્ષણિક પ્રાઇવસીના નામે ઓળખાતી વિગતવાર અનામી સુરક્ષા ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જે તમારી માહિતીમાં ઘોંઘાટ ઉમેરે છે, પરિણામે તેનો ઉપયોગ તમને વ્યક્તિગત રૂપે ઓળખવા માટે થઈ શકતો નથી.

પ્રાઇવસીની સુરક્ષા સંબંધિત માનકોના રિવ્યૂ

દરેક પ્રોડક્ટને ડેવલપ કરતી વખતે પ્રાઇવસી
પ્રોટોકૉલનું સખતાઈથી પાલન કરવામાં આવે છે

પ્રોડક્ટ ડેવલપ કરતી વખતે દરેક તબક્કામાં ગાઇડ કરનારા પ્રાઇવસીના સખત માનકોનો ઉપયોગ કરીને અમે જે રીતે અમારી પ્રોડક્ટ બનાવીએ છીએ, તેમાં પ્રાઇવસી કેન્દ્ર સ્થાને હોય છે. દરેક પ્રોડક્ટ અને સુવિધા પ્રાઇવસીના વ્યાપક રિવ્યૂ મારફતે લાગુ કરવામાં આવેલા પ્રાઇવસીની સુરક્ષા સંબંધિત આ માનકોનું પાલન કરે છે. અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો.

ડેટાની પારદર્શિતા

તમારા ડેટાને જોવાનું અને ડિલીટ કરવાનું સરળ બનાવવા વિશે

તમે અમારી પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો, તે તમારી વ્યક્તિગત પસંદ છે અને તમારા પર નિર્ભર હોય છે. કયો ડેટા સાચવવો, કયો શેર કરવો અથવા ડિલીટ કરવો, તે વિશેના માહિતીપૂર્ણ નિર્ણયો લેવામાં તમારી સહાય કરવા, કયો ડેટા એકત્ર કરવામાં આવે છે અને શા માટે તે સમજવાનું અમે સરળ બનાવીએ છીએ.

ઉદાહરણ તરીકે, ડૅશબોર્ડ વડે તમે ઉપયોગ કરતા હો, એવી Google પ્રોડક્ટ અને તમારા ઇમેઇલ તેમજ ફોટા જેવી તમે સ્ટોર કરતા હો, એવી વસ્તુઓનો ઓવરવ્યૂ જોઈ શકો છો. એ જ રીતે, મારી પ્રવૃત્તિ વડે તમે જે કંઈ શોધ્યું હોય, જોયું હોય અને માણ્યું હોય એવી વસ્તુઓ સહિત Googleની બધી સેવાઓમાંની તમારી પ્રવૃત્તિમાંથી એકત્ર કરવામાં આવેલો ડેટા સરળતાથી જોઈ અને ડિલીટ કરી શકો છો.

ડેટાને સ્થળાંતર કરવાની સુવિધા

તમારો ડેટા તમારી સાથે લઈ જવામાં તમને સક્ષમ બનાવવા વિશે

દરેક વપરાશકર્તા પાસે તેમણે અમારી સાથે શેર કરેલા કન્ટેન્ટનો ઍક્સેસ હોવો જોઈએ, જેનો ઉપયોગ તેઓ કોઈપણ સમયે અને કોઈપણ કારણસર કરી શકે. તેથી અમે 'તમારો ડેટા ડાઉનલોડ કરો'ની સુવિધા બનાવી છે, જેના વડે તમે તમારા ફોટા, ઇમેઇલ, સંપર્કો અને બુકમાર્ક ડાઉનલોડ કરી શકો. તમારી મરજી પ્રમાણે તમે તમારો ડેટા કૉપિ કરી શકો છો, તેનું બૅકઅપ લઈ શકો છો અથવા કોઈ અન્ય સેવામાં તેને ખસેડી પણ શકો છો.

તમારા Google એકાઉન્ટમાં સચવાયેલા ડેટાનું નિયંત્રણ હંમેશાં તમારા હાથમાં રહે છે. અહીં વધુ જાણો.

અમે ડેટા સંરક્ષણના લાગુ થતા કાયદાઓનું
પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ

પ્રાઇવસીની સુરક્ષા માટે લાગુ થતા બધા નિયમોનું પાલન થાય, એ માટે અમે હંમેશાં કાર્યરત રહીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી અમે અનેક ડેટા સંરક્ષણ અધિકારીઓ સાથે મળીને વિશ્વભરમાં કામ કર્યું છે અને તેમના દિશા-નિર્દેશ પ્રતિબિંબિત કરતા સખત પ્રાઇવસી સંરક્ષણો લાગુ કર્યા છે. સાથે જ, વિશ્વભરમાં પ્રાઇવસીની સુરક્ષા સંબંધિત કાયદાઓ લાગુ કરવામાં આવતા હોવાથી અમારી સિસ્ટમ અને પૉલિસીઓને અપગ્રેડ કરવા માટે, અમે સતત નોંધપાત્ર કામ કરતા રહીએ છીએ.

વધુ જાણો
તમને ઑનલાઇન સલામત રાખવાની અમારી
અન્ય રીતો વિશે જાણકારી મેળવો.