ડબલિનથી કન્ટેન્ટની જવાબદારી સંભાળવી.

અમારા યુરોપિયન હૅડક્વાર્ટરમાં સ્થિત GSEC ડબલિન, Googleના નિષ્ણાતો માટે પ્રાદેશિક હબ છે, જ્યાં તેઓ ગેરકાનૂની અને હાનિકારક કન્ટેન્ટના ફેલાવાને રોકવા માટે કામ કરી રહ્યાં છે અને આ એવું સ્થાન છે કે જ્યાં પૉલિસી બનાવનારાઓ, સંશોધનકર્તાઓ અને નિયમનકારો સાથે અમે આ કામને શેર કરી શકીએ છીએ.

અમારી કન્ટેન્ટની જવાબદારીની પહેલ પર એક બારીક નજર.

ડબલિન એ અમારી ભરોસો અને સુરક્ષા આપનારી ટીમોનું હબ છે, જેમાં પૉલિસીના નિષ્ણાતો, વિશેષજ્ઞો અને વિશ્લેષકો શામેલ છે, જેઓ એકદમ નવી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને લોકોને ઑનલાઇન સુરક્ષા આપવા માટે કામ કરી રહ્યાં છે. આ પહેલ તેમના કામમાં વધારાની પારદર્શિતા પૂરી પાડે છે.

YouTubeની કાર્ય કરવાની રીત

અમારી પૉલિસીઓ, પ્રોડકટ્સ અને ક્રિયાઓ પર એક નજર

દરરોજ લાખો લોકો માહિતી મેળવવા, અન્ય લોકો પાસેથી પ્રેરણા મેળવવા કે મનોરંજન મેળવવા માટે YouTube પર આવે છે. સમય-સમય પર, YouTubeની કાર્ય કરવાની રીત વિશે પ્રશ્નો ઉભા થયા છે, તેથી અમે આ સંબંધિત કેટલાક જવાબો આપવા અને અમારા સમુદાયને બનાવનારા વપરાશકર્તાઓ, નિર્માતાઓ અને કલાકારો જેના પર આધાર રાખી શકે એવા જવાબદાર પ્લૅટફૉર્મને બનાવવા આપણે શું કરી રહ્યાં છીએ, તે સમજાવવા માટે આ સાઇટ બનાવી છે.

બાળ સુરક્ષા સંબંધિતટૂલ્સ

ઑનલાઇન બાળ શોષણ અને દુર્વ્યવહારનો સામનો

બાળકોના ઑનલાઇન જાતીય શોષણ સબંધિત કન્ટેન્ટ (CSAM)નો સામનો કરવા માટે Google પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના કન્ટેન્ટનો ફેલાવો કરવા માટે અમારાં પ્લૅટફૉર્મનો ઉપયોગ થતો અટકાવે છે. અમે ઑનલાઇન બાળ શોષણનો સામનો કરવા માટે ઘણી બધી મહેનત કરીએ છીએ અને અમે અમારાં પ્લૅટફૉર્મ પર આપત્તિજનક કન્ટેન્ટને રોકવા, શોધવા અને તેને કાઢી નાખવા માટે અમારી ખાનગી માલિકીની ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમે અમારી તકનીકી કુશળતાનો ઉપયોગ કરીને એવા ટૂલ્સ બનાવીએ અને શેર કરીએ છીએ કે જેનાથી અન્ય સંસ્થાઓને તેમના પ્લૅટફૉર્મ પરથી CSAMને શોધવા અને તેને કાઢી નાખવામાં સહાય મળે છે.

પારદર્શિતા રિપોર્ટ

માહિતીના ઍક્સેસ સંબંધિત ડેટા શેર કરવો

2010થી, Google દ્વારા નિયમિત રીતે પારદર્શિતા રિપોર્ટ શેર કરીને, સરકાર તથા ખાનગી કંપનીઓની પૉલિસીઓ અને તેમની ક્રિયાઓથી લોકોની પ્રાઇવસી, સુરક્ષા અને માહિતીના ઍક્સેસ પર પડી રહેલી અસર વિશે જણાવવામાં આવી રહ્યું છે. અમારી પારદર્શિતા રિપોર્ટની સાઇટમાં સરકાર તરફથી કન્ટેન્ટ કાઢી નાખવાની વિનંતીઓ, કૉપિરાઇટને કારણે કન્ટેન્ટ કાઢી નાખવાની બાબતો, YouTube સમુદાયના દિશાનિર્દેશનું અમલીકરણ અને Google પર રાજકીય જાહેરાત આપવા સહિતનો ડેટા શામેલ છે.

GSEC ડબલિનને બનાવનારા લોકોને મળો.

Google Safety Engineering Centerની ટીમ સેંકડો વિશ્લેષકો, એન્જિનિયર, પૉલિસીના નિષ્ણાતો, સંશોધનકર્તાઓ અને અન્ય નિષ્ણાતોની બનેલી છે, જે બધાં મળીને ઇન્ટરનેટને બહેતર અને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહ્યાં છે.

Amanda Storey

"GSEC ડબલિન કે જે નિયમનકારો, પૉલિસી બનાવનારાઓ અને સંશોધનકર્તાઓ માટે અમે કન્ટેન્ટની સુરક્ષા કેવી રીતે કરીએ છીએ, એ સમજવાનું સરળ બનાવશે."

Amanda Storey

DIRECTOR OF TRUST & SAFETY

Helen O’Shea

"અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરનારા લોકોનું રક્ષણ કરવું, અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાંના અમારા ભાગીદારો અને સમુદાયોનો વિશ્વાસ હાંસલ કરવો તથા Googleને દુરુપયોગ તેમજ દોષી વ્યક્તિઓથી દૂર રાખવામાં સહાય કરવી એ જ અમારું મિશન છે."

Helen O’Shea

HEAD OF CONTENT RISK & COMPLIANCE

Mary Phelan

"અમારી વ્યવસ્થિત પ્રક્રિયાઓ ધરાવતું માળખું અમને નિષ્ણાતોના સ્ત્રોતમાંથી અધિકૃત માહિતી શોધવામાં લોકોને સહાય કરવાની મંજૂરી આપે છે તેમજ અમારા વપરાશકર્તાઓને સ્પષ્ટ રીતે ખતરનાક અને હાનિકારક કન્ટેન્ટથી સુરક્ષિત પણ રાખે છે."

Mary Phelan

DIRECTOR OF TRUST & SAFETY

Claire Lilleyનો ફોટો

"દરરોજ, અમારી ટીમ અમારા પ્લૅટફૉર્મ પર માહિતીના ઍક્સેસને સરળ કેવી રીતે બનાવવો, એ પ્રશ્નનો ઉકેલ લાવવા તેમજ એક જ સમયે આ પ્લૅટફૉર્મને અને તેનો ઉપયોગ કરનારા લોકોને દુરુપયોગ, ઑનલાઇન નુકસાન અને સંભવિત ઑફલાઇન નુકસાનથી સુરક્ષિત રાખવા માટે કામ કરે છે."

Claire Lilley

CHILD ABUSE ENFORCEMENT MANAGER

Brian Crowleyનો ફોટો

"GSEC મારફતે, નિયમનકારોને અમારી કન્ટેન્ટ મધ્યસ્થતા સિસ્ટમ અને અન્ય ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ માહિતીનો ઍક્સેસ મળી શકશે, જે સુરક્ષિત સ્થાનમાં વપરાશકર્તાની માહિતીની ગોપનીયતાને સંરક્ષણ પણ આપે છે."

Brian Crowley

DIRECTOR OF GLOBAL ADS AND CONTENT INVESTIGATIONS

Nuria Gómez Cadahíaનો ફોટો

"જ્યારે અમારાં પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ કન્ટેન્ટની વાત આવે, ત્યારે અમારી પ્રોડક્ટ્સ વડે લોકોનું અને વ્યવસાયોનું સંરક્ષણ કરવાની જવાબદારી અમારી છે અને તે નિભાવવા માટે અમારી પાસે સ્પષ્ટ, પારદર્શક પૉલિસીઓ અને પ્રક્રિયાઓ છે."

Nuria Gómez Cadahía

TECHNICAL PROGRAM MANAGER

Ollie Irwinનો ફોટો

"ડબલિન, અમારી ભરોસો અને સુરક્ષા આપનારી ટીમોનું આ પ્રદેશમાં એક હબ છે, જેમાં ઘણા જુદા જુદા પૉલિસી નિષ્ણાતો, વિશેષજ્ઞો અને એન્જિનિયર્સ શામેલ છે, જેઓ એકદમ નવી ટેક્નોલોજી અને કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને લોકોને ઑનલાઇન સુરક્ષા આપવા માટે કામ કરી રહ્યાં છે."

Ollie Irwin

STRATEGIC RISK MANAGER

Google Safety Engineering Centerમાં
પડદા પાછળ.

વિશ્વભરના વપરાશકર્તાઓની ઇન્ટરનેટ સુરક્ષા વિશેની ચિંતાઓ સમજવા માટે, અમે તેમની સાથે વાત કરીએ છીએ. ઑનલાઇન સલામતી બહેતર બનાવવામાં સહાય કરવા અમે એન્જિનિયરની અમારી ટીમને છૂટ, પ્રેરણા અને સપોર્ટ આપીએ છીએ, જેથી ઇન્ટરનેટ માટે જરૂરી આગલી જનરેશનના નિરાકરણો મેળવી શકાય.

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.