ઑનલાઇન દુનિયાને વધુ સુરક્ષિત
બનાવવામાં સહાય કરવી.
દરેક જણ માટે ટેક્નોલોજી બનાવવાનો અર્થ છે કે તેનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિની સુરક્ષા કરવી. અમે અમારા વપરાશકર્તાઓની સુરક્ષા કરે અને ઉદ્યોગને આગળ લઈ જાય તેવી પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત ટેક્નોલોજી બનાવવા અને શેર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
જેમ જેમ નવા જોખમો આવે અને વપરાશકર્તાની આવશ્યકતાઓ વિકસિત થાય, તેમ તેમ અમે અમારી બધી પ્રોડક્ટમાં, જોખમના દરેક લેવલ પર, દરેક વપરાશકર્તાની ખાનગી માહિતીની ઑટોમૅટિક રીતે સુરક્ષા કરવા માટે સતત નવીનતા લાવીએ છીએ.
ફેડરેટેડ લર્નિંગ
ઓછા ડેટા વડે ઉપયોગી પ્રોડક્ટ બનાવવી
ફેડરેટેડ લર્નિંગ એ સૌથી પહેલાં Googleમાં તૈયાર કરવામાં આવેલી ડેટા ઘટાડવા માટેની ટેક્નોલોજી છે, જે મશીન શિક્ષણ (ML)ની બુદ્ધિમતાને સીધી તમારા ડિવાઇસ પર લઈ આવે છે. આ નવો અભિગમ ML મૉડલને તાલીમ આપવા માટે અલગ-અલગ ડિવાઇસમાંની અનામીકરણ કરેલી માહિતીને સંયુક્ત રીતે જોડે છે. ફેડરેટેડ લર્નિંગ શક્ય હોય તેટલી વધુ વ્યક્તિગત માહિતીને તમારા ડિવાઇસમાં રાખીને તમારી પ્રાઇવસીની જાળવણી કરવામાં સહાય કરે છે.
વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ
Googleની સૌથી સશક્ત સુરક્ષા, તેમના માટે જેમને તેની સૌથી વધુ જરૂર હોય
વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ જે લોકોને લક્ષિત ઑનલાઇન હુમલાઓનું વધુ જોખમ હોય, તેમના વ્યક્તિગત Google એકાઉન્ટનું સંરક્ષણ કરે છે – જેમકે પત્રકારો, કાર્યકર્તાઓ, વ્યાવસાયિક આગેવાનો અને રાજકીય ઝુંબેશની ટીમ. જોખમોની વિશાળ શ્રેણી સામે આ પ્રોગ્રામ એકાઉન્ટની વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે અને નવા સંરક્ષણો ઉમેરવા માટે સતત વિકસિત થાય છે.
જેથી ઇન્ટરનેટને
દરેક જણ માટે વધુ સુરક્ષિત બનાવી શકાય.
માત્ર Google પ્રોડક્ટ અને સેવાઓની જ નહીં, પરંતુ સમગ્ર ઇન્ટરનેટની સુરક્ષાને સશક્ત બનાવીને, અમારા વપરાશકર્તાઓ જ્યારે પણ ઑનલાઇન હોય ત્યારે અમે તેમની સુરક્ષા કરવા માગીએ છીએ. અમે પ્રાઇવસી અને સુરક્ષા માટે દુનિયાની કેટલીક સૌથી વધુ અદ્યતન ટેક્નોલોજી બનાવીએ છીએ અને અન્ય લોકો તેને અપનાવી શકે તે માટે, સાર્વજનિક રીતે તેમાંથી ઘણી ટેક્નોલોજી શેર કરીએ છીએ.
HTTPS એન્ક્રિપ્શન
વિગતવાર એન્ક્રિપ્શન વડે વેબ પરની વિવિધ સાઇટની સુરક્ષા કરવામાં સહાય કરવી
HTTPS એન્ક્રિપ્શન વડે અમારી સેવાઓને ટેકો આપવો તે ખાતરી આપે છે કે તમે સાઇટથી સુરક્ષિત રીતે કનેક્ટ કરી શકો છો અને કોઈ વ્યક્તિ તમારી માહિતી આંતરી ન શકે તે રીતે, ક્રેડિટ કાર્ડ નંબર જેવી તમારી ખાનગી માહિતી દાખલ કરી શકો છો. અમારી સાઇટ અને સેવાઓ ડિફૉલ્ટ તરીકે આધુનિક HTTPS પ્રદાન કરે છે તેની ખાતરી કરવા માટે અમે રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને અમે તમામ ડેવલપરને સાધનો અને સંસાધનો પ્રદાન કરીને બાકીના વેબનું HTTPS પર સ્થાનાંતરણ કરવામાં પણ સહાય કરીશું.
લાક્ષણિક પ્રાઇવસી
લાક્ષણિક પ્રાઇવસી એ અનામીકરણની અદ્યતન ટેક્નોલોજી છે જે અમને અમારા વપરાશકર્તાઓના નામ જાહેર કર્યા વગર ડેટામાંથી જાણકારીઓ મેળવવા દે છે. અમે એક દશકથી વધુ સમય દુનિયાની સૌથી મોટી લાક્ષણિક પ્રાઇવસીના ઍલ્ગોરિધમની લાઇબ્રેરી બનાવવામાં પસાર કર્યો છે અને અમે લાઇબ્રેરીને ઓપન સૉર્સ તરીકે ઉપલબ્ધ કરાવી છે, જેથી સંસ્થાઓને તેમના ડેટા પર પ્રાઇવસીના તે જ સંરક્ષણો સરળતાથી લાગુ કરવામાં સહાય કરી શકાય.
ભવિષ્ય ડિઝાઇન કરવું.
એન્જિનિયરની અનુભવી ટીમના નેતૃત્વ હેઠળનું, Google Safety Engineering Center એ Googleના ઇન્ટરનેટ સુરક્ષા સંબધિત કામ માટેનું વૈશ્વિક હબ છે. સમસ્યા સમજીને, નિરાકરણો મેળવીને, અન્ય લોકોને ભાગીદાર બનાવીને અને વપરાશકર્તાઓને સર્વત્ર સશક્ત બનાવીને, અમે બધા લોકો માટે ઇન્ટનેટને બહેતર અને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ.