તમારી પ્રાઇવસીની સુરક્ષાની
શરૂઆત વિશ્વની
સૌથી અદ્યતન સુરક્ષા ટેક્નોલોજીથી થાય છે.
Googleની બધી પ્રોડક્ટને વિશ્વના સૌથી અદ્યતન સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શામેલ એક અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સતત સુરક્ષિત રાખવામાં આવે છે. આ બિલ્ટ-ઇન સુરક્ષા ઑટોમૅટિક રીતે ઑનલાઇન જોખમો શોધીને તેમને અટકાવે છે, જેથી તમને એ વાતનો વિશ્વાસ રહી શકે કે તમારી ખાનગી માહિતી સલામત છે.
અપડેટ કરેલી સુરક્ષા વડે
તમને ઑનલાઇન સલામત રાખવા.
એન્ક્રિપ્શન
ડેટાની આપ-લે થતી હોય એ દરમિયાન એન્ક્રિપ્શન, તેને ખાનગી અને સુરક્ષિત રાખે છે
એન્ક્રિપ્શનને કારણે અમારી સેવાઓની સુરક્ષા અને પ્રાઇવસી વધુ ઉચ્ચ સ્તરની બને છે. જ્યારે તમે ઇમેઇલ મોકલો, વીડિયો શેર કરો, વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા ફોટાનો સંગ્રહ કરો છો ત્યારે, તમે જે ડેટા બનાવો છો તે તમારા ડિવાઇસ, Google સેવાઓ અને અમારા ડેટા કેન્દ્રોની વચ્ચે આવતો જતો રહે છે. અમે આ ડેટાને HTTPS અને ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી જેવી અગ્રણી એન્ક્રિપ્શન ટેક્નોલોજી સહિત સુરક્ષાના એકથી વધુ સ્તરોથી સુરક્ષિત કરીએ છીએ.
સિક્યુરિટી અલર્ટ
સક્રિય સિક્યુરિટી અલર્ટ તમારી ખાનગી માહિતીની સુરક્ષા કરવામાં સહાય કરે છે
શંકાસ્પદ લૉગ ઇન અથવા દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટ, ફાઇલ કે ઍપ જેવું અમને કંઈક મળે અને અમને લાગે કે તેના વિશે તમને જાણ હોવી જોઈએ, તો અમે તમને સક્રિયપણે નોટિફિકેશન મોકલીશું અને તમારી સુરક્ષા વધુ મજબૂત કરવામાં તમારી સહાય માટે માર્ગદર્શન પ્રદાન કરીશું. ઉદાહરણ તરીકે, Gmail પર તમારી સુરક્ષાને જોખમમાં મૂકી શકે એવું જોડાણ તમે ડાઉનલોડ કરો એ પહેલાં અથવા જો કોઈ વ્યક્તિ તમારી સાથે સંકળાયેલું ન હોય એવા ડિવાઇસ પરથી તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરે, ત્યારે અમે તમને ચેતવણી આપીશું. જ્યારે અમને તમારા એકાઉન્ટમાં કંઈક શંકાસ્પદ મળે, ત્યારે અમે તમને તમારા ઇનબૉક્સમાં અથવા ફોનમાં નોટિફિકેશન મોકલીશું, જેથી તમે એક ક્લિકમાં તમારા એકાઉન્ટને સુરક્ષિત કરી શકો.
ખરાબ જાહેરાત બ્લૉક કરવી
દુર્ભાવનાપૂર્ણ અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો તમને પ્રભાવિત કરે તે પહેલાં તેમને બ્લૉક કરવી
માલવેર ધરાવતી જાહેરાતોને કારણે તમારા ઑનલાઇન અનુભવ પર અસર પડી શકે છે અને તમારી સુરક્ષા સાથે ચેડાં થઈ શકે છે, આવી જાહેરાતો તમે જોવાનો પ્રયાસ કરી રહ્યાં હો, એવા કન્ટેન્ટને કવર કરી લે છે, નકલી પ્રોડક્ટનો પ્રચાર કરે છે અથવા તો અમારી જાહેરાત પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે. અમે આ સમસ્યાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે લાઇવ રિવ્યૂઅર અને અત્યાધુનિક સૉફ્ટવેરના સંયોજનથી દર વર્ષે અબજો – પ્રતિ સેકન્ડ સરેરાશ 100 – ખરાબ જાહેરાતો બ્લૉક કરીએ છીએ. અમે તમને અપમાનજનક જાહેરાતોની જાણ કરવા માટેના સાધનો આપીએ છીએ અને તમને કેવા પ્રકારની જાહેરાતો દેખાય છે, તેના પર નિયંત્રણ પણ રાખીએ છીએ. સાથે જ અમે બધા માટે ઇન્ટરનેટને સલામત બનાવવામાં સહાય કરવા, સક્રિય રીતે અમારી સુરક્ષા સંબંધિત જાણકારી અને તેનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રકાશિત કરીએ છીએ.
ક્લાઉડ સુરક્ષા
અમારું ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 24/7 ડેટાનું રક્ષણ કરે છે
કસ્ટમ ડિઝાઇન કરેલા ડેટા કેન્દ્રોથી લઈને ખંડો વચ્ચે ડેટા ટ્રાન્સફર કરતા સમુદ્રની નીચેના ખાનગી કેબલ સુધી, અમે વિશ્વના સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરીએ છીએ. તમારા ડેટાને સુરક્ષિત રાખવા અને જરૂર હોય ત્યારે તેને ઉપલબ્ધ કરાવવા માટે, તેનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. એટલું જ નહીં, જો કોઈ વિક્ષેપ આવે તો પ્લૅટફૉર્મની સેવાઓ ઑટોમૅટિક રીતે અને ઝટપટ એક સુવિધામાંથી બીજી સુવિધામાં શિફ્ટ થઈ શકે છે, જેથી વિક્ષેપ વગર આ સેવાઓ સતત ચાલુ રહી શકે.
પ્રમાણીકરણના ટૂલ
તમારા બધા ઑનલાઇન એકાઉન્ટ માટે વધુ સલામત સાઇન ઇન
ઑનલાઇન એકાઉન્ટ મહત્ત્વપૂર્ણ તેમજ મનગમતી સેવાઓનો ઍક્સેસ પ્રદાન કરે છે, પણ આજની તારીખમાં તેમાં સાઇન ઇન કરવામાં સુરક્ષા સંબંધિત સૌથી મોટું જોખમ પણ રહેલું છે. ડેટા ઉલ્લંઘનોમાં, દરરોજ લાખો પાસવર્ડ જાહેર થાય છે, જે તમારી ખાનગી માહિતીને જોખમમાં મૂકી શકે છે.
પ્રમાણીકરણ માટેના અમારા બિલ્ટ-ઇન ટૂલ તમને ગમતી ઍપ અને સેવાઓમાં ઝડપથી અને સુરક્ષિત રીતે સાઇન ઇન કરવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરેલા છે.
તે પ્રોડક્ટને અમે સુરક્ષિત કરીએ છીએ.
-
Gmail શંકાસ્પદ ઇમેઇલ સામે તમારું રક્ષણ
કરે છે અને તમને જોખમ વિશે અલર્ટ કરે છેમોટે ભાગે માલવેર અને ફિશિંગ હુમલાઓની શરૂઆત ઇમેઇલથી થાય છે. Gmail તમને કોઈપણ અન્ય ઇમેઇલ સેવા કરતાં વધુ સારી રીતે સ્પામ, ફિશિંગ અને માલવેરથી સુરક્ષિત કરે છે. મશીન શિક્ષણ અને કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને, Gmail વપરાશકર્તાઓ દ્વારા સ્પામ તરીકે માર્ક કરવામાં આવેલા ઇમેઇલની લાક્ષણિકતાઓની ઓળખ કરવા માટે અબજો સંદેશામાંથી અલગ કરવામાં આવેલા પૅટર્નનું વિશ્લેષણ કરે છે અને પછી શંકાસ્પદ અથવા ભયજનક ઇમેઇલ તમારા સુધી પહોંચે એ પહેલાં જ તે માર્કરનો ઉપયોગ કરીને તેમને 99.9% બ્લૉક કરે છે.
-
ઑટોમૅટિક Chrome અપડેટ માલવેર અને છેતરામણી
સાઇટ સામે તમારું રક્ષણ કરે છેસુરક્ષા ટેક્નોલોજી હંમેશાં બદલાતી રહે છે, જેથી Chrome તમે ઉપયોગ કરી રહ્યાં છો તે બ્રાઉઝરનું વર્ઝન અપ ટૂ ડેટ છે તેની ખાતરી કરવા માટે નિયમિત ચેક કરતું રહે છે. આમાં સુરક્ષાના સ્તરે થયેલા નવીનતમ સુધારા ઉપરાંત માલવેર અને છેતરામણી સાઇટ સામે સુરક્ષા શામેલ છે. એટલું જ નહીં, તે ઑટોમૅટિક રીતે અપડેટ થઈ શકે છે, તેથી Chromeની નવીનતમ સુરક્ષા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષિત રહેવું સરળ છે.
-
Google Play Protect વડે તમારા
Android ડિવાઇસ, ઍપ અને ડેટાને સુરક્ષિત રાખવાGoogle Play Protect તમારા Android ડિવાઇસમાં બિલ્ટ-ઇન છે અને તમારા ડિવાઇસ, ડેટા તેમજ ઍપને સુરક્ષિત રાખવા માટે ઑપરેટિંગ સિસ્ટમની સાથે બૅકગ્રાઉન્ડમાં સતત કાર્ય કરે છે. અમે દરરોજ Android ફોનમાં આવેલી ઍપને ઑટોમૅટિક રીતે સ્કૅન કરીએ છીએ અને નુકસાન પહોંચાડે એવી ઍપ ડિવાઇસ સુધી પહોંચે એ પહેલાં જ તેમને રોકવાનું કામ કરીએ છીએ. આ જ કારણ છે કે Google Play Protect, મોબાઇલને જોખમથી સુરક્ષિત રાખવા માટેની વિશ્વમાં સૌથી વ્યાપક રૂપે વપરાતી સેવા છે.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણોતમારા માટે યોગ્ય હોય એવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરો.
-
ડેટાના નિયમોઅમે જવાબદારીભર્યા ડેટાના નિયમો વડે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ, તેના વિશે વધુ જાણો.
-
સુરક્ષા વિશે ટિપઑનલાઇન સલામત રહેવા માટે ઝડપી ટિપ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધો.
-
જાહેરાતો અને ડેટાઅમારા પ્લૅટફૉર્મ પર તમે જે જાહેરાતો જુઓ છો, તેના વિશે વધુ જાણો.