Googleની દરેક પ્રોડક્ટને
સલામતી માટે બનાવવામાં આવી છે.
દરરોજ, અબજો લોકો વિશ્વસનીય માહિતી શોધવા, તેમના નિર્ધારિત સ્થાન પર પહોંચવા, પ્રિયજનો સાથે કનેક્ટ થવા અને વધુ કાર્યો કરવા માટે Googleનો ઉપયોગ કરે છે. જ્યારે તમે અમારી પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી એ અમારી જવાબદારી છે.
સુરક્ષિત અને સલામત રીતે.
-
સલામત, ઉચ્ચ ક્વૉલિટીના પરિણામો
ઉચ્ચ ક્વૉલિટીના કન્ટેન્ટનું વચન આપીને તેને પૂરું ન કરતી સાઇટ અથવા વપરાશકર્તાઓ માટે હાનિકારક સાબિત થઈ શકે તેવી યુક્તિઓનો ઉપયોગ કરતી સાઇટ જેવા વેબ સ્પામ નહીં પણ તમને ઉચ્ચ ક્વૉલિટીના સહાયરૂપ શોધ પરિણામો જોવા મળે તેની ખાતરી કરવા માટે અમે શક્ય તેટલા વધુ પ્રયાસો કરીએ છીએ. અમે સ્પામ સામે લડતી ટેક્નોલોજીને સતત બહેતર બનાવી રહ્યાં છીએ અને ઉચ્ચ ક્વૉલિટીના વધુ સલામત વેબને સપોર્ટ કરવા માટે, Googleની બહારના લોકો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
-
તમે કરેલી શોધ સુરક્ષિત છે
google.com પર અને Google appમાં કરેલી તમામ શોધને ડિફૉલ્ટ તરીકે એન્ક્રિપ્ટ કરવામાં આવે છે જેથી તમે કરેલી શોધ સુરક્ષિત રહે.
-
વાપરવામાં સરળ એવા પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
અમે તમારા શોધ ઇતિહાસને સુરક્ષિત રાખીએ છીએ અને પ્રાઇવસીને લગતાં નિયંત્રણો વડે તમારા એકાઉન્ટમાંથી તેને રિવ્યૂ કરવાનું અને ડિલીટ કરવાનું, તમારા માટે સરળ બનાવીએ છીએ.
-
સામગ્રી સુરક્ષા માટે નિયંત્રણો
તમે જે શોધી રહ્યાં છો તે મેળવવામાં તમને સહાય કરવા માટે Search બનાવવામાં આવ્યું છે. તમે સલામત શોધનો વિકલ્પ પસંદ કરીને સુરક્ષાનું સ્તર ઉમેરી શકો છો, જે જાતીય રૂપે અયોગ્ય પરિણામોને ફિલ્ટર કરવામાં સહાય કરી શકે છે.
-
Google એપ્લિકેશન વડે છુપા મોડમાં શોધો
iOS માટે Google એપમાં છૂપી વિન્ડોનું ફીચર હોય છે. હોમસ્ક્રીન પર ટેપ કરી તમે તેનો ઉપયોગ કરી શકો છો.
ખાનગી માહિતીને સલામત રાખે છે.
-
ફિશિંગ સામે સશક્ત સુરક્ષા
ઇમેઇલની સાથે ઘણા માલવેર અને ફિશિંગના હુમલા શરૂ થઈ જાય છે. Gmail 99.9%થી વધુ પ્રમાણમાં સ્પામ, ફિશિંગના પ્રયાસો અને માલવેર જેવા સ્કૅમને તમારા સુધી પહોંચતા બ્લૉક કરે છે.
-
એકાઉન્ટની સલામતી
અમે સલામતીના વિવિધ સિગ્નલનું નિરીક્ષણ કરીને તમારા એકાઉન્ટને શંકાસ્પદ લૉગ ઇન અને અનધિકૃત પ્રવૃત્તિથી સુરક્ષિત કરીએ છે. લક્ષિત હુમલાનું સૌથી વધુ જોખમ ધરાવતા એકાઉન્ટ માટે અમે વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ પણ ઑફર કરીએ છીએ.
-
ઇમેઇલ એન્ક્રિપ્શન
Google ઇન્ફ્રાસ્ટ્રકચરમાં, સંદેશા સ્થિર હોવા પર અને ડેટા કેન્દ્રો વચ્ચે તેની આપલે થતી હોય ત્યારે એન્ક્રિપ્ટેડ હોય છે. જ્યારે શક્ય હોય ત્યારે ત્રીજા પક્ષ પ્રદાતાઓને મોકલવામાં આવતા સંદેશા ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી વડે અથવા કન્ફિગ્યુરેશન અનુસાર જરૂરી હોય એ મુજબ એન્ક્રિપ્ટેડ હોય છે.
-
ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત
જ્યારે તમે Chromeનો ઉપયોગ કરો, ત્યારે Safe Browsing અને સૅન્ડબૉક્સિંગ જેવી બિલ્ટ-ઇન સુરક્ષા તથા અન્ય ઉત્કૃષ્ટ ટેક્નોલોજી તમને જોખમી સાઇટ, માલવેર અને જોખમોથી સુરક્ષિત રાખે છે.
-
ઑટોમૅટિક સુરક્ષા અપડેટ
Chrome દર છ અઠવાડિયે ઑટોમૅટિક રીતે અપડેટ થઈ શકે છે, જેથી તમારી પાસે એકદમ નવી સુરક્ષા સુવિધાઓ અને સુધારા હોય, તમારે કોઈ પગલું લેવાની જરૂર નથી.
-
સશક્ત અને વિશેષ પાસવર્ડ
તમારા તમામ એકાઉન્ટને વધુ સુરક્ષિત રાખવા માટે, Chrome સશક્ત અને વિશેષ પાસવર્ડ બનાવવામાં સહાય કરી શકે છે અને તમે વેબ બ્રાઉઝ કરો ત્યારે તમામ ડિવાઇસ પરથી તેને તમારા માટે ભરી કરી શકે છે.
-
છૂપો મોડ
Chromeમાંનો છૂપો મોડ તમારી પ્રવૃત્તિને તમારા બ્રાઉઝર અથવા તમારા ડિવાઇસમાં સાચવ્યા વિના, તમને ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાની પસંદગી આપે છે.
તમારી પ્રાઇવસીનું નિયંત્રણ કરો.
-
છૂપો મોડ
છૂપા મોડમાં Mapsનો ઉપયોગ કરો અને તમારી પ્રવૃત્તિને તમારા ડિવાઇસમાં સાચવવામાં આવશે નહીં. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરીને Mapsમાં સરળતાથી છૂપો મોડ ચાલુ કરો તથા રેસ્ટોરન્ટના સુઝાવો અને તમને અનુરૂપ હોય તેવી સુવિધાઓ સહિત વધુ મનગમતો અનુભવ મેળવવા માટે તેને કોઈપણ સમયે બંધ કરો.
-
ઍક્સેસમાં સરળ એવા પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
તમારો ડેટા જોવા અને મેનેજ કરવા માટે, “તમારો Mapsનો ડેટા” વડે તમે તમારો સ્થાન ઇતિહાસ અને પ્રાઇવસીને લગતાં અન્ય નિયંત્રણો સરળતાથી ઍક્સેસ કરી શકો છો.
તમારા નિયંત્રણમાં છે.
-
જાહેરાત સેટિંગ
અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને પણ વેચતા નથી. અમે જાહેરાત સેટિંગ પણ પ્રદાન કરીએ છીએ જેથી તમે જે જાહેરાતો જુઓ છો તેનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકો અને તમારા જાહેરાત સેટિંગમાં રુચિ મુજબ જાહેરાતને બંધ કરી શકો.
-
છૂપો મોડ
જ્યારે YouTubeમાં છૂપો મોડ ચાલુ હોય, ત્યારે તમે જુઓ છો તે વીડિયો જેવી તમારી પ્રવૃત્તિને તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવશે નહીં અથવા તમારા જોવાયાના ઇતિહાસમાં શામેલ કરવામાં આવશે નહીં.
-
વાપરવામાં સરળ એવા પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
તમારો YouTube ઇતિહાસ તમારા અનુભવને બહેતર બનાવી શકે છે અને કન્ટેન્ટના સુઝાવો ડિલિવર કરી શકે છે. તમારો YouTube ઇતિહાસ કેટલો સમય રાખવો તે નક્કી કરો અથવા “તમારો YouTubeનો ડેટા”માં જઈને તેને સંપૂર્ણપણે બંધ કરો.
સુરક્ષિત ઘર.
-
તમારી માહિતી સુરક્ષિત રાખવી
તમે Google Photos પર બૅકઅપ લીધેલી યાદગીરીઓને અમે વિશ્વના સૌથી અદ્યતન સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શામેલ એક અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સુરક્ષિત રાખીએ છીએ. તમારા ડિવાઇસ, Googleની સેવાઓ અને અમારા ડેટા કેન્દ્રો વચ્ચે તમારી માહિતીના સ્થાનાંતરણ દરમિયાન અમે તેને પણ એન્ક્રિપ્ટ કરીએ છીએ.
-
ડેટાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો
Google Photos તમારા ફોટા, વીડિયો અથવા વ્યક્તિગત માહિતી કોઈને વેચતું નથી અને અમે જાહેરાત માટે તમારા ફોટા અને વીડિયોનો ઉપયોગ કરતા નથી. ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ જેવી સુવિધાઓ તમારા ફોટા શોધવા અને મેનેજ કરવાનું સરળ બનાવે છે. તેમ છતાં, ચહેરાના ગ્રૂપ અને લેબલ માત્ર તમે જ જોઈ શકશો અને અમે સામાન્ય હેતુ માટેની ચહેરાની ઓળખ સુવિધા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ કરાવતા નથી.
-
તમને નિયંત્રણ આપવું
અમે વાપરવામાં સરળ હોય એવા સાધનો બનાવીએ છીએ કે જે તમારો Google Photos અનુભવ તમારા નિયંત્રણ હેઠળ રહે તે માટે તમને સહાય કરે. તમે જે ફોટાને ક્લાઉડમાં સ્ટોર કરવા માગતા હો, તેનું પસંદગી મુજબ બૅકઅપ લઈ શકો છો, તમારા ફોટા સુરક્ષિત રીતે શેર કરી શકો છો, ચહેરાના ગ્રૂપ અને લેબલને તમારા એકાઉન્ટમાંથી ડિલીટ કરવા માટે તેને બંધ કરી શકો છો તથા સ્થાનની માહિતીમાં ફેરફારો કરી શકો છો.
Pixel સુરક્ષિત રાખે છે.
-
ઑન-ડિવાઇસ ઇન્ટેલિજન્સ
તમારા વધુ ડેટાને તમારા ડિવાઇસમાં જ રાખે તેવી, મશીન શિક્ષણ (ML)નો ઉપયોગ કરવાની નવી રીતોના અમે પ્રણેતા રહ્યાં છીએ. ફેડરેટેડ લર્નિંગ એ નવો અભિગમ છે જે અલગ અલગ ડિવાઇસમાંથી અનામીકરણ કરેલી માહિતીનું સંયોજન કરે છે જેથી ML મૉડલને તાલીમ આપી શકાય, જે કોઈપણ વિશે વ્યક્તિગત રીતે જાણ્યા વિના અમને પ્રત્યેક પાસેથી જાણવામાં સહાય કરે છે. વધુ સહાયરૂપ પ્રોડક્ટ અને સેવાઓ બનાવતી વખતે, ફેડરેટેડ લર્નિંગ તમારી પ્રાઇવસી જાળવી રાખવામાં સહાય કરે છે.
-
Titan™ M ચિપ
જે સુરક્ષા ચિપ Google Cloud ડેટા કેન્દ્રોને સુરક્ષિત રાખે છે, તે જ ચિપ તમારી સૌથી વધુ સંવેદનશીલ માહિતીને પણ સુરક્ષિત રાખે છે. આમાં પાસકોડની સુરક્ષા, એન્ક્રિપ્શન અને વ્યવહારની સુરક્ષા શામેલ છે.
-
ઑટોમૅટિક OS અપડેટ
Pixel સાથે, તમને ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે એકદમ નવી OS અને સુરક્ષા અપડેટ ઑટોમૅટિક રીતે મળે છે.1 આ તમને 'સુરક્ષાને વધુ સારી બનાવવા માટેના સાધનો'ની નવી સુવિધાઓ અને લાભ તરત જ ઍક્સેસ કરવામાં સહાય કરે છે.
1 યુ.એસ.માં Google Store પર ડિવાઇસ પહેલી વાર ઉપલબ્ધ થયું, ત્યારથી ઓછામાં ઓછા 3 વર્ષ માટે Android વર્ઝન અપડેટ. વિગતો માટે g.co/pixel/updates જુઓ.
પ્રાઇવસી માટે બનાવવામાં આવ્યું છે.
-
સ્ટેન્ડબાય મોડમાં ચાલુ થાય છે
જ્યાં સુધી Google Assistant દ્વારા “Ok Google” જેવું કંઈક સાંભળવામાં ન આવે, ત્યાં સુધી સ્ટેન્ડબાય મોડમાં જ રહેવા માટે તેની રચના કરવામાં આવી છે. સ્ટેન્ડબાય મોડમાં હોય, ત્યારે તમારું Assistant તમે જે પણ બોલો તે Googleને અથવા અન્ય કોઈને મોકલતું નથી.
એકવાર Google Assistant સક્રિયતાની કોઈ ભાળ મેળવે, એટલે તે સ્ટેન્ડબાય મોડમાંથી બહાર નીકળશે તેમજ તમારી વિનંતીને Googleના સર્વર પર મોકલશે. “Ok Google” જેવો સંભળાતો કોઈ અવાજ અથવા તો કોઈ અકારણ મેન્યુઅલ સક્રિયતાને કારણે પણ આમ બની શકે છે.
-
પ્રાઇવસી માટે બનાવેલું
ડિફૉલ્ટ તરીકે, અમે તમારા Google Assistantના ઑડિયો રેકોર્ડિંગ જાળવી રાખતા નથી. તમારા ડેટાને કારણે Google Assistantની ખાસ તમારા માટે કામ કરવાની રીત વિશે વધુ જાણવા માટે, “Google Assistantમાં તમારો ડેટા”ની મુલાકાત લો.
-
વાપરવામાં સરળ એવા પ્રાઇવસીને લગતા નિયંત્રણો
કઈ ક્રિયાપ્રતિક્રિયાઓ સચવાય તેનું નિયંત્રણ કરવા માટે, બસ “Ok Google, મેં આ અઠવાડિયે જે કહ્યું હોય તે ડિલીટ કરો” જેવું કશું કહો અને Google Assistant “મારી પ્રવૃત્તિ”માંની એ બધી ક્રિયાપ્રતિક્રિયાઓ ડિલીટ કરશે.
સુરક્ષા કરવા માટે બનાવવામાં આવ્યું છે.
-
Google Play Protect
તમારી ઍપ સલામત છે તેની ખાતરી કરવા માટે, Google Play Protect તમારી ઍપને ઑટોમૅટિક રીતે સ્કૅન કરે છે. જો તમે કોઈ ખરાબ ઍપના સંપર્કમાં આવો, તો અમે ઝડપથી તમને અલર્ટ કરીશું અને તમારા ડિવાઇસ પરથી ઍપ કાઢી નાખવાની રીત વિશે તમને સૂચના આપીશું.
-
ઍપ પરવાનગીઓ
તમે ડાઉનલોડ કરેલી ઍપ તેની કાર્યક્ષમતાને વધુ ઉપયોગી બનાવવા માટે, તમારા ડિવાઇસ પરના ડેટાનો ઉપયોગ કરે છે. ઍપ પરવાનગીઓ તમને એ બાબતનો નિયંત્રણ આપે છે કે ઍપ તમારા ડિવાઇસ પરથી સંપર્કો, ફોટા અને સ્થાન જેવો વિવિધ પ્રકારોનો ડેટા ઍક્સેસ કરી શકે કે નહીં અને ક્યારે કરી શકે.
-
ફિશિંગ સામે સુરક્ષા
જ્યારે કોઈ વ્યક્તિ તમને છેતરીને તમારી પાસેથી તમારી ખાનગી માહિતી મેળવવાનો પ્રયાસ કરે, ત્યારે ફિશિંગ થયું કહેવાય. Android તમને સ્પામર વિશે અલર્ટ કરે છે અને ક્યારેય પણ ફોન ઉપાડતા પહેલાં કોણ કૉલ કરી રહ્યું છે તે પૂછવાની સુવિધા તમને કૉલ સ્ક્રીન આપે છે.
વધુ સુરક્ષિત પદ્ધતિ.
-
દરેક ખરીદી પહેલાં પ્રમાણીકરણ કરો
જ્યારે તમારું ડિવાઇસ તમારી ફિંગરપ્રિન્ટ, પૅટર્ન અથવા પિન વડે અનલૉક કર્યું હોય, માત્ર ત્યારે જ Google Pay કામ કરે છે* જેથી માત્ર તમે જ તમારા ફોન વડે ચુકવણી કરી શકો.
*અનલૉક કરવા માટેની જરૂરી શરતો દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે.
-
તમારા કાર્ડની વિગતો શેર કરવામાં આવતી નથી
તમારું કાર્ડ સ્વાઇપ કરીને ચુકવણી કરવા કરતાં ટૅપ કરીને ચુકવણી કરવી વધુ સુરક્ષિત હોય છે, કારણ કે વેપારીઓને તમારો વાસ્તવિક કાર્ડ નંબર મળતો નથી. Google Pay વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરે છે, જે તમારી ચુકવણી સંબંધિત માહિતી સુરક્ષિત રાખે છે.
-
ગમે ત્યાંથી તમારો ફોન લૉક કરો
જો તમારો ફોન ક્યારેય ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, તો તેને રિમોટલી લૉક કરવા, તમારા Google એકાઉન્ટમાંથી લૉગ આઉટ કરવા અથવા તમારો ડેટા સંપૂર્ણપણે કાઢી નાખવા માટે તમે Google Find My Deviceનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારા સિવાય કોઈ વ્યક્તિ ચુકવણીઓ કરી શકે નહીં.
-
સલામતીની સુવિધાઓ ડિફૉલ્ટ તરીકે ચાલુ
મીટિંગને સલામત રાખવા માટે, Google Meetમાં ડિફૉલ્ટ તરીકે ચાલુ રહેતી દુરુપયોગ-વિરોધી સુવિધાઓ અને મીટિંગના સુરક્ષિત નિયંત્રણો હોય છે અને સિક્યુરિટી કી સહિત બે-પગલાની ચકાસણીના એકથી વધુ વિકલ્પોને તે સપોર્ટ કરે છે.
-
ડેટાની આપ-લે થતી હોય એ દરમિયાન ડિફૉલ્ટ તરીકે એન્ક્રિપ્શન ચાલુ
ડેટાની આપ-લે થતી હોય એ દરમિયાન તમામ વીડિયો મીટિંગ એન્ક્રિપ્ટેડ હોય છે. Meet ડેટાગ્રામ ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી (DTLS) માટેના IETF સુરક્ષા માનકોનું પાલન કરે છે.
-
ઉપયોગમાં લેવાની સરળ સુરક્ષિત રીત
વેબ પર Meetનો ઉપયોગ કરવા માટે અમને પ્લગ-ઇનની કોઈ જરૂર નથી. Chrome અને અન્ય બ્રાઉઝરમાં તે સંપૂર્ણપણે કામ કરે છે, તેથી તે સુરક્ષા સંબંધિત જોખમો પ્રત્યે ઓછું સંવેદનશીલ છે. મોબાઇલ પર, તમે Google Meet ઍપ ઇન્સ્ટૉલ કરી શકો છો.
એ ખાનગી ઘર છે.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
અમારા ડિસ્પ્લે અને સ્પીકરમાં માઇક્રોફોન મ્યૂટ કરવાની વાસ્તવિક સ્વિચ હોય છે અને તમે કોઈપણ સમયે તમારા Google એકાઉન્ટ સાથે સ્ટોર કરવામાં આવેલો ઑડિયો અને વીડિયો ડેટા ઍક્સેસ, રિવ્યૂ અને ડિલીટ કરવા સહિત તમારો ડેટા મેનેજ કરી શકો છો.
-
સેન્સરની પારદર્શિતા
અમારી પ્રોડક્ટમાં કયા સેન્સર છે અને તે કેવી રીતે કામ કરે છે તેની અમે તમને જાણ કરીએ છીએ. તમામ ઑડિયો, વીડિયો આસપાસના વાતાવરણ સંબંધિત અને ઍક્ટિવિટી સેન્સરને ચાલુ કર્યા હોય કે નહીં, અમે તેને અમારા ડિવાઇસના ટેક્નિકલ વર્ણનોની સૂચિમાં શામેલ કરીએ છીએ. અમારી સેન્સર વિશેની અમારી માર્ગદર્શિકા વર્ણન કરે છે કે આ સેન્સર કયા પ્રકારોનો ડેટા Googleને મોકલે છે અને આ ડેટાનો ઉપયોગ કરવાની રીતના ઉદાહરણો તેમાં શામેલ છે.
-
ડેટાનો જવાબદારીપૂર્વક ઉપયોગ
ઘરને વધુ સહાયરૂપ બનાવવા માટે, Google Nest ડિવાઇસને બનાવવામાં આવ્યા છે. સહાયરૂપ સુવિધાઓ અને સેવાઓ ચાલુ કરવા માટે, અમારા ડિવાઇસમાંના વીડિયો, ઑડિયો અને આસપાસના વાતાવરણ પર આધારિત સેન્સરના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. અમે અહીં વર્ણન કર્યું છે કે અમે આ ડેટાને રુચિ મુજબ જાહેરાતથી કેવી રીતે અલગ રાખીશું.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
સુરક્ષા અને પ્રાઇવસીGoogle કેવી રીતે તમારી ખાનગી માહિતીની સુરક્ષા કરે છે અને તમને નિયંત્રણ આપે છે તે જાણો.
-
પારિવારિક સલામતીતમારા પરિવાર માટે ઑનલાઇન શું યોગ્ય છે તે મેનેજ કરવામાં Google તમને કેવી રીતે સહાય કરે છે તે જાણો.
-
સાઇબર સિક્યુરિટીમાં વિકાસવિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.