પ્રાઇવસીને લગતાં સાધનો, જેમનું
નિયંત્રણ તમારી પાસે રહે છે.
જ્યારે પ્રાઇવસીની વાત આવે, ત્યારે અમને ખબર છે કે બધા માટે સમાન નિયમ લાગુ ન પડે. તેથી જ અમે સરળતાથી ઉપયોગ કરી શકાય એવા નિયંત્રણો બનાવ્યા છે, જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરી શકો છો.
Google એકાઉન્ટ
વાપરવામાં સરળ એવા પ્રાઇવસી સેટિંગ, બધું એક જ સ્થાને
તમે તમારા Google એકાઉન્ટમાં મહત્ત્વપૂર્ણ માહિતી, પ્રાઇવસી અને સુરક્ષાના સેટિંગ જેવી બધી સુવિધાઓ શોધી શકો છો. અમે 'ડૅશબોર્ડ' અને 'મારી પ્રવૃત્તિ' જેવા વાપરવામાં સરળ ટૂલ બનાવ્યા છે, જે તમને Googleની બધી સેવાઓમાંની તમારી પ્રવૃત્તિમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા વિશે પારદર્શકતા આપે છે. સાથે જ ઍક્ટિવિટી કન્ટ્રોલ અને મારા જાહેરાત કેન્દ્ર જેવા પ્રાઇવસીને લગતા પ્રભાવશાળી નિયંત્રણો પણ હોય છે, જે તમને Googleની બધી સેવાઓ તમારા માટે કેવી રીતે વધુ સારી રીતે કાર્ય કરી શકે તે નક્કી કરવા માટે ડેટા એકત્ર કરવાનું અને તેનો ઉપયોગ કરવાનું ચાલુ કે બંધ કરવાની મંજૂરી આપે છે.
તમારા મુખ્ય પ્રાઇવસી સેટિંગનો ઝડપથી ઍક્સેસ કરો
Search, Maps, YouTube, Gmail અને Assistant જેવી અમારી સૌથી લોકપ્રિય સેવાઓમાં તમારું Google એકાઉન્ટ શોધવું હંમેશાં સરળ હોય છે. બસ તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો અને તમારા એકાઉન્ટની લિંક અનુસરો.
કયો ડેટા સાચવવામાં આવે તે નિયંત્રિત કરો
ઍક્ટિવિટી કન્ટ્રોલ
કયો ડેટા સાચવવામાં આવે, તે નિયંત્રિત કરો
ઍક્ટિવિટી કન્ટ્રોલનો ઉપયોગ કરીને, તમે એ નક્કી કરી શકો છો કે Googleની બધી સેવાઓમાં તમારો અનુભવ મનગમતો બનાવવા માટે તમારા એકાઉન્ટ સાથે કયા પ્રકારની પ્રવૃત્તિ સાંકળવામાં આવે. તમે તમારા એકાઉન્ટમાં તમારી શોધ અને બ્રાઉઝિંગ પ્રવૃત્તિ, YouTube ઇતિહાસ અથવા સ્થાન ઇતિહાસ જેવો અમુક ચોક્કસ પ્રકારનો ડેટા સાચવવાનું થોભાવી શકો છો.
ઍક્ટિવિટી કન્ટ્રોલ પર જાઓઑટોમૅટિક રીતે ડિલીટ કરો
તમારા ડેટાને 'ઑટોમૅટિક રીતે ડિલીટ કરો' પર સેટ કરો
તમને હજી વધુ નિયંત્રણ આપવા માટે ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાના સેટિંગ, તમે તમારો પ્રવૃત્તિનો ડેટા કેટલો સમય રાખવા માગો છો તેની સમય મર્યાદા તમને પસંદ કરવા દે છે. તમે જે સમય મર્યાદા પસંદ કરો, તેનાથી જૂનો ડેટા તમારા એકાઉન્ટમાંથી સતત અને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવશે. તમે સરળતાથી આ સેટિંગ લાગુ કરીને નિશ્ચિંત રહી શકો છો, જોકે તમે ગમે ત્યારે પાછા જઈ શકો છો અને કોઈપણ સમયે આ સેટિંગ અપડેટ કરી શકો છો.
તમારી પ્રવૃત્તિને ઑટોમૅટિક રીતે ડિલીટ કરોમારી પ્રવૃત્તિ
તમારા એકાઉન્ટમાંથી કોઈપણ સમયે ડેટા ડિલીટ કરો
'મારી પ્રવૃત્તિ' એ એવું કેન્દ્ર સ્થાન છે કે જ્યાં તમે અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે શોધેલી, જોયેલી અને માણેલી બધી વસ્તુઓ મેળવી શકો છો. તમારી પહેલાંની ઑનલાઇન પ્રવૃત્તિ યાદ કરવાનું સરળ બનાવવા માટે, અમે તમને વિષય, તારીખ અને પ્રોડક્ટ અનુસાર શોધ ચલાવવા માટે સાધનો આપીએ છીએ. તમે જેને તમારા એકાઉન્ટ સાથે સાંકળવા ન માગતા હો તેવી ચોક્ક્સ પ્રવૃત્તિઓ અથવા સમગ્ર વિષયોને પણ કાયમ માટે ડિલીટ કરી શકો છો.
મારી પ્રવૃત્તિ પર જાઓહોય એવા પ્રાઇવસી સેટિંગ પસંદ કરો.
પ્રાઇવસી ચેકઅપ
પ્રાઇવસી ચેકઅપ કરાવો
માત્ર થોડી જ મિનિટોમાં, તમે તમારા Google એકાઉન્ટમાં કયા પ્રકારનો ડેટા સાચવવામાં આવે તે પસંદ કરી શકો છો, તમે મિત્રો સાથે શેર કરો છો અથવા સાર્વજનિક કરો છો તે માહિતીને અપડેટ કરી શકો છો અને તમે ઇચ્છો છો કે અમે તમને બતાવીએ એવી જાહેરાતોના પ્રકારો ગોઠવી શકો છો. તમે આ સેટિંગમાં જેટલી વાર ઇચ્છો એટલી વાર ફેરફાર કરી શકો છો અને નિયમિત રિમાઇન્ડર મેળવવાનું પણ પસંદ કરી શકો છો.
એ ઍપમાંથી
તમારી પ્રાઇવસીને નિયંત્રિત કરો.
છૂપો મોડ
Chrome, Search, YouTube અને Mapsમાં છૂપો મોડ ચાલુ કરો
છૂપો મોડ પહેલી વાર Chromeમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ત્યાર પછીથી આ સુવિધા અમારી સૌથી લોકપ્રિય ઍપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. YouTube, iOS પર Search અને Mapsમાં, છૂપો મોડ સરળતાથી ચાલુ અથવા બંધ કરવા માટે, બસ તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો. જ્યારે તમે Maps અને YouTubeમાં છૂપો મોડ ચાલુ કરો, ત્યારે તમારા દ્વારા શોધવામાં આવેલા સ્થાનો અને જોવામાં આવેલા વીડિયો જેવી તમારી પ્રવૃત્તિ તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવશે નહીં. એક વાર તમે બધી છૂપી વિન્ડો બંધ કરો, પછી છૂપા મોડના સત્રમાંનો તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ અને કુકી Chromeમાંથી ડિલીટ કરવામાં આવે છે.
આમાંનો તમારો ડેટા
તમારા ડેટાને સીધા તમારી ઍપથી નિયંત્રિત કરો
તમે દરરોજ ઉપયોગ કરતા હો, એવી Googleની સેવાઓમાંના તમારા ડેટા વિશે સીધો નિર્ણય લેવાનું અમે તમારા માટે વધુ સરળ બનાવ્યું છે. ઉદાહરણ તરીકે, Searchમાંથી બહાર નીકળ્યા વગર જ તમે તમારી તાજેતરની શોધ પ્રવૃત્તિનો રિવ્યૂ કરી શકો છો અને તેને ડિલીટ કરી શકો છો, તમારા Google એકાઉન્ટમાંથી પ્રાઇવસીને લગતાં સુસંગત નિયંત્રણોનો ઝડપી ઍક્સેસ મેળવી શકો છો અને તમારા ડેટા સાથે Search કેવી રીતે કામ કરે છે, તેના વિશે વધુ જાણી શકો છો. તમે Search, Maps અને Google Assistantમાં આ નિયંત્રણો ઍક્સેસ કરી શકો છો.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
બિલ્ટ-ઇન સુરક્ષાસુરક્ષા સંરક્ષણની અમારી ઑટોમૅટિક સુવિધાઓ વિશે વધુ જાણો.
-
ડેટાના નિયમોઅમે જવાબદારીભર્યા ડેટાના નિયમો વડે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ, તેના વિશે વધુ જાણો.
-
સુરક્ષા વિશે ટિપઑનલાઇન સલામત રહેવા માટે ઝડપી ટિપ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધો.
-
જાહેરાતો અને ડેટાઅમારા પ્લૅટફૉર્મ પર તમે જે જાહેરાતો જુઓ છો, તેના વિશે વધુ જાણો.