એવી જાહેરાતો કે જે તમારી પ્રાઇવસીનો આદર કરે છે.

“તમને ઑનલાઇન સુરક્ષિત રાખવા સિવાય બીજું કંઈ મહત્ત્વનું નથી. ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત હોય, ડિઝાઇન અનુસાર ખાનગી હોય અને જે નિયંત્રણ તમારા હાથમાં આપે એવી પ્રોડક્ટ બનાવીને અમે ખાતરી કરીએ છીએ કે તમે હંમેશાં Google સાથે વધુ સુરક્ષિત છો.”

- જેન ફિત્ઝપૅટ્રિક, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કોર સિસ્ટમ્સ ઍન્ડ એક્સપિરિયન્સિસ, Google

જવાબદારીપૂર્વક જાહેરાત સેવા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતા.

અમે જે કંઈ કરી રહ્યાં છીએ, તેનો મૂળ ઉદ્દેશ્ય છે ઇન્ટરનેટને ખુલ્લું, ખાનગી અને સલામત રાખવું. અમે જવાબદારીપૂર્વક જાહેરાતો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. જાહેરાતો પર પ્રાઇવસી વિશેના Googleના સિદ્ધાંતો લાગુ થવાની રીત આ રહી:

તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ અમે ક્યારેય વેચતા નથી.

અમે જાહેરાતના કોઈપણ હેતુ સહિતની તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને વેચતા નથી.

અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ અને તેનું કારણ શું છે એ વિશે, અમે પારદર્શક છીએ.

અમે અમારા પ્લૅટફૉર્મ પર જાહેરાતો અને સ્પૉન્સર કરેલા કન્ટેન્ટને સ્પષ્ટ રીતે લેબલ કરીએ છીએ અને એ સમજવાનું તમારા માટે સરળ બનાવીએ છીએ કે તમને અમુક પ્રકારની જાહેરાતો શા માટે બતાવવામાં આવી રહી છે, તેના માટે કઈ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે Google પરના તમારા જાહેરાત અનુભવને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો.

ઉદાહરણ તરીકે, Search, YouTube અને Discover પર, મારું જાહેરાત કેન્દ્ર તમને જાહેરાતો માટે કઈ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે તે બતાવે છે અને તે માહિતીને મેનેજ કરવાનું સરળ બનાવે છે, જેથી તમને અનુકૂળ હોય એવો અનુભવ મળી રહે.

તમારા માટે તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરવાનું અમે સરળ બનાવીએ છીએ.

તમારી માહિતી અને તેનો ઉપયોગ જાહેરાત માટે કેવી રીતે થાય છે, તેનું નિયંત્રણ તમારી પાસે હોય છે. તમે મુલાકાત લો છો તે સાઇટ અને તમે શોધી હોય એવી વસ્તુઓ જેવી — Google પરની તમારી પ્રવૃત્તિનો — ઉપયોગ તમારી પસંદગીઓના આધારે જાહેરાતો સહિત અમારી બધી પ્રોડક્ટનો બહેતર અને વધુ ઉપયુક્ત અનુભવ આપવા માટે કરવામાં આવે છે.

મારું જાહેરાત કેન્દ્ર તમને Google Search, Discover અને YouTube પર તમારા જાહેરાતના અનુભવને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે, જેથી તમને ગમતી હોય એવી બ્રાંડ અને વિષયો વધુ દેખાય અને તમને ગમતી ન હોય એવી બ્રાંડ અને વિષયો ઓછા દેખાય. તમે દારૂ, ડેટિંગ, જુગાર, ગર્ભાવસ્થા અને પાલન-પોષણ તેમજ વજન ઘટાડવા સહિતના જાહેરાતના કેટલાક સંવેદનશીલ વિષયોની જાહેરાતો ઘટાડવાનું પણ પસંદ કરી શકો છો.

તમે ડેટા અને પ્રાઇવસી સેટિંગ વડે, રુચિ મુજબ જાહેરાતની સુવિધા બંધ કરી શકો છો અને સાથે જ તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા પ્રવૃત્તિના ડેટાને કોઈપણ સમયે કાયમી રીતે ડિલીટ પણ કરી શકો છો.

તમારી પ્રાઇવસીને વધુ સુરક્ષિત બનાવવા માટે, અમે જે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તેને ઘટાડીએ છીએ.

અમે ખાસ તમારા માટે જાહેરાતો તૈયાર કરવા ક્યારેય આરોગ્ય, જાતિ, ધર્મ અથવા જાતીય અભિગમ જેવી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરતા નથી.

અમે Drive, Gmail અને Photos જેવી ઍપમાં તમે બનાવેલા અને સ્ટોર કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કોઈ જાહેરાતના હેતુસર ક્યારેય કરતા નથી. અને તમારી પ્રાઇવસીને વધુ સુરક્ષિત કરવા, અમે પ્રવૃત્તિના અમારા મુખ્ય સેટિંગ માટે ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાની સુવિધાને ડિફૉલ્ટ તરીકે સેટ કરી છે. આનો અર્થ એ છે કે તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી પ્રવૃત્તિનો ડેટા તમે ડિલીટ કરવાનું પસંદ કરો ત્યાં સુધી રાખવાને બદલે, 18 મહિના પછી તેને ઑટોમૅટિક રીતે અને નિરંતર ડિલીટ કરવામાં આવશે.

અમે હંમેશાં બાળકોને ઑનલાઇન સલામત રાખવાની રીતો શોધીએ છીએ અને જે બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાની જાણકારી અમારી પાસે હોય, તેમના માટે રુચિ મુજબની જાહેરાતને મંજૂરી આપતા નથી.

ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત હોય એવી પ્રોડક્ટ બનાવીને અમે તમારી સુરક્ષા કરીએ છીએ.

તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવું અને તમારા ડેટાને સુરક્ષિત રાખવો એ Googleનું મુખ્ય કામ છે. આ જ કારણ છે કે Googleની બધી પ્રોડક્ટને વિશ્વના સૌથી અદ્યતન સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંની એક અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સતત સુરક્ષિત રાખવામાં આવે છે. આ બિલ્ટ-ઇન સુરક્ષા તમારી માહિતીને સલામત રાખવા માટે, કપટપૂર્ણ જાહેરાતો મારફતે સ્કૅમ અને વ્યક્તિગત માહિતી મેળવવાના પ્રયાસો સહિત વધતા જતા ઑનલાઇન જોખમો શોધીને તેને અટકાવવામાં સહાય કરે છે.

આ ઉપરાંત, તમને સલામત રાખવામાં સહાય માટે અમે વૈશ્વિક સ્તરે જાહેરાતકર્તાઓની ચકાસણી કરીએ છીએ અને દોષી વ્યક્તિઓને શોધી કાઢવા તથા પોતાની ખોટી રજૂઆત કરવાના તેમના પ્રયાસોને મર્યાદિત કરવાની દિશામાં કામ કરીએ છીએ. તમે Ads Transparency Center વડે, ચકાસણી કરાયેલા જાહેરાતકર્તાઓ દ્વારા આપવામાં આવતી તમામ જાહેરાતોની વિગતો શોધી શકાય એવા અમારા હબની મુલાકાત લઈને વધુ જાણકારી મેળવી શકો છો.

અમે વિગતવાર પ્રાઇવસી ટેક્નોલોજી બનાવીએ છીએ અને તેમને અન્ય લોકો સાથે શેર કરીએ છીએ.

તમે એ વાતની ચિંતા કર્યા વિના તમારા ઑનલાઇન અનુભવનો આનંદ માણી શકવા જોઈએ કે કઈ વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવે છે અને કોના દ્વારા. આ જ કારણ છે કે પ્રાઇવસી સૅન્ડબૉક્સ પહેલને લાગુ કરવા માટે Googleના તમામ પ્લૅટફૉર્મની બધી ટીમ વ્યાપક ઉદ્યોગ સાથે સહયોગ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય ટ્રૅકિંગની વર્તમાન કાર્યપદ્ધતિઓને નાબૂદ કરવાનો અને ફિંગરપ્રિન્ટિંગ જેવી ગુપ્ત ટેક્નિકને બ્લૉક કરવાનો છે.

જાહેરાતના એવા અનુભવને પસંદ કરો
જે તમારા માટે યોગ્ય છે.

તમને દેખાનાર જાહેરાતને તમે નિયંત્રણ કરી શકો તે માટેની કેટલીક નવીન અને સરળ રીતો

તમારા જાહેરાત અનુભવને કસ્ટમાઈઝ/વિશિષ્ટ કરવાના કંટ્રોલ ધરાવતા, My Ad Center હબ પેજનો નમૂનો,

Google પર જાહેરાત નિયંત્રણ

My Ad Center સાથે Google સર્ચ, Youtube અને Discover પર તમને દેખાનાર જાહેરાતોને નિયંત્રણ કરવી હવે સૌથી વધારે સરળ અને સહેલી છે.

My Ad Center તમને બતાવવામાં આવનાર જાહેરાત માટે ઉપયોગમાં લેવાતી માહીતીને નિયંત્રણ કરવાનું સરળ બનાવે છે. આ માહિતીમાં તમારા Google એકાઉન્ટ સાથે સબંધિત માહિતી અને તમારી પ્રવૃતિઓના આધારે તમને શેમાં રસ હોઈ શકે તે અંગેના અમારા અંદાજો શામેલ છે. તમે My Ad Center નો ઉપયોગ કરીને તમારા જાહેરાત અનુભવને તમને અનુકૂળ થાય તે રીતે સેટ કરી શકો છો, જેથી તમે તમને પસંદ હોય તેવી બ્રાન્ડની વધુ જાહેરાત જોઈ શકો છો અને પસંદ ના હોય તેવી બ્રાન્ડને મર્યાદિત કરી શકો છો. સાથે જ તમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ પ્રવૃત્તિ અંગેના ડેટાને પણ ગમે તે સમયે કાયમી ધોરણે કાઢી નાખો છો.

Google ની બહાર પણ જાહેરાત પર નિયંત્રણ

ત્રીજો પક્ષની સાઈટસ અને એપ્સ પર જાહેરાતને નિયંત્રણ કરવા માટે Ad Settings નો ઉપયોગ કરો.

તમારા ઓનલાઈન જાહેરાત અનુભવના ભાગરૂપે તમે એવા વ્યવસાયો તરફથી કેટલીક સાઇટસ તેમજ એપ્સ પર જાહેરાતો જોઈ શકો છો જે જાહેરાત કરવા માટે Google નો ઉપયોગ કરે છે. આવી જાહેરાતોને નિયંત્રણ કરવા માટે Ad Settings ની મુલાકાત લો. જેથી કરીને આવી જાહેરાત દેખાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માહિતીને તમે સરળતાથી મેનેજ કરી શકો. આવી માહિતીમાં તમારા Google એકાઉન્ટમાં તમે ઉમેરેલી માહિતી, અને તમારી પ્રવૃતિના આધારે તમને શેમાં રસ હોઈ શકે છે તે અંગેના અમારા અંદાજો, અને જાહેરાત બતાવવા માટે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં અન્ય જાહેરાતકર્તાઑ સાથેના તમારા આદાન-પ્રદાનની માહિતીનો સમાવેશ થાય છે.

તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે વ્યક્તિગત જાહેરાત બંધ કરો

તમે તમારી વૈયક્તિકૃત કરેલી જાહેરાતને બંધ કરી શકો છો, તમે તેમ છતાં પણ જાહેરાત જોશો પરંતુ તે તમારા રસ સાથે ઓછી અનુરૂપ હશે. સેટીંગ્સમાં આ ફેરફાર તમે જ્યા પણ તમારા Google એકાઉન્ટ સાથે લોગઈન હશો તે દરેક જગ્યાએ લાગુ થશે.

તમને દેખાનાર
જાહેરાત વિશે
વધુ જાણો

આ જાહેરાત શા માટે

જાહેરાત બતાવવા માટે અમે ક્યા ડેટાનો ઉપયોગ કરીએ છીએ તે જુઓ

"Why this ad" ફીચર તમને, દર્શાવવામાં આવી રહેલ જાહેરાત શા માટે બતાવાઈ રહી છે તે સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે તમે જાણી શકો છો કે તમને કેમરા સાથે સબંધિત જાહેરાત બતાવવામાં આવી રહી છે કેમ કે તમે કેમેરા વિશે સર્ચ કર્યું હતું, ફોટોગ્રાફીની વેબસાઇટની મુલાકાત લીધી હતી અથવા કેમેરાની કોઈક જાહેરાત પર પહેલા ક્લિક કર્યું હતું.

My Ad Center અંતર્ગત "આ જાહેરાત માટે કોણે ચુકવણી કરી" પેજનો નમૂનો બતાવે છે કે જાહેરાતકર્તા એ આપેલ જાહેરાત માટે કેટલી ચૂકવણી કરી છે.

જાહેરાતકર્તાની ઓળખની ચકાસણી

તમે જોઈ રહ્યા છો તે જાહેરાત પાછળના જાહેરાતકર્તા વિશે જાણો.

તમને જે કોઈ જાહેરાત આપી રહ્યું હોય, તેમના વિશે તમને વધુ માહિતી આપવા માટે અમે અમારા પ્લૅટફૉર્મ પર જાહેરાતકર્તાઓની ઓળખની ચકાસણી કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. આ પહેલના ભાગ રૂપે, જાહેરાતકર્તાઓને Google પાસેથી જાહેરાતો ખરીદવા માટે, ચકાસણી પ્રોગ્રામ પૂર્ણ કરવો જરૂરી છે અને પછી તમને જાહેરાતકર્તાનું નામ તેમજ દેશની માહિતી ધરાવતી જાહેરાત સંબંધિત સ્પષ્ટતા દેખાશે.

જો તમને – કયા પ્રદેશમાં કઈ જાહેરાતો બતાવવામાં આવી અને જાહેરાતનું ફૉર્મેટ શું છે – જેવી બાબતો વિશે વધુ જાણવું હોય, તો તમે Ads Transparency Centerની મુલાકાત લઈ શકો છો, જે ચકાસણી કરાયેલા જાહેરાતકર્તાઓ દ્વારા YouTube, Search અને Display જેવા બધા પ્લૅટફૉર્મ પર આપવામાં આવતી તમામ જાહેરાતોની વિગતો શોધવાનું હબ છે. તમે સીધા જ Ads Transparency Centerને ઍક્સેસ કરી શકો છો અથવા તમને દેખાતી જાહેરાતોની આગળ આપેલા ત્રણ ડૉટ મેનૂ મારફતે મારા જાહેરાત કેન્દ્ર ની મુલાકાત લઈને પણ તેને ઍક્સેસ કરી શકો છો.

Ads Transparency Center ની મુલાકાત લો

જાહેરાતો વિશે લોકો દ્વારા પૂછવામાં આવી રહેલા પ્રશ્નો વિશે વધુ જાણો.

Google જાહેરાતો માટે કેવા ડેટાનો ઉપયોગ કરે છે?

જાહેરાતો સહિત અમારી બધી પ્રોડક્ટ પર બહેતર, વધુ ઉપયોગી અનુભવો ડિલિવર કરવા માટે અમે Google પરની તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરીએ છીએ – જેમ કે તમે મુલાકાત લો છો તે સાઇટ, તમે ઉપયોગ કરો છો તે ઍપ અને તમે શોધો છો તે વસ્તુઓ તથા તેની સાથે સંકળાયેલી માહિતી જેમ કે લોકેશન.

તમે જુઓ છો તે જાહેરાતોમાં ફેરફાર કરવા માટે અમે ક્યારેય પણ આરોગ્ય, રેસ, ધર્મ અથવા જાતીય અભિગમ જેવી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરતા નથી. અમે જાહેરાતો માટે Drive, Gmail અને Photosના ડેટાનો પણ ઉપયોગ કરતા નથી.

મારું જાહેરાત કેન્દ્ર વડે તમે જાહેરાતોને મનગમતી બનાવવા માટે કઈ માહિતીનો ઉપયોગ થવો જોઈએ તે નિયંત્રિત કરી શકો છો અને તમારી જાહેરાતની પસંદગીઓ મેનેજ કરી શકો છો.

જાહેરાતો માટે Google કેમ મારી માહિતીનો ઉપયોગ કરે છે?

Google તમને એવી જાહેરાતો બતાવવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરે છે, જે તમારી પ્રવૃત્તિઓને આધારે અમને લાગે કે તમારી રૂચિઓ સાથે સંબંધિત છે અથવા તમને કંઈક નવું શોધખોળ કરવામાં સહાય કરવા માટે.

ઉદાહરણ તરીકે, જો તમે નવી કાર વિશે શોધી રહ્યાં હો, તો બાલ્કનીના ફર્નિચર અથવા પાળતું પ્રાણીઓના ખોરાકની સામાન્ય જાહેરાતો જોવા કરતાં સ્થાનિક કાર ડીલરના પ્રમોશન બતાવતી જાહેરાતો જોવી વધુ ઉપયોગી હોય છે.

ઉપયોગમાં સરળ પ્રાઇવસી ટૂલ વડે તમારો ડેટા હંમેશાં તમારા નિયંત્રણમાં રહે છે અને તે હંમેશાં તમારી પસંદગી રહે છે કે Google સાથે ડેટા શેર કરવો કે નહીં અને તેનો ઉપયોગ જાહેરાતો માટે કેવી રીતે થશે તે નક્કી કરવું.

શું મને જાહેરાતો બતાવવા માટે, Google મારા ઇમેઇલ વાંચે છે અથવા મારા ફોન કૉલ સાંભળે છે?

ના. તમારા ઇમેઇલ અને તમારી વાતચીતો વ્યક્તિગત અને ખાનગી હોય છે. તમે તમારા ઇમેઇલમાં શું લખો છો, તમે ફોન પર શું કહો છો અથવા Google Drive જેવી સેવાઓમાં તમે શું સ્ટોર કરો છો, તેના આધારે અમે ક્યારેય પણ તમને જાહેરાતો બતાવતા નથી.

શું Google મારી માહિતી જાહેરાતકર્તાઓને વેચે છે?

ના.

અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને પણ વેચતા નથી.

શું હું સંપૂર્ણ રીતે મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરી શકું?

હા. તમે તમારી પસંદગીઓ અપડેટ કરવા અથવા રુચિ મુજબ જાહેરાતોની સુવિધા બંધ કરવા માટે મારું જાહેરાત કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

જો તમે મનગમતી બનાવેલી જાહેરાતો ન જોવાનું પસંદ કરો છો, તો તમે હજી પણ જાહેરાતો જોઈ શકશો, પણ તે ઓછી સંબંધિત હશે.

તમને ઑનલાઇન સલામત રાખવાની અમારી
અન્ય રીતો વિશે શોધખોળ કરો.