સલામત સ્થાન
જેમાં જીવનભરની યાદગીરીઓ સાચવો.
Google Photos એ તમારા તમામ ફોટા અને વીડિયોનું હોમ છે, જે ઑટોમૅટિક રીતે ગોઠવાય છે અને શેર કરવાનું સરળ છે. અમે વિગતવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગમાં સરળ પ્રાઇવસીને લગતાં નિયંત્રણોમાં રોકાણ કરીએ છીએ કે જેથી તમે તમારી યાદગીરીઓને સલામત રીતે સ્ટોર અને શેર કરી શકો.
સુરક્ષિત સ્ટોરેજ
Googleની સેવાઓની, વિશ્વના સૌથી આધુનિક સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સતત સુરક્ષા કરવામાં આવે છે. આ બિલ્ટ-ઇન સુરક્ષા ઑનલાઇન જોખમો શોધીને તેને અટકાવવામાં સહાય કરે છે, તેથી તમે વિશ્વસ્ત રહી શકો કે તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત છે.
એન્ક્રિપ્શન
એન્ક્રિપ્શન ડેટાને પરિવહન દરમિયાન ખાનગી અને સુરક્ષિત રાખે છે. જ્યારે તમે તમારા ફોટા સ્ટોર કરો છો, ત્યારે તમે જે ડેટા બનાવો છો તે તમારા ડિવાઇસ, Googleની સેવાઓ અને અમારા ડેટા કેન્દ્રોની વચ્ચે આવતો જતો રહે છે. અમે આ ડેટાને સુરક્ષાના એકથી વધુ સ્તરો વડે સુરક્ષિત કરીએ છીએ, જેમાં HTTPS અને એન્ક્રિપ્શન એટ રેસ્ટ જેવી અગ્રણી એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો સમાવેશ પણ છે. વધુ જાણો.
ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ
ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ સમાન ચહેરાનું ગ્રૂપ બનાવે છે અને તમારા માટે તમારા ફોટા શોધવા અને મેનેજ કરવાનું સરળ બનાવવા માટે તેને સૉર્ટ કરે છે. ચહેરાના ગ્રૂપ અને લેબલને માત્ર તમે જ જોઈ શકો છો. ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ ચાલુ કે બંધ કરવું તે તમે નિયંત્રિત કરી શકો છો અને જો તમે તેને બંધ કરો છો, તો ચહેરાના ગ્રૂપને તમારા એકાઉન્ટમાંથી ડિલીટ કરવામાં આવશે. અમે સામાન્ય હેતુ માટેની ચહેરાની ઓળખ સુવિધા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ કરાવતા નથી. વધુ જાણો.
પાર્ટનર પ્રોગ્રામ
Google Photos APIનો ઉપયોગ કરનારા ભાગીદારો અને ડેવલપર તમારા Google Photos અનુભવને વધારી શકે તેવા અર્થપૂર્ણ એકીકરણો બનાવે છે તેની ખાતરી કરવા માટે, અમે તેમની સાથે મળીને કામ કરીએ છીએ. અમે જેની સાથે કામ કરીએ છીએ તે ભાગીદારોએ અમારી પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે અને તમારી પરવાનગી વિના કોઈપણ ડેટાને ઍક્સેસ કરી શકતા નથી.
કોઈ જાહેરાત નથી
Google Photos તમારા ફોટા, વીડિયો અથવા વ્યક્તિગત માહિતી કોઈને વેચતું નથી અને અમે જાહેરાત માટે તમારા ફોટા અને વીડિયોનો ઉપયોગ કરતા નથી.
પસંદગીપૂર્વક બૅકઅપ
તમે Google Photos પર તમારા ફોટા અને વીડિયોનું બૅકઅપ લેવાનું પસંદ કરી શકો છો અથવા માત્ર તમે Google એકાઉન્ટમાં સ્ટોર કરવા માગતા હોય તે ફોટાનું પસંદગીપૂર્વક બૅકઅપ લઈ શકો છો. વધુ જાણો.
યાદગીરીઓ
તમારી શ્રેષ્ઠ યાદગાર પળોને ફરીથી માણો, તે તમને ખાનગી રીતે દેખાય છે. તમને અમુક લોકો અથવા સમય અવધિની યાદગીરીઓ જોવાનું નાપસંદ કરવાનો વિકલ્પ અને આ સુવિધાને એકસાથે બંધ કરવાની ક્ષમતા મળે છે. વધુ જાણો.
નકશાનો વ્યૂ
ક્રિયાપ્રતિક્રિયાત્મક નકશા પર સ્થાન દ્વારા તમારા ફોટા જુઓ, જે માત્ર તમે જ જોઈ શકશો. નકશાના આ વ્યૂને તમારા Google એકાઉન્ટમાં સાચવેલા સ્થાન ડેટાનો ઉપયોગ કરીને ભરવામાં આવે છે. તમે photos.google.com. પર નકશામાં ભરવા માટે ઉપયોગમાં લેવાયેલી સ્થાન માહિતીમાં ફેરફાર કરી શકો છો અને કાઢી નાખી શકો છો. જો તમે તમારા ભવિષ્યના ફોટાને નકશાના આ વ્યૂમાં ગોઠવાયેલા જોવા માગતા ન હો, તો તમે તમારી કૅમેરા ઍપમાં સ્થાન ઇતિહાસ અને સ્થાન ડેટાને બંધ કરી શકો છો. વધુ જાણો.
Google Assistant
Google Assistantને તમને ફોટા શોધવા, જોવા અથવા શેર કરવામાં સહાય કરવાનું કહો. તમારા Assistant સેટિંગમાં, તમે તમારા Assistant ધરાવતા ડિવાઇસ, જેમ કે Google Nest Hub અથવા કોઈપણ Android ફોનમાંથી શું બતાવવા અને શેર કરવા માગો છો તે પસંદ કરી શકો છો. વિશિષ્ટ સ્માર્ટ ડિસ્પ્લે પર અથવા કાસ્ટ દ્વારા કનેકટ કરાયેલા ડિવાઇસ પર દેખાતા ફોટા પસંદ કરવા અને નિયંત્રિત કરવા માટે, તમે તમારી Home ઍપમાં વ્યક્તિગત ડિવાઇસ સેટિંગનો ઉપયોગ કરી શકો છો.
Google Lens
Google Lens વડે શોધ કરીને તમારા ફોટા અને આસપાસના વાતાવરણ વિશે માહિતી મેળવો. તમારી શોધ પ્રવૃત્તિ ફક્ત તમારા એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવે છે, જો વેબ અને ઍપ પ્રવૃત્તિ ચાલુ કરેલી હોય, તો તમારા વાસ્તવિક ફોટાને વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સ્ટોર કરવામાં આવશે નહીં. તમારા માટે યોગ્ય હોય તેવા સેટિંગ પસંદ કરવા માટે તમારા Google એકાઉન્ટમાં જાઓ. વધુ જાણો.
આલ્બમ શેર કરવું
જ્યારે તમે કોઈ આલ્બમ શેર કરશો, ત્યારે ડિફૉલ્ટ વિકલ્પ કોઈ વિશેષ વ્યક્તિ કે લોકોના Google એકાઉન્ટ મારફતે તેમની સાથે શેર કરવાનો હશે. આ તમને આલ્બમમાં કોને ઉમેરવા છે તે નક્કી કરવા પર વધુ નિયંત્રણ આપે છે. તમારી પાસે હજી પણ લિંક મારફતે શેર કરવાનો વિકલ્પ છે, જે Google Photosનો ઉપયોગ ન કરતા હોય અથવા કોઈ Google એકાઉન્ટ ન ધરાવતા હોય એવા લોકો સાથે ફોટા શેર કરવાનું સરળ બનાવે છે. તમે કોઈપણ સમયે તમારા આલ્બમના શેરિંગ સેટિંગને અપડેટ કરી શકો છો અને દરેક આલ્બમનો ઍક્સેસ કોને હોય તે નિયંત્રિત કરી શકો છો. વધુ જાણો.
સીધું શેર કરવું
જ્યારે તમે ખાસ ફોટા અને વીડિયો શેર કરો, ત્યારે તમને તેને ઍપમાં ચાલી રહેલી, ખાનગી વાતચીતમાં ઉમેરવાનો વિકલ્પ મળશે. વધુ જાણો.
પ્રવૃત્તિ શેર કરવી
તમે Google Photos મારફતે શેર કરેલી દરેક વસ્તુઓ એક જ સ્થાનમાં સ્થિત હોય છે જેથી તમે તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરેલી તમામ યાદગીરીઓ મેળવી શકો છો.
વિશે જાણકારી મેળવો.