દરરોજ
ચુકવણી કરવાની વધુ સુરક્ષિત પદ્ધતિ.
તમારું કાર્ડ સ્વાઇપ કરીને અથવા રોકડ રકમ આપીને ચુકવણી કરવા કરતાં દરેક ચુકવણી પહેલાં, દરમિયાન અને પછી તમારી સુરક્ષા માટે Google Payનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધા હોય છે.
તમારી ચુકવણીની માહિતી સુરક્ષિત રાખો
તમારી ચુકવણીની માહિતી સુરક્ષિત રાખો
જ્યારે તમે ચુકવણી કરવા માટે ટૅપ કરો, ત્યારે Google Pay વેપારીને તમારા વાસ્તવિક કાર્ડ નંબરને બદલે વર્ચ્યુઅલ એકાઉન્ટ નંબર મોકલાવે છે, જેને કારણે તમારી ચુકવણીની માહિતી સુરક્ષિત રહે છે.
તમે ચુકવણી કરો એ પહેલાં બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધા
તમે ચુકવણી કરો એ પહેલાં બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધા
Google Payમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરવા માટે સ્ક્રીન લૉકનું સેટઅપ કરો. ચુકવણી કરવા માટે ટૅપ કરતા પહેલાં તમારે વ્યક્તિગત પિન, * પૅટર્ન અથવા ફિંગરપ્રિન્ટ વડે તમારું ડિવાઇસ અનલૉક કરવું જરૂરી રહેશે, જેથી તમારી ખરીદીઓ વધુ સુરક્ષિત રહે છે.
*ઍપને અનલૉક કરવા માટેની જરૂરી શરતો દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે.
ગમે ત્યાંથી તમારો ફોન લૉક કરો
ગમે ત્યાંથી તમારો ફોન લૉક કરો
જો તમારો ફોન ક્યારેય ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, તો તેને રિમોટલી લૉક કરવા, તમારા Google એકાઉન્ટમાંથી લૉગ આઉટ કરવા અથવા તમારો ડેટા કાઢી નાખવા માટે તમે Google Find My Deviceનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારી ચુકવણીની માહિતી સલામત રહે છે.
ઉદ્યોગ જગતની અગ્રણી સુરક્ષા સુવિધા
ઉદ્યોગ જગતની અગ્રણી સુરક્ષા સુવિધા
તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવેલી ચુકવણીની પદ્ધતિઓ Googleના ખાનગી સર્વરમાં સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. જ્યારે તમે ઑનલાઇન ચુકવણી કરો, ત્યારે Google Pay તમારો ડેટા એન્ક્રિપ્ટ કરે છે, જેથી તમારી ચુકવણી મોકલવામાં આવી રહી હોય ત્યારે તે સલામત રહે છે.
અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય વેચતા નથી
અમે તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ વેચતા નથી. જ્યારે તમે Google Pay વડે ચુકવણી કરો છો, ત્યારે ત્રીજા પક્ષોને તમારી વ્યક્તિગત માહિતી વેચવામાં આવતી નથી.