Family Link વડે પાયાના ડિજિટલ નિયમો
સેટ કરવામાં તમને સહાય કરવી.
તમારા બાળકો ઑનલાઇન શોધખોળ કરતા હોય, ત્યારે Family Link તમને તેમના એકાઉન્ટ અને ડિવાઇસ મેનેજ કરવામાં સહાય કરે છે. તમે ઍપ મેનેજ કરી શકો છો, સ્ક્રીન સમય પર નજર રાખી શકો છો અને તમારા પરિવાર માટે પાયાના ડિજિટલ નિયમો સેટ કરવામાં સહાય કરી શકો છો.
-
ઍપ પ્રવૃત્તિના રિપોર્ટ
તમામ સ્ક્રીન સમય એક સરખો બનાવવામાં આવતો નથી. તે એના પર નિર્ભર કરી શકે છે કે તમારું બાળક પુસ્તક વાંચવા, વીડિયો જોવા અથવા ગેમ રમવા માટે તેમના ડિવાઇસનો ઉપયોગ કરે છે કે નહીં. તમારું બાળક કઈ ઍપનો સૌથી વધુ ઉપયોગ કરે છે તે જોવા માટે અને તેમની પાસે શેનો ઍક્સેસ છે તે વિશેના નિર્ણયો લેવા માટે, તમે Family Linkના ઍપ પ્રવૃત્તિના રિપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
-
દૈનિક ઍક્સેસ મર્યાદિત કરો
તમે નક્કી કરો કે તમારા બાળક માટે કેટલો સ્ક્રીન સમય યોગ્ય છે. Family Link તમને દૈનિક સ્ક્રીન સમયની મર્યાદાઓ સેટ કરવાની, ડિવાઇસનો બેડટાઇમ સેટ કરવાની અને તમારા બાળકનું Android અથવા Chrome OS ડિવાઇસ રિમોટલી લૉક કરવાની મંજૂરી આપે છે.
-
કન્ટેન્ટ અને ખરીદીઓ મેનેજ કરો
Google Play સ્ટોરમાંથી ઍપ ડાઉનલોડ કરવાની અને તમારું બાળક ઍપમાંથી જે ખરીદીઓ કરવા માગતું હોય, તેની મંજૂરી આપો અથવા નકારો.
એકાઉન્ટ સેટિંગ મેનેજ કરો
તમારા બાળકના એકાઉન્ટને મેનેજ કરવું તેમજ સુરક્ષિત રાખવું
Family Linkના સેટિંગમાં તમારા બાળકના ઍક્ટિવિટી કન્ટ્રોલ ઍક્સેસ કરો. માતાપિતા તરીકે તમે, જો તમારું બાળક પાસવર્ડ ભૂલી જાય તો તેને બદલવા માટે અથવા રીસેટ કરવા માટે સહાય કરી શકો છો. જો તમને આવશ્યક લાગતું હોય તો તમે તમારા બાળકની વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરી શકો છો અથવા તેમના એકાઉન્ટને ડિલીટ પણ કરી શકો છો. તેઓ તમારી પરવાનગી વિના તેમના એકાઉન્ટ અથવા ડિવાઇસ પર અન્ય પ્રોફાઇલ ઉમેરી શકશે નહીં. છેવટે, તમે તેમના Android ડિવાઇસનું સ્થાન જોવા માટે ચેક કરી શકો છો (જો તે ચાલુ હોય, ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલું હોય અને તાજેતરમાં સક્રિય હોય તો).
તમારા પરિવાર માટેના પાયાના ડિજિટલ નિયમોના વિવિધ પાસાં વિશે વિચારીને નિર્ણય લેવામાં સહાય માટે, અમારી પરિવાર માટેની માર્ગદર્શિકા જુઓ. તમારા બાળક સાથે ટેક્નોલોજી વિશેની વાતચીતો શરૂ કરવા માટેની ટિપ વડે, તમે અને તમારો પરિવાર વધુ વિશ્વાસ સાથે ડિજિટલ દુનિયામાં એકસાથે નૅવિગેટ કરી શકશો.
-
નિયંત્રિત એકાઉન્ટ મારફતે તમારા બાળકને Google Assistant ઍક્સેસ કરવાની મંજૂરી આપો
બાળકો Family Link વડે મેનેજ કરાતા તેમના પોતાના એકાઉન્ટ વડે, Assistantની સુવિધા ધરાવનારા ડિવાઇસમાં લૉગ ઇન કરી શકે છે. તેઓ તેમના પોતાના વ્યક્તિગત Assistantનો અનુભવ મેળવી શકે છે અને પરિવારો માટે અનુકૂળ બનાવેલી ગેમ, પ્રવૃત્તિઓ અને સમાચારોને પણ ઍક્સેસ કરી શકે છે. બાળકોને નાણાકીય વ્યવહારો કરવાથી બ્લૉક કરવામાં આવે છે અને માતાપિતા નક્કી કરી શકે છે કે શું તેમના બાળકો Assistant પર ત્રીજા પક્ષના અનુભવોને ઍક્સેસ કરી શકે કે નહીં.
-
Chrome વડે તમારા બાળકના વેબસાઇટના ઍક્સેસને મેનેજ કરો
જ્યારે તમારું બાળક તેમના Android અથવા Chrome OS ડિવાઇસ પર Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરતું હોય, ત્યારે તમે તમારા બાળકના અમુક ચોક્કસ વેબસાઇટના ઍક્સેસને મેનેજ કરી શકો છો. તમે માત્ર તમને અનુકૂળ આવતી વેબસાઇટ સુધી તમારા બાળકના ઍક્સેસને મર્યાદિત કરવાનું પસંદ કરી શકો છો અથવા એવી ચોક્કસ સાઇટને બ્લૉક કરી શકો છો, જેની તેઓ મુલાકાત લે એવું તમે ઇચ્છતા ન હો.
-
Search પર અયોગ્ય પરિણામોને ફિલ્ટર કરો
સુરક્ષાના વધારાના સ્તર માટે, તમે સલામત શોધ ચાલુ કરી શકો છો, જેથી પોર્નોગ્રાફી જેવા સૌથી વધુ અયોગ્ય પરિણામો ફિલ્ટર કરવામાં સહાય મળે. 13 વર્ષ (અથવા તમારા દેશમાં લાગુ થતી હોય તે ઉંમર)થી ઓછી ઉંમરના સાઇન ઇન થયેલા વપરાશકર્તાઓ જેમનું એકાઉન્ટ Family Link વડે મેનેજ કરવામાં આવતું હોય, તેમના માટે સલામત શોધ ડિફૉલ્ટ તરીકે ચાલુ હોય છે. માતાપિતા પાસે તેને બંધ કરવાનો અથવા Searchનો ઍક્સેસ સંપૂર્ણપણે બ્લૉક કરવાનો વિકલ્પ પણ છે.