મ્યુનિકમાં પ્રાઇવસી અને
સુરક્ષા સંબંધિત એન્જિનિયરિંગ પર કામ કરવું.
GSEC મ્યુનિક યુરોપના હાર્દમાં પ્રાઇવસી અને સુરક્ષા એન્જિનિયરિંગનું વૈશ્વિક હબ છે. 2019માં સ્થાપિત આ એવું સ્થાન છે કે જ્યાં 300+ સમર્પિત એન્જિનિયર લોકોને ઑનલાઇન સર્વત્ર સુરક્ષિત રાખવામાં અને તેમની માહિતીને ખાનગી અને સુરક્ષિત રાખવામાં સહાય કરે એવી પ્રોડક્ટ અને ટૂલ બનાવવા માટે કાર્ય કરે છે.
GSEC મ્યુનિક એવા પ્રોડકટ્સ અને ટૂલ્સ વિકસાવે છે જે લાખો લોકોને ઑનલાઇન સુરક્ષિત રહેવામાં સહાય કરે છે. બધાં લોકો માટે ઉપયોગમાં સરળ આ કન્ટ્રોલ્સ, બિલ્ટ-ઇન સંરક્ષણ અને ઓપન-સૉર્સ ટેકનોલોજીને સૌથી શ્રેષ્ઠ પ્રાઇવસી અને સુરક્ષા એકસમાન રીતે ઉપલબ્ધ કરાવવા માટે બનાવવામાં આવ્યા છે.
Google એકાઉન્ટ
ઉપયોગમાં સરળ સેટિંગ્સ અને કન્ટ્રોલ્સ
"વિવિધ પ્રોડકટ્સ પર Google તમારા માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તે માટે, Google એકાઉન્ટ તમારી માહિતી, પ્રાઇવસી અને સુરક્ષાને મેનેજ કરવામાં તમારી સહાય કરે છે. અહીં તમને પારદર્શિતા અને નિયંત્રણ માટેના મહત્ત્વના ટૂલ્સ મળશે જેમ કે મારી પ્રવૃત્તિ, જે તમને બધી Google સેવાઓ પરની તમારી પ્રવૃત્તિમાંથી એકત્રિત કરેલા ડેટા પર પારદર્શિતા આપે છે.
તમને પ્રાઇવસી ચેકઅપ અને સુરક્ષા તપાસ જેવા ઉપયોગમાં સરળ ટૂલ્સ પણ મળશે, જે પ્રાઇવસી અને સુરક્ષાના સૌથી મહત્ત્વના વિકલ્પો વિશે તમારું માર્ગદર્શન કરશે. ઍક્ટિવિટી કન્ટ્રોલ અને જાહેરાત સેટિંગ્સ જેવા કન્ટ્રોલ્સ તમને એ નિર્ણય લેવા દે છે કે તમારા અનુભવને મનગમતો બનાવવા માટે કયા ડેટાનો ઉપયોગ કરવામાં આવે જેથી આખું Google તમારા માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે."
પાસવર્ડ મેનેજર
તમારા પાસવર્ડને મેનેજ કરવાની વધુ સુરક્ષિત રીત
સીધું Chrome, Android અને iOS પર Chromeની અંદર બનેલું અમારું પાસવર્ડ મેનેજર, તમારા બધા એકાઉન્ટને ઑનલાઇન સંરક્ષણ આપવાની વધુ સુરક્ષિત રીત છે. Googleના ઑટોમૅટિક સંરક્ષણો તમારા સાચવેલા પાસવર્ડનું 24/7 રક્ષણ કરે છે અને જો અમને જે સાઇટ અથવા ઍપ માટે તમે પાસવર્ડ સાચવ્યો છે તેની સાથે ચેડાં થયા હોવાનું જણાય તો અમે તમને જણાવીશું. એટલું જ નહીં, જ્યારે કોઈ નવી સાઇટ અથવા ઍપ માટે સાઇન અપ કરતા હોય, ત્યારે પાસવર્ડ મેનેજર અનન્ય જટિલ પાસવર્ડ બનાવી શકે છે અને તમારા આગલા લૉગ ઇન વખતે તમારા માટે તે ઑટોમૅટિક રીતે ભરવામાં આવે છે.
લોકોને મળો.
મ્યુનિકમાં સ્થિત પરંતુ જર્મની અને અન્ય દેશોથી આવનારા, GSEC મ્યુનિકના 300+ એન્જિનિયર સમગ્ર વિશ્વ માટે ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કાર્ય કરે છે.
"અમે ખાતરી કરીએ છીએ કે વપરાશકર્તાઓ તેમને અનુકૂળ હોય તેવું ડેટાના સંગ્રહનું લેવલ પસંદ કરી શકે – અને જો તેઓ આમ કરવા માગતા હોય તો તેમને ડેટા ડિલીટ કરવા માટેના ટૂલ આપવા."
Werner Unterhofer
TECHNICAL PROGRAM MANAGER
“પ્રાઇવસી અને સુરક્ષા આવશ્યક તથા ખૂબ જ વ્યક્તિગત છે અને બન્ને સરળતાથી પ્રાપ્ત થઈ શકવી જોઈએ.”
Jan-Philipp Weber
SOFTWARE ENGINEER
"અમારું લક્ષ્ય વપરાશકર્તાઓને Google સાથે જે ડેટા શેર કરવો અનુકૂળ લાગે તેને નિર્ધારિત કરવા માટેના અને તે ડેટા તેમને કેટલા સમય માટે સહાયરૂપ લાગે છે, તે પસંદ કરવા માટેના કન્ટ્રોલ્સથી તેઓને સજ્જ કરવાનું છે. સાહજિક ડિઝાઇન વપરાશકર્તાઓ માટે તેમનો ડેટા અને પ્રાઇવસીની પસંદગીઓને શોધવાનું, તેનો ઉપયોગ કરવાનું અને તેને મેનેજ કરવાનું સરળ બનાવે છે."
Elyse Bellamy
INTERACTION DESIGNER
"અમે ઇચ્છીએ છીએ કે વપરાશકર્તાની ઑનલાઇન પ્રાઇવસી અને સુરક્ષા, તેઓની ચિંતા કર્યા વિના, તેમના નિયંત્રણમાં રહે. વપરાશકર્તાઓ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા ઇચ્છે છે અને તેઓ આમ કરતા હોય, ત્યારે અમારે તેમને સુરક્ષિત અને વાજબી ડિફૉલ્ટ સેટિંગ્સ પ્રદાન કરવા જરૂરી છે."
Jochen Eisinger
DIRECTOR OF ENGINEERING
“સંસાધનો અથવા ટેક્નિકલ કુશળતાને ધ્યાનમાં લીધા વિના, પ્રત્યેક વ્યક્તિને પ્રાઇવસીનો અધિકાર છે. અમારું લક્ષ્ય એવા ટૂલ્સ બનાવવાનું છે કે જે પ્રત્યેક વ્યક્તિને એ પસંદ કરવામાં સક્ષમ કરે કે તેમના માટે તે ક્ષણે શું યોગ્ય છે અને તેઓ શું કરી રહ્યાં છે.”
Audrey An
PRODUCT MANAGER
"લોકો તેમના અનુભવ પર નિયંત્રણની લાગણી સાથે, સુરક્ષિત રીતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકવા જોઈએ. સશક્ત ડિફૉલ્ટ સંરક્ષણો તથા પ્રાઇવસી અને સુરક્ષાના ઉપયોગમાં સરળ સેટિંગ્સ એ વપરાશકર્તાની ઑનલાઇન સુરક્ષાની અને અમારી દૈનિક મહત્ત્વાકાંક્ષાની પાયાની લાક્ષણિકતાઓ છે."
Sabine Borsay
PRODUCT MANAGER
-

પડદા પાછળ.
વિશ્વભરના વપરાશકર્તાઓની ઇન્ટરનેટ સુરક્ષા વિશેની ચિંતાઓ સમજવા માટે, અમે તેમની સાથે વાત કરીએ છીએ. ઑનલાઇન સલામતી બહેતર બનાવવામાં સહાય કરવા અમે એન્જિનિયરની અમારી ટીમને છૂટ, પ્રેરણા અને સપોર્ટ આપીએ છીએ, જેથી ઇન્ટરનેટ માટે જરૂરી આગલી જનરેશનના નિરાકરણો મેળવી શકાય.