ઇન્ટરનેટને દરેક જણ માટે વધુ સલામત બનાવવા માટે Google દરરોજ કામ કરે છે
લોકો, વ્યવસાયો અને સરકારોનું સંરક્ષણ કરવું
સુરક્ષા એ અમારી પ્રોડક્ટની વ્યૂહરચનાની મૂળભૂત બાબત છે. તેના લીધે જ અમારી બધી પ્રોડક્ટમાં બિલ્ટ-ઇન સંરક્ષણો હોય છે, જે તેમને ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત બનાવે છે.
વધુ જાણોસાઇબર સિક્યુરિટીના જોખમોનું નિરાકરણ કરવા માટે સમાજને સક્ષમ બનાવવો
અમે ઓપન સૉર્સની સંભાવનાને અનલૉક કરવા માટે સમાજોને સશક્ત બનાવીએ છીએ અને ઇકોસિસ્ટમને વધુ સલામત રાખવા માટે અમારા જ્ઞાન અને કુશળતાને પારદર્શક રીતે ઉદ્યોગ સાથે શેર કરીએ છીએ.
વધુ જાણોએડવાન્સ ભાવિ ટેક્નોલોજી
અમે સાઇબર ધમકીની નેક્સ્ટ જેનરેશનથી સમાજોને સુરક્ષિત રાખવા માગીએ છીએ. અમારી AI કુશળતાના આધારે, અમે સુરક્ષાની નવીનતાની સીમાઓને આગળ વધારવા માટે નવું આર્કિટેક્ચર ડિઝાઇન કરી રહ્યાં છીએ.
વધુ જાણોઅમે અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દરેક તબક્કામાં વિગતવાર સુરક્ષા બનાવીએ છીએ. આનાથી સંસ્થાઓ તેમની IT સુરક્ષાને આધુનિક અને મજબૂત બનાવવામાં સક્ષમ બને છે સાથે જ વપરાશકર્તાઓને તેમની વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવામાં અને ઇન્ટરનેટને સુરક્ષિત રીતે ઍક્સેસ કરવામાં સહાય મળે છે.
-
હાનિકારક કન્ટેન્ટ સામે લડવું
અમે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા ગેરકાનૂની અને હાનિકારક કન્ટેન્ટની ભાળ મેળવીને તેને કાઢી નાખીને દુરુપયોગને રોકીએ છીએ અને વપરાશકર્તાઓનું, ખાસ કરીને બાળકોને સંરક્ષણ કરીએ છીએ. અમે ભ્રામક જાહેરાતો, ભ્રામક માહિતી, દ્વેષ, સ્કૅમ અને બાળકોની સલામતી સહિત હાનિ પહોંચાડતી બધી કૅટેગરીમાં આ કાર્યવાહી કરીએ છીએ.
અમે વૈશ્વિક માનકોને બહેતર બનાવવા માટે સાઇબર સિક્યુરિટીની આગેવાન કંપનીઓ, સરકારો અને સુરક્ષા સમુદાયો સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ કે જેઓ વપરાશકર્તાની સુરક્ષાને પ્રાધાન્ય આપે છે, ભ્રામક માહિતીનો સામનો કરે છે અને ઇન્ટરનેટને દરેક જણ માટે ખુલ્લું અને સુરક્ષિત રાખવા માટે જોખમી ગુપ્ત માહિતી શેર કરે છે.
-
સાયબર કર્મચારીવર્ગને સશક્ત બનાવવો
અનુભવ કે બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના, સાઇબર સિક્યુરિટીમાં વધુ કારકિર્દી લૉન્ચ કરવા અને બધા માટે કોઈ સલામત વિશ્વનું નિર્માણ કરવા સહાય કરવા માટે, અમે અમારી કુશળતા શેર કરીને, કારકિર્દીના માર્ગોનું વિસ્તરણ કરીને અને મજબૂત ઉદ્યોગ અને સરકારી ભાગીદારીઓ બનાવીને સાયબર કર્મચારીવર્ગને સશક્ત બનાવી રહ્યાં છીએ.
-
Mandiant જોખમ સંબંધિત ઇન્ટેલિજન્સ
Mandiant વિશ્વની સૌથી મોટી સંસ્થાઓ સાથે કામ કરીને રિઅલ-ટાઇમ, ઊંડાણપૂર્વકના જોખમોનો સામનો કરવા માટે સાઇબર સિક્યુરિટીની ઇન્ટેલ મેળવે છે. Google ક્લાઉડ સુરક્ષા સાથે મળીને, અમે સુરક્ષાની સમગ્ર લાઇફસાઇકલ દરમિયાન એન્ટરપ્રાઇઝ અને જાહેર ક્ષેત્રની એજન્સીઓને સુરક્ષિત રહેવામાં સહાય કરીએ છીએ.
અમે AI, હાર્ડવેર, ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં વિકાસ મારફતે અને ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ માટેના આંતરરાષ્ટ્રીય માનકો નિર્ધારિત કરીને સંવેદનશીલ વપરાશકર્તાઓની પ્રાઇવસીનું રક્ષણ કરતી વખતે તેમનું ઑનલાઇન અટૅકથી સંરક્ષણ કરવા માટે કામ કરીએ છીએ.
-
Google Trust Services
GTS એ Googleના વિવિધ ભૌગોલિક સ્થાનોએ વિતરિત કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવેલા, મફત સર્ટિફિકેટ આપતા સત્તાધિકારી છે, જે કનેક્શનનું પ્રમાણીકરણ અને એન્ક્રિપ્શન કરે છે. Google અમારી પોતાની સાઇટને GTS વડે સુરક્ષિત કરે છે અને હવે બધી વેબસાઇટને ઉપયોગ કરવા માટે એ જ ટેક્નોલોજી ઑફર કરે છે.
સાઇબર સિક્યુરિટી એ ટીમનો સહિયારો પ્રયાસ છે અને જ્યારે સાથે મળીને કામ કરીએ, ત્યારે અમે નવી અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધી શકીએ છીએ કે જે આ જટિલ, ઝડપથી વિકસતા લૅન્ડસ્કેપમાં બધાને લાભ પ્રદાન કરી શકે છે.
અમારી ટીમ વિશ્વભરમાં પ્રાઇવસી, સુરક્ષા, કન્ટેન્ટની જવાબદારી અને કૌટુંબિક સુરક્ષા માટે કામ કરી રહી છે. અમારા GSECs આ કાર્યને માર્ગદર્શન આપવામાં સહાય કરે છે, જેની આગેવાની અનુભવી એન્જિનિયર, પૉલિસીના નિષ્ણાતો અને વિષયના નિષ્ણાતો કરે છે.
Bug Huntersનો અમારો વૈશ્વિક સમુદાય અમારી પ્રોડક્ટનું બારીકાઈથી પરીક્ષણ કરે છે, જેથી પ્રોડક્ટ તેમના હેતુ મુજબ કામ કરતી રહે અને ઇન્ટરનેટને વધુ સલામત સ્થાન બનાવે.
અમે સરકારો, મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્ટરપ્રાઇઝ અને નાના વ્યવસાયોની સુરક્ષા અને ડિજિટલ રૂપાંતરણને સપોર્ટ આપવા માટે, વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા સલાહકાર ટીમને નિયુક્ત કરીએ છીએ.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
અમારી પ્રોડક્ટમાંGoogleની તમામ પ્રોડક્ટમાં તમારી સલામતીનું રક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તે જાણો.
-
સુરક્ષા અને પ્રાઇવસીGoogle કેવી રીતે તમારી ખાનગી માહિતીની સુરક્ષા કરે છે અને તમને નિયંત્રણ આપે છે તે જાણો.
-
પારિવારિક સલામતીતમારા પરિવાર માટે ઑનલાઇન શું યોગ્ય છે તે મેનેજ કરવામાં Google તમને કેવી રીતે સહાય કરે છે તે જાણો.