એવી સુરક્ષા
જેના વિશે તમારે ક્યારેય કોઈ ચિંતા નહીં કરવી પડે.
Chromeની સુરક્ષા સુવિધા માલવેર અને જોખમી સાઇટથી તમારું રક્ષણ કરતી હોય, તેની સાથે-સાથે તમારા બ્રાઉઝિંગ અનુભવનો સૌથી વધુ લાભ લો.
ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત
ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત
Chrome ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત છે, કદાચ તમારા પાસવર્ડની ચોરી કરી શકે અથવા તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે તેવી જોખમી અને ભ્રામક સાઇટથી તમારું રક્ષણ કરે છે. સાઇટ આઇસોલેશન, સૅન્ડબૉક્સિંગ અને ફિશિંગ સામેના પૂર્વાનુમાનિત સંરક્ષણો જેવી વિગતવાર ટેક્નોલોજી તમને અને તમારા ડેટાને સલામત રાખે છે.
જેમ જેમ તમે વેબ બ્રાઉઝ કરો, તેમ તેમ સશક્ત અને વિશિષ્ટ પાસવર્ડ મેળવો
જેમ જેમ તમે વેબ બ્રાઉઝ કરો, તેમ તેમ સશક્ત અને વિશિષ્ટ પાસવર્ડ મેળવો
તમારા ડેટાને એક કરતાં વધુ સાઇટ પર જાહેર કરી શકે તેવાં નબળા અને ફરીથી ઉપયોગમાં લેવાયેલા પાસવર્ડને અલવિદા કહો. Chrome સશક્ત અને વિશિષ્ટ પાસવર્ડ બનાવી શકે છે અને જેમ જેમ તમે તમારા લૅપટૉપ કે મોબાઇલ ફોન પર વેબ બ્રાઉઝ કરો, તેમ તેમ તમારી માટે તેમને આપમેળે ભરવાની સુવિધા પૂરી પાડી શકે છે. જો તમારી લૉગ ઇન વિગત સાથે કોઈ ચેડાં કરવામાં આવે, તો Chrome તમને તેની ચેતવણી આપી શકે છે.
હંમેશાં અપ ટૂ ડેટ
Chrome દર છ અઠવાડિયે ઑટોમૅટિક રીતે અપડેટ થાય છે, જેથી તમને હંમેશા એકદમ નવી સુરક્ષા સુવિધાઓ અને સુધારણાઓ મળે છે. અને મહત્ત્વની સુરક્ષા સંબંધિત ખામી માટે, અમે 24 કલાકની અંદર કોઈ સુધારણા કરીશું – તમારે કશું કરવાની કોઈ જરૂર રહેતી નથી.
છૂપો મોડ
છૂપો મોડ
જ્યારે તમે તમારું ડિવાઇસ મિત્રો અને કુટુંબ સાથે શેર કરો છો, ત્યારે છૂપો મોડ તમને મનની શાંતિ આપે છે. છૂપા મોડમાં બ્રાઉઝ કરો અને એકવાર તમે તમારી છુપી વિન્ડો બંધ કરો એટલે Chromeમાંથી તમારો બ્રાઉઝિંગનો ઇતિહાસ ડિલીટ કરવામાં આવે છે.
સલામતી માટે તપાસ
Chromeની સલામતી માટેની તપાસ તમારા બ્રાઉઝિંગ અનુભવની એકંદર સુરક્ષા અને પ્રાઇવસીને કન્ફર્મ કરી શકે છે. જો Chormeમાં સાચવેલા પાસવર્ડ સાથે કોઈ ચેડાં થયા હોય, તો તે તમને તેની જાણ કરે છે, જોખમી એક્સ્ટેન્શનને ચિહ્નિત કરે છે અને તમારી સુરક્ષાના સંરક્ષણો અપ ટૂ ડેટ છે તેની ખાતરી કરવામાં તમારી સહાય કરે છે.
પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
મનગમતા બનાવેલા ફીડથી લઈને પાસવર્ડના સુવિધાજનક મેનેજમેન્ટ અને સંબંધિત શોધ પરિણામો સુધી, Chromeનો તમારો અનુભવ તમારી જરૂરિયાત અનુસારનો બનાવી શકાય છે. તમારા સ્થાન કે કૅમેરાના ઍક્સેસ જેવી વેબસાઇટની પરવાનગીઓનું નિયંત્રણ કરવા સહિત, સિંક કરવાની સુવિધા અને Chromeના પ્રાઇવસીને લગતાં નિયંત્રણો વડે તમારા અનુભવને કસ્ટમાઇઝ કરો.
વધુ જાણો.