Google Assistant તમારી માહિતીને
ખાનગી, સલામત અને સુરક્ષિત
રાખવા માટે બનાવવામાં આવ્યું છે.
જ્યારે તમે Google Assistantનો ઉપયોગ કરો છો, ત્યારે તમે ડેટા સંબંધિત બાબતો માટે અમારો વિશ્વાસ કરો છો અને તેની સુરક્ષા કરવા સાથે તેનો આદર કરવો એ અમારી જવાબદારી છે. પ્રાઇવસી વ્યક્તિગત હોય છે. આ જ કારણ છે કે અમે તમારા માટે યોગ્ય શું છે તે પસંદ કરવામાં તમારી સહાય માટે પ્રાઇવસીને લગતાં સરળ નિયંત્રણો બનાવ્યા છે. Google Assistantની કામ કરવાની રીત, પ્રાઇવસીને લગતાં તમારા બિલ્ટ-ઇન નિયંત્રણો, સામાન્ય પ્રશ્નોના જવાબો અને બીજી ઘણી બાબતો વિશે વધુ જાણવા માટે આ પેજ પર શોધખોળ કરો.
સ્ટેન્ડબાય મોડમાં ચાલુ થાય છે
જ્યાં સુધી Google Assistant “Ok Google” સાંભળીને કે અન્ય રીતે સક્રિય ન થાય, ત્યાં સુધી તે સ્ટેન્ડબાય મોડમાં રાહ જુએ તે રીતે તેને બનાવવામાં આવ્યું છે. સ્ટેન્ડબાય મોડમાં હોય, ત્યારે તમારું Assistant તમે જે પણ બોલો તે Googleને અથવા અન્ય કોઈને મોકલતું નથી.
એકવાર Google Assistant સક્રિયતાની કોઈ ભાળ મેળવે, એટલે તે સ્ટેન્ડબાય મોડમાંથી બહાર નીકળશે તેમજ તમારી વિનંતીને Googleના સર્વર પર મોકલશે. “Ok Google” જેવો સંભળાતો કોઈ અવાજ અથવા તો કોઈ અકારણ મૅન્યુઅલ સક્રિયતાને કારણે પણ આમ બની શકે છે.
Google Assistantની ઑડિયો રેકોર્ડિંગ, વેબ અને ઍપ પ્રવૃત્તિ અને રુચિ મુજબની જાહેરાતને હૅન્ડલ કરવાની રીત વિશે વધુ જાણો.
હું કહું છું તે દરેક વાત શું Google Assistant રેકોર્ડ કરે છે?
ના. જ્યાં સુધી Google Assistant “Ok Google” સાંભળીને કે અન્ય રીતે સક્રિય ન થાય, ત્યાં સુધી તે સ્ટેન્ડબાય મોડમાં રાહ જુએ તે રીતે તેને બનાવવામાં આવ્યું છે. સ્ટેન્ડબાય મોડમાં હોય, ત્યારે તમારું Assistant તમે જે પણ બોલો તે Googleને અથવા અન્ય કોઈને મોકલતું નથી. એકવાર Google Assistant સક્રિયતાની કોઈ ભાળ મેળવે, એટલે તે સ્ટેન્ડબાય મોડમાંથી બહાર નીકળશે તેમજ તમારી વિનંતીને Googleના સર્વર પર મોકલશે. “Ok Google” જેવો સંભળાતો કોઈ અવાજ અથવા તો કોઈ અકારણ મૅન્યુઅલ સક્રિયતાને કારણે પણ આમ બની શકે છે.
હું મારું Google Assistant કેવી રીતે સક્રિય કરી શકું?
તમે તમારા ડિવાઇસના આધારે કેટલીક પદ્ધતિઓ વડે તમારું Assistant સક્રિય કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે “Ok Google” કહી શકો અથવા તમારા ફોનના પાવર બટનને કે હોમ બટનને હોલ્ડ કરીને તેને મૅન્યુઅલી સક્રિય કરી શકો.
Google Assistant ક્યારે સક્રિય થયું, તેની જાણ મને કેવી રીતે થશે?
સ્ક્રીન પર દેખાતા સૂચક અથવા તમારા ડિવાઇસના ઉપરના ભાગમાં ફ્લેશ થતી LEDs જેવા તમારા ડિવાઇસ પર સ્ટેટસ બતાવતા સૂચકને કારણે તમને જાણ થાય છે કે Google Assistant ક્યારે સક્રિય થાય છે.
અમુક વખતે મારી ઇચ્છા ન હોવા છતાં Google Assistant શા માટે સક્રિય થાય છે?
તમારી ઇચ્છા ન હોવા છતાં Google Assistant સક્રિય થઈ શકે છે, કારણ કે તેને એવી ખોટી ભાળ મળી હોય છે કે તમને તેની સહાય જોઈએ છે - ઉદાહરણ તરીકે, જ્યારે ઘોંઘાટ હોય ત્યારે “Ok Google” જેવો સાઉન્ડ આવે અથવા તમે તેને અકસ્માતે મૅન્યુઅલી સક્રિય કરો. અમે અનિચ્છિત સક્રિયકરણોને ઘટાડવા પ્રતિ અમારી સિસ્ટમને બહેતર બનાવવા માટે સતત કાર્ય કરીએ છીએ.
જો તેમ થાય અને તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિ ચાલુ હોય, તો તમે કહી શકશો, “Ok Google, એ તમારા માટે નહોતું” અને તમારું Assistant તમે જે બોલ્યા હો તેને મારી પ્રવૃત્તિમાંથી ડિલીટ કરશે. તમે કોઈપણ સમયે મારી પ્રવૃત્તિમાં તમારા Assistant સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓને રિવ્યૂ કરી શકશો અને ડિલીટ કરી શકશો. તમારો ઇરાદો ન હોય તે છતાં જો Google Assistant સક્રિય થાય અને તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિનું સેટિંગ બંધ હોય, તો તમારી Assistant સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ મારી પ્રવૃત્તિમાં સચવાશે નહીં.
તમારા વાતાવરણ અનુસાર Google Assistantને વધુ સારી રીતે તૈયાર કરવા, તમે સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ ડિસ્પ્લે માટે Google Home ઍપ મારફત તમારા Assistantને સક્રિય કરવા માટેના (“Ok Google” જેવા) શબ્દસમૂહની સંવેદનશીલતાની ગોઠવણ કરી શકો છો.
Google Assistant જ્યારે સ્ટેન્ડબાય મોડ પર હોય, ત્યારે તે શું કરે છે?
Google Assistant દ્વારા જ્યાં સુધી કશું સાંભળવામાં ન આવે, ત્યાં સુધી તે સ્ટેન્ડબાય મોડમાં રાહ જુએ તે રીતે તેની રચના કરવામાં આવી છે. સ્ટેન્ડબાય મોડમાં Assistant સક્રિય થયું છે કે નહીં તેની ભાળ મેળવવા માટે ડિવાઇસ, ઑડિયોના (થોડી સેકન્ડના) ટૂંકા સ્નિપેટ પર પ્રક્રિયા કરે છે, જેમ કે જ્યારે તમે કહો “Ok Google.” ત્યાર પછી Assistant સક્રિય થવાની ભાળ ન મળે, તો તે ઑડિયો સ્નિપેટ Googleને મોકલવામાં આવતા નથી અથવા સાચવવામાં આવતા નથી.
જ્યારે Google Assistantને સક્રિયકરણની જાણ થાય ત્યારે શું થાય?
એકવાર સક્રિયકરણની જાણ થયા પછી, તમારું Assistant સ્ટેન્ડબાય મોડમાંથી બહાર નીકળી જાય છે - જો કોઈ ઇરાદા વિનાનું મૅન્યુઅલ સક્રિયકરણ થાય કે “Ok Google” જેવો કોઈ અવાજ આવે તેનો પણ આમાં સમાવેશ થાય છે. ત્યાર પછી તમારું ડિવાઇસ તેને જે સંભળાય તે રેકોર્ડ કરે છે અને તમારી વિનંતી પૂરી કરવા માટે ઑડિયો રેકોર્ડિંગને Googleના સર્વર પર મોકલે છે. રેકોર્ડિંગમાં સક્રિયકરણ પહેલાંની થોડી સેકન્ડનો સમાવેશ પણ હોઈ શકે છે જેથી તમારી સંપૂર્ણ વિનંતી મેળવી શકાય.
Googleના સર્વર પર મોકલવામાં આવેલું કોઈપણ ઑડિયો રેકોર્ડિંગ ત્યાર પછી તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવે કે નહીં તેના પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ડિફૉલ્ટ તરીકે, અમે તમારા ઑડિયો રેકોર્ડિંગ સાચવતા નથી. વેબ અને ઍપ પ્રવૃત્તિ સેટિંગ હેઠળ “વૉઇસ અને ઑડિયો રેકોર્ડિંગનો સમાવેશ કરો” ચેકબૉક્સ જોઈને તમે તમારા હાલના સેટિંગ ચેક કરી શકો છો.
પ્રાઇવસી માટે બનાવેલું
ડિફૉલ્ટ તરીકે, અમે તમારા Google Assistantના ઑડિયો રેકોર્ડિંગ જાળવી રાખતા નથી. “Google Assistantમાં તમારો ડેટા”ની મુલાકાત લો અને Google Assistant તમારા ડેટા વડે તમારા માટે કઈ રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણો.
Google Assistant મારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
Assistant તમારા અનુભવને મનગમતો બનાવવા માટે કરવા સહિત તમને સમજવા અને જવાબ આપવા માટે તમારા લિંક કરેલા ડિવાઇસ અને સેવાઓમાંથી તમારી ક્વેરી અને માહિતીનો ઉપયોગ કરે છે. તમારા લિંક કરેલા ડિવાઇસ અને સેવાઓમાંથી મેળવવામાં આવતી માહિતીના ઉદાહરણોમાં લોકેશન, સંપર્કો, ડિવાઇસના નામ, કાર્યો, ઇવેન્ટ, અલાર્મ, ઇન્સ્ટૉલ કરેલી ઍપ અને પ્લેલિસ્ટનો સમાવેશ થાય છે.
તમારા ડેટાનો ઉપયોગ Googleની પ્રાઇવસી પૉલિસીમાં સમજાવ્યા મુજબ, Googleની પ્રોડક્ટ અને સેવાઓ તથા મશીન લર્નિંગ ટેક્નોલોજીને વિકસાવવા અને બહેતર બનાવવા માટે પણ થાય છે. ક્વૉલિટીનું મૂલ્યાંકન કરવામાં અને Assistantને બહેતર બનાવવામાં સહાય કરવા માટે, માનવ રિવ્યૂઅર તમારા Assistantની ક્વેરી અને સંબંધિત માહિતીની ટેક્સ્ટ વાંચે છે, તેમાં ટીકાટિપ્પણી કરે છે અને તેના પર પ્રક્રિયા કરે છે. અમે આ પ્રક્રિયાના ભાગ તરીકે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈએ છીએ. આમાં તમારી ક્વેરીને રિવ્યૂઅર જુએ કે તેના પર ટીકાટિપ્પણી કરે તે પહેલાં તમારા Google એકાઉન્ટથી તેને ડિસ્કનેક્ટ કરવાનો સમાવેશ થાય છે.
Google Assistant તમારા ડેટા સાથે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણો. Google તમારા ડેટાની સુરક્ષા અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણવા માટે Googleની પ્રાઇવસી પૉલિસીની મુલાકાત લો.
શું Google Assistant મારા ઑડિયો રેકોર્ડિંગ સાચવે છે?
ડિફૉલ્ટ તરીકે, તમારા ઑડિયો રેકોર્ડિંગ જાળવી રાખવામાં આવતા નથી. તમે વેબ અને ઍપ પ્રવૃત્તિ સેટિંગ હેઠળ “ઑડિયો રેકોર્ડિંગ શામેલ કરો” બૉક્સ પર ચેક માર્ક કરીને તમારા ઑડિયો રેકોર્ડિંગ સાચવવાનું પસંદ કરી શકો છો.
મારા Google એકાઉન્ટમાં મારા ઑડિયો રેકોર્ડિંગ સાચવવાનો લાભ શું છે?
જો તમે દરેક વ્યક્તિ માટેની અમારી ઑડિયો ઓળખવાની ટેક્નોલોજીને બહેતર બનાવવામાં સહાય કરવા માગતા હો, તો તમે તમારા ઑડિયો રેકોર્ડિંગને સુરક્ષિત રીતે જાળવી રાખવાનું અને તેને અમારી સ્પીચ બહેતર બનાવવાની સિસ્ટમ માટે ઉપલબ્ધ કરવાનું પસંદ કરી શકો છો. આને કારણે ભવિષ્યમાં Google Assistant જેવી પ્રોડક્ટને, ભાષાને હજી પણ વધુ સારી રીતે સમજવાની તેમની ક્ષમતાને બહેતર બનાવવામાં સહાય મળે છે. આ પ્રક્રિયા વિશે વધુ જાણો.
શું મારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ મારા સાચવેલા ઑડિયો રેકોર્ડિંગ સાંભળી શકે છે?
જો તમે તમારા ઑડિયો રેકોર્ડિંગ સાચવવાનું નક્કી કરો, તો અમારી ઑડિયો ઓળખવાની ટેક્નોલોજીને બહેતર બનાવવામાં સહાય માટે અમે તેમાંના અમુક ભાગને રિવ્યૂ કરી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે, Googleની ઑડિયો રિવ્યૂ પ્રક્રિયા માટે ઑડિયો રેકોર્ડિંગનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન, ઑડિયોની મશીન દ્વારા પસંદ થયેલી સ્નિપેટનો નમૂનો તેમના Google એકાઉન્ટમાંથી છૂટો કરવામાં આવે છે. ત્યાર પછી, તાલીમ પામેલા રિવ્યૂઅર રેકોર્ડિંગ પર ટીકાટિપ્પણી કરવા માટે ઑડિયોનું વિશ્લેષણ કરે છે અને ચકાસે છે કે ઑડિયોમાં બોલવામાં આવેલા શબ્દોને Googleની ઑડિયો ઓળખવાની ટેક્નોલોજીએ બરાબર સમજ્યા છે કે નહીં. આને કારણે ભવિષ્યમાં Google Assistant જેવી પ્રોડક્ટને, ભાષાને હજી પણ વધુ સારી રીતે સમજવાની પોતાની ક્ષમતાને બહેતર બનાવવામાં સહાય મળે છે.
શું સરકાર મારા ઑડિયો રેકોર્ડિંગ ઍક્સેસ કરી શકે છે?
વિશ્વભરની સરકારી એજન્સીઓ Googleને વપરાશકર્તાની માહિતી આપવા માટે આગ્રહ કરતી હોય છે. દરેક વિનંતી લાગુ કાયદા મુજબ છે તેની ખાતરી કરવા અમે તેનો કાળજીપૂર્વક રિવ્યૂ કરીએ છીએ. જો કોઈ વિનંતી વધુ પડતી માહિતી માગતી હોય, તો અમે તેને શક્ય તેટલી ઓછી કરવાનો બનતો પ્રયાસ કરીએ છીએ અને કેટલાક કિસ્સામાં તો કોઈપણ માહિતી આપવાનું ટાળીએ છીએ. અમારા પારદર્શિતા રિપોર્ટમાં અમે અમને મળતી વિનંતીઓની સંખ્યા અને પ્રકાર વિશેની માહિતી શેર કરીએ છીએ. વધુ જાણો
શું તમે મારા ઑડિયો રેકોર્ડિંગ અથવા અન્ય વ્યક્તિગત માહિતી વેચો છો?
Google ક્યારેય તમારા ઑડિયો રેકોર્ડિંગ અથવા અન્ય વ્યક્તિગત માહિતી વેચતું નથી.
વાપરવામાં સરળ એવા પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
કઈ ક્રિયાપ્રતિક્રિયાઓ સચવાય તેનું નિયંત્રણ કરવા માટે, બસ “Ok Google, મેં આ અઠવાડિયે જે કહ્યું હોય તે ડિલીટ કરો” જેવું કશું કહો અને Google Assistant “મારી પ્રવૃત્તિ”માંની એ બધી ક્રિયાપ્રતિક્રિયાઓ ડિલીટ કરશે.
મને મારા પ્રાઇવસીને લગતાં નિયંત્રણો ક્યાં મળી શકે છે?
પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત સર્વસામાન્ય પ્રશ્નોના જવાબો મેળવવા માટે Google Assistantને માત્ર, “હું ક્યાં જઈને મારા પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર કરી શકું છું?” જેવા પ્રશ્નો પૂછો. અથવા પ્રાઇવસીને લગતાં તમારા નિયંત્રણોના ઍક્સેસ માટે, તમે ગમે ત્યારે સીધા “Assistantમાંના તમારા ડેટા”ની મુલાકાત લઈ શકો છો.
તમે ઉલ્લેખ કર્યો છે કે હું મારી પ્રવૃત્તિમાંથી Assistant સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ ડિલીટ કરી શકું છું. તે કેવી રીતે કરી શકાય?
તમે મારી પ્રવૃત્તિમાંથી તમારા Assistant સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓને રિવ્યૂ કરી શકો છો અને “Ok Google, મેં આ અઠવાડિયે જે કહ્યું તે ડિલીટ કરો” કહીને પણ ડિલીટ કરી શકો છો. વધારાના નિયંત્રણો ઍક્સેસ કરવા માટે Assistant સેટિંગની મુલાકાત લો.
શું હું 'ઑટોમૅટિક રીતે ડિલીટ કરો' પર મારા ડેટાનું સેટઅપ કરી શકું?
હા, તમે મારી પ્રવૃત્તિમાંથી તમારી પ્રવૃત્તિનો ડેટા ઑટોમૅટિક રીતે ડિલીટ કરી શકો છો. તમે તમારી પ્રવૃત્તિનો ડેટા કેટલી અવધિ માટે સાચવવા માગો છો, તેની સમય મર્યાદા પસંદ કરો – 3, 18 અથવા 36 મહિના – અને તેના કરતાં જૂનો કોઈપણ ડેટા મારી પ્રવૃત્તિમાંથી નિરંતર ઑટોમૅટિક રીતે ડિલીટ થઈ જશે.
Google Assistant મારો અનુભવ મનગમતો બનાવવા માટે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
તમારા Google એકાઉન્ટનો ડેટા Google Assistantના તમારા અનુભવને મનગમતો બનાવી શકે છે અને તમારા માટે તમારા Assistantને વધુ ઉપયોગી બનાવી શકે છે.
એવા અમુક પ્રશ્નો હોય છે કે જેના માટે, Google Assistantને તમારી મદદ કરવા, તમારા ડેટાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે એમ પૂછો કે, “મારી મમ્મીનો જન્મદિવસ ક્યારે છે?” ત્યારે તમારા Assistantને “મમ્મી” કોણ છે અને તેમનો જન્મદિવસ ક્યારે છે તે જાણવા માટે, તમારા સંપર્કોનો સંદર્ભ લેવો જરૂરી હોય છે. અથવા જો તમે એમ પૂછો કે “શું આવતી કાલે મને છત્રીની જરૂર પડશે?” ત્યારે તમારું Assistant તમને સૌથી સુસંગત જવાબ આપવા માટે તમારા વર્તમાન સ્થાનનો ઉપયોગ કરે છે.
Google Assistant તમને સક્રિય સૂચનોની સુવિધા પ્રદાન કરવા માટે પણ ડેટાનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા નિયમિત રસ્તાઓ પર ટ્રાફિક હોય, ત્યારે તમારું Assistant તમારા સ્થાનનો ઉપયોગ કરીને તમને નોટિફિકેશન આપી શકે છે.
Google Assistant તમારા Google એકાઉન્ટમાંની પ્રવૃત્તિનો ઉપયોગ કરીને તમારા પરિણામો બહેતર બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે એમ પૂછો કે, “આજે રાત્રે ભોજનમાં મારે શું બનાવવું જોઈએ?” ત્યારે તમારું Assistant રૅસિપિના મનગમતા બનાવેલા સુઝાવો આપવા માટે, અગાઉના તમારા શોધ ઇતિહાસનો ઉપયોગ કરી શકે છે.
તમારો ડેટા જોવા અથવા ડિલીટ કરવા, તમારા વર્તમાન સેટિંગ ચેક કરવા અને ઉપલબ્ધ નિયંત્રણો વિશે વધુ જાણવા માટે, તમે ગમે ત્યારે “Google Assistantમાંના તમારા ડેટા”ની મુલાકાત લઈ શકો છો.
Google તમારા ડેટાની સુરક્ષા અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેના વિશે વધુ જાણવા માટે Googleની પ્રાઇવસી પૉલિસીની મુલાકાત લો.
Google Assistant તમારા ડેટા સાથે કઈ રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણો.
જો Google Assistant મને વ્યક્તિગત બનાવેલા પરિણામો આપતું હોય, તો શું હું તેને નિયંત્રિત કરી શકું?
હા. શેર કરેલા ડિવાઇસ પર એકથી વધુ વપરાશકર્તાઓ હોય, તો Google Assistant દરેકને તેમના હિસાબે મનગમતો બનાવેલો અનુભવ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે. ઑફિસે જવાના દિશાનિર્દેશો અથવા રૅસિપિ માટે મનગમતા બનાવેલા સુઝાવો જેવા વ્યક્તિગત પરિણામો પ્રાપ્ત કરવા માટે, જ્યારે તમારું Assistant તમારો વૉઇસ ઓળખે, માત્ર ત્યારે જ આ પગલાં અનુસરીને Voice Matchનું સેટઅપ કરો. Family Linkના વપરાશકર્તાઓ પણ આ પગલાં અનુસરીને Google Assistant તરફથી વ્યક્તિગત પરિણામો મેળવી શકે છે.
તમારા સેટિંગમાં ફેરફાર કરીને તમે સ્પીકર જેવા મોબાઇલ અને શેર કરેલા ડિવાઇસ પર વ્યક્તિગત પરિણામોના ઍક્સેસનું નિયંત્રણ કરી શકો છો. સાથે જ, તમે તમારા મોબાઇલની લૉક સ્ક્રીન પર વ્યક્તિગત પરિણામો કેવી રીતે દેખાશે, તેનું નિયંત્રણ કરી શકો છો.
કુટુંબો માટે બનાવેલું
Google Assistant તમારા કુટુંબના બધા સભ્યોને મનોરંજન પૂરું પાડવા અને તેમને ટ્રૅક પર રાખવાની અનેક રીતો ઑફર કરે છે. તમારું કુટુંબ Assistant સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તે મેનેજ કરવામાં Family Link જેવા ટૂલ તમારી સહાય કરી શકે છે.
Google Assistant ફૅમિલીને અનુરૂપ કન્ટેન્ટ કેવી રીતે આપે છે?
Google Assistant બાળકો અને કુટુંબો માટે સ્ટોરીથી લઈને ગેમ અને શિક્ષણ સંબંધિત ટૂલ સુધીની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે, જેમાં ત્રીજા પક્ષના ડેવલપર દ્વારા આપવામાં આવતું અમુક કન્ટેન્ટ પણ શામેલ હોય છે. Assistant પર કુટુંબો માટેનું કન્ટેન્ટ પ્રકાશિત કરવા આ ડેવલપર પાસે શિક્ષકે મંજૂર કરેલી ઍપ હોવી અથવા કુટુંબને અનુકૂળ હોય એવી તેમની ક્રિયા ઑફર કરવા માટે Google સાથે ભાગીદારીનો કરાર કરીને યોગ્યતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. બાળકોને ધ્યાનમાં રાખીને ત્રીજા પક્ષના ડેવલપર દ્વારા પ્રદાન કરવામાં આવેલી કોઈપણ ક્રિયા, અમારી માનક ક્રિયા સંબંધિત પૉલિસીઓ ઉપરાંત પરિવારો માટેની ક્રિયાઓના અમારા પ્રોગ્રામની ચોક્કસ જરૂરિયાતોનું પાલન કરે એ આવશ્યક છે. સામાન્ય રીતે આ ક્રિયાઓ Google Assistantમાં ઉપલબ્ધ થાય એ પહેલાં તે અમારી પૉલિસીઓ અને જરૂરિયાતોનું પાલન કરે છે, તે ચેક કરવા માટે અમે તેમનો રિવ્યૂ કરીએ છીએ.
મારા કુટુંબના સભ્યોને Google Assistant તરફથી જે કન્ટેન્ટ મળે છે, તેને હું કેવી રીતે મેનેજ કરી શકું?
તમે Google Home ઍપમાં જઈને તમારા ઘરમાં શેર કરેલા ડિવાઇસ માટે ડિજિટલ લાઇફસ્ટાઇલ નિયંત્રણોનો ઉપયોગ કરીને સ્માર્ટ ડિસ્પ્લે જેવા કન્ટેન્ટ નિયંત્રણો સેટ કરી શકો છો. આ સેટિંગ વડે તમે ડાઉનટાઇમ શેડ્યૂલ, કન્ટેન્ટ ફિલ્ટર કરવાના સેટિંગ મેનેજ કરી શકો છો અને ફોન કૉલ જેવી અમુક પ્રવૃત્તિઓ મર્યાદિત કરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે આ સેટિંગ અતિથિઓ અને Family Link વડે મેનેજ કરવામાં આવતા નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ પર અથવા એ ડિવાઇસના બધા વપરાશકર્તાઓ પર લાગુ કરવા કે નહીં.
Family Linkમાં ઑફર કરવામાં આવેલા માતાપિતાના યોગ્ય નિયંત્રણોનો ઉપયોગ કરીને તમે દરેક બાળક માટે વ્યક્તિગત મર્યાદા સેટ કરી શકો છો. શેર કરેલા ડિવાઇસ પર, તમે Voice Matchનો ઉપયોગ કરીને તમારા બાળકનું એકાઉન્ટ ડિવાઇસ સાથે લિંક કરી શકો છો, જેથી Assistant તેને ઓળખી શકે. એકવાર તમારા બાળકના એકાઉન્ટની નોંધણી થઈ જાય, પછી તે માત્ર “કુટુંબો માટે”નો બૅજ ધરાવતી Google સિવાયની ક્રિયાઓ ઍક્સેસ કરી શકે છે અને તેને Assistant મારફતે ખરીદી કરવા જેવી અમુક ક્રિયાઓ કરવાથી અટકાવવામાં આવે છે. તેમના એકાઉન્ટની નોંધણી થઈ હોય એવા Google Assistant ધરાવતા કોઈપણ ડિવાઇસ પર આ મર્યાદાઓ લાગુ થાય છે. Google Home અને Assistant સાથે Family Link એકાઉન્ટ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વધુ માહિતી માટે, Google for Families સહાય જુઓ.
Google Assistant બાળકોની વ્યક્તિગત માહિતીની સુરક્ષા કેવી રીતે કરે છે?
Google દ્વારા પરિવારો માટે ઍક્શન પ્રોગ્રામ પ્રદાન કરતા ડેવલપર સાથે તમારા બાળકનું નામ, ઇમેઇલ ઍડ્રેસ, વૉઇસ રેકોર્ડિંગ અથવા ચોક્કસ સ્થાન જેવી વ્યક્તિગત માહિતી શેર કરવામાં આવતી નથી. આ પ્રદાતાઓ પણ Google Assistant સાથેની તેમની વાતચીતમાં વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતીની માગણી ન કરવાની બાબતે સંમત થાય છે. જો અમને આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી કોઈ ક્રિયા જોવા મળે, તો અમે કાર્યવાહી કરીએ છીએ.
શું Google Assistant બાળકો માટેની સુવિધાઓમાંના ઑડિયો રેકોર્ડિંગ સાચવે છે?
અમે પરિવારો માટે ઍક્શન પ્રોગ્રામમાંની પ્રવૃત્તિઓ અથવા YouTube Kids વીડિયો જેવી બાળકોની સુવિધાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી ઑડિયો રેકોર્ડિંગ સાચવતા નથી, સિવાય કે ઑડિયો રેકોર્ડિંગનો સમાવેશ કરવાની પસંદગી કરી હોય તેવા Family Link વડે મેનેજ થતા Google એકાઉન્ટ દ્વારા અમને એ કરવા માટેની સંમતિ આપવામાં આવી હોય. વધુ વિગતો માટે, અમારી પ્રાઇવસી નોટિસ જુઓ.
શું હું મારા બાળકની Google Assistantની પ્રવૃત્તિઓમાંથી કોઈપણ ડેટા કાઢી નાખી શકું છું?
હા. તમે Family Link દ્વારા મેનેજ કરવામાં આવતા તમારા બાળકના એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તેની સાચવેલી પ્રવૃત્તિ ઍક્સેસ કરી શકો છો, તેની નિકાસ કરી શકો છો અને તેને ડિલીટ કરી શકો છો. તમે Family Link ઍપ મારફતે અથવા families.google.comની મુલાકાત લઈને તેમજ બાળકની પ્રોફાઇલ પર ક્લિક કરીને પણ તમારા બાળકની પ્રવૃત્તિના સેટિંગ મેનેજ કરી શકો છો. વધુ વિગતો માટે, g.co/childaccounthelp પર જાઓ.