ઑનલાઇન સલામત રહેવામાં તમારી સહાય
કરવા માટેના સાધનો અને ટિપ.
ઉદ્યોગ જગતની અગ્રણી સુરક્ષા સુવિધાઓ વડે અમે ઑટોમૅટિક રીતે તમારી પ્રાઇવસીની સુરક્ષા કરીએ છીએ. તમે તમારી ઑનલાઇન સુરક્ષાને મેનેજ કરવા અને તમારી સુરક્ષાનું યોગ્ય લેવલ પસંદ કરવા માટે લઈ શકો તેવા થોડા વધારાના પગલાં છે.
સુરક્ષા તપાસ
સુરક્ષા તપાસ કરાવો
તમારા Google એકાઉન્ટને સુરક્ષિત કરવા માટેની સરળ રીત સુરક્ષા તપાસ કરાવવી છે. આ પગલાંવાર સાધન તમારા Google એકાઉન્ટની સુરક્ષાને ચુસ્ત બનાવવા માટે, તમને વ્યક્તિગત કરેલાં અને પગલાં લઈ શકાય તેવા સુરક્ષા સંબંધિત સુઝાવો આપે છે.
2-પગલાંમાં ચકાસણી
2-પગલાંમાં ચકાસણી વડે હૅકર સામે રક્ષણ મેળવો
2-પગલાંમાં ચકાસણી તમારા માટે તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટેના તમારા વપરાશકર્તા નામ અને પાસવર્ડ ઉપરાંત એક વધુ સેકન્ડરી પરિબળનો ઉપયોગ કરવાનું જરૂરી બનાવીને તમે જેને તમારા એકાઉન્ટનો ઍક્સેસ આપવા ન માગતા હો તે કોઈપણ વ્યક્તિને દૂર રાખવામાં સહાય કરે છે. ઑનલાઇન લક્ષિત હુમલાના જોખમમાં હોય અને વધુ ચુસ્ત સુરક્ષાની જરૂર હોય એવા લોકો માટે, અમે વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ બનાવ્યો છે.
થોડી સહાય.
સશક્ત અને વિશેષ પાસવર્ડનો ઉપયોગ કરો
તમારા દરેક એકાઉન્ટ માટે સશક્ત, વિશેષ પાસવર્ડ બનાવવો એ તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે તમે લઈ શકો તે સૌથી મહત્ત્વપૂર્ણ પગલાંમાંથી એક છે. તમારા Google એકાઉન્ટ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને કોઈ છૂટક વેપારીની વેબસાઇટ જેવા એકથી વધુ એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરવાથી તમારું સુરક્ષા જોખમ વધે છે.
તમારા બધા પાસવર્ડનો ટ્રૅક રાખો
તમારા Google એકાઉન્ટમાં છે તેવું પાસવર્ડ મેનેજર, વિવિધ સાઇટ અને ઍપમાં તમે ઉપયોગ કરતા હો એવા તમારા પાસવર્ડને સુરક્ષિત રાખવામાં અને તેમનો ટ્રૅક રાખવામાં સહાય કરે છે. Googleના પાસવર્ડ મેનેજર તમને તમારા એકાઉન્ટમાં સલામત અને સરળ રીતે સાઇન ઇન કરવા માટે, તમારા બધા પાસવર્ડ બનાવવામાં, યાદ રાખવામાં અને સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં સહાય કરે છે.
સુરક્ષા સંબંધી સમસ્યાઓ માટે તમારા પાસવર્ડ ચેક કરો
ઝડપી પાસવર્ડની તપાસ વડે તમારા બધા સાચવેલા પાસવર્ડની સશક્તતા અને સુરક્ષા ચેક કરો. ત્રીજા પક્ષની સાઇટ અથવા એકાઉન્ટ માટે તમારા સાચવેલા પાસવર્ડમાંથી કોઈપણ પાસવર્ડ સાથે ચેડાં થયા છે કે કેમ તે જાણો અને જો જરૂર જણાય તો સરળતાથી તેને બદલો.
-
જો તમારો ફોન ગુમ થઈ જાય તો તેને લૉક કરો
જો તમારો ફોન ક્યારેય ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, તો તમે તમારા Google એકાઉન્ટની મુલાકાત લઈને માત્ર થોડાં ઝડપી પગલાંમાં તમારા ડેટાને સુરક્ષિત કરવા માટે બસ “તમારો ફોન શોધો” પસંદ કરી શકો છો. ભલે તમારી પાસે Android અથવા iOS ડિવાઇસ હોય, તમે તમારા ફોનને દૂરથી શોધી અને લૉક કરી શકો છો જેથી કોઈ અન્ય તમારા ફોનનો ઉપયોગ અથવા તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરી શકશે નહીં.
-
અપ ટૂ ડેટ સૉફ્ટવેર જાળવી રાખો
તમે હંમેશાં ઉપલબ્ધ એકદમ નવું વર્ઝન ચલાવો છો, તેની ખાતરી કરવા માટે તમે નિયમિત ઉપયોગ કરતા હોય તે સૉફ્ટવેરનો રિવ્યૂ કરો. Chrome બ્રાઉઝર સહિતની કેટલીક સેવાઓ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ શકે છે, જેથી તમને એકદમ નવી સુરક્ષા સુવિધાઓ અને સુધારાઓ મળશે.
-
તમારા ફોનમાંથી સંભવિત રૂપે હાનિકારક ઍપને બ્લૉક કરો
અમે Android માટેના બિલ્ટ-ઇન માલવેર સંરક્ષણ, Google Play Protect વડે તમારા ડિવાઇસની કાળજી રાખીએ છીએ, પણ તમારે તમારી મોબાઇલ ઍપને હંમેશાં તમારા વિશ્વસનીય સ્રોતથી ડાઉનલોડ કરવી જોઈએ. તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે, તમારી ઍપનો રિવ્યૂ કરો અને તમે જેનો ઉપયોગ કરતા ન હોય તેને ડિલીટ કરી દો, ઍપને ઑટોમૅટિક રીતે અપડેટ કરવાનું ચાલુ કરો અને તમારા સ્થાન અને ફોટા જેવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટાનો ઍપનો ઍક્સેસ મર્યાદિત કરો.
-
સ્ક્રીન લૉકનો ઉપયોગ કરો
જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લૅપટૉપ, ટૅબ્લેટ અથવા ફોનનો ઉપયોગ ન કરતા હો, ત્યારે અન્ય લોકોને તમારા ડિવાઇસ પર પહોંચવાથી રોકવા માટે તમારી સ્ક્રીનને લૉક કરી રાખો. વધારાની સુરક્ષા માટે, જ્યારે તમારું ડિવાઇસ નિષ્ક્રિય હોય ત્યારે તે ઑટોમૅટિક રીતે લૉક થાય તે માટે સેટ કરો.
-
સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરો
સાર્વજનિક અથવા મફત વાઇ-ફાઇનો ઉપયોગ કરવા અંગે સાવચેત રહેવું. પછી ભલે તે પાસવર્ડની આવશ્યકતાવાળા હોય. આ નેટવર્ક કદાચ એન્ક્રિપ્ટેડ ન પણ હોય, જેથી જ્યારે તમે કોઈ સાર્વજનિક નેટવર્ક સાથે કનેક્ટ થાઓ, ત્યારે કોઈપણ વ્યક્તિ તમારી ઇન્ટરનેટ પ્રવૃત્તિ, જેમ કે તમે મુલાકાત લો છો તે વેબસાઇટ અને સાઇટમાં તમે લખો તે માહિતીને મૉનિટર કરી શકે છે. જો સાર્વજનિક અથવા મફત વાઇ-ફાઇ એકમાત્ર વિકલ્પ હોય અને જો સાઇટ સાથેનું તમારું કનેક્શન સુરક્ષિત ન હોય, તો Chrome બ્રાઉઝર તમને ઍડ્રેસ બારમાં જણાવશે.
સુરક્ષિત વાઇ-ફાઇ કનેક્શનનો ઉપયોગ કરવાના મહત્ત્વ વિશે વધુ જાણવા માટે અને તમારા પોતાના વાઇ-ફાઇ નેટવર્કને સુરક્ષિત કરવાની ટિપ માટે, આ વીડિયો જુઓ.
-
સંવેદનશીલ માહિતી દાખલ કરતા પહેલાં ખાતરી કરો કે તમારું કનેક્શન સુરક્ષિત છે
જ્યારે તમે વેબ બ્રાઉઝ કરી રહ્યાં હો – અને ખાસ કરીને જો તમે પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડ જેવી સંવેદનશીલ માહિતી દાખલ કરવાનું વિચારતા હો, ત્યારે – ખાતરી કરો કે તમે મુલાકાત લો છો તે સાઇટનું કનેક્શન સુરક્ષિત છે. કોઈપણ કનેક્શનની ડિફૉલ્ટ સ્થિતિ સુરક્ષિત હોય છે. જો કનેક્શન સુરક્ષિત ન હોય, તો Chrome બ્રાઉઝર ઍડ્રેસ બારમાં લાલ રંગનું નાનકડું 'સુરક્ષિત નથી' લેબલ બતાવશે. HTTPS તમારા બ્રાઉઝર અથવા ઍપને તમે મુલાકાત લો છો તે વેબસાઇટ સાથે સુરક્ષિત રીતે કનેક્ટ કરીને તમારા બ્રાઉઝિંગને સુરક્ષિત રાખવામાં સહાય કરે છે.
-
Googleની સ્થાન સચોટતા
Googleની સ્થાન સચોટતા સ્થાન સેવાઓને બહેતર બનાવવા માટે વાયરલેસ ઍક્સેસ પૉઇન્ટ અને GPSના સાર્વજનિક રીતે બ્રોડકાસ્ટ થતાં વાઇ-ફાઇ ડેટાનો, સેલ ટાવરનો અને સેન્સરના ડેટાનો ઉપયોગ કરે છે. તમારા વાઇ-ફાઇ ઍક્સેસ પૉઇન્ટના ડેટાના એકત્રિકરણની નાપસંદગી કેવી રીતે કરવી તે વિશેની સૂચનાઓ માટે, અહીં વધુ જાણો.
ફિશિંગ પ્રયાસોથી બચો
સ્કૅમર તમારો સંપર્ક કેવી રીતે કરી શકે તે જાણો
સ્કૅમર તેમના સ્કૅમને કાયદેસરના સંદેશા તરીકે રજૂ કરીને પ્રતિષ્ઠાનો લાભ લઈ શકે છે. સ્કૅમર તમારો ગેરલાભ ઉઠાવવા માટે ઇમેઇલની સાથે સાથે ટેક્સ્ટ સંદેશા, ઑટોમૅટિક રીતે કરાતા કૉલ અને દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટનો ઉપયોગ પણ કરે છે.
શંકાસ્પદ URL અથવા લિંકને હંમેશાં પ્રમાણિત કરો
ફિશિંગ એ પાસવર્ડ અથવા બેંકની વિગતો જેવી મહત્ત્વપૂર્ણ વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી કઢાવવા માટે તમને છેતરવાનો એક પ્રયાસ છે. તે ઘણાં રૂપ ધારણ કરી શકે છે, જેમ કે નકલી લૉગ ઇન પેજ. છેતરાવાથી બચવા માટે, સમસ્યાવાળી લિંક પર ક્લિક કરશો નહીં; વેબસાઇટ અથવા ઍપ કાયદેસર છે તેની ખાતરી કરવા માટે, લિંક પર કર્સર ફેરવીને અથવા મોબાઇલ પરની ટેક્સ્ટને થોડીવાર દબાવી રાખીને URLને બે વાર ચેક કરી લો; અને ખાતરી કરો કે URL “https”થી શરૂ થાય છે.
ઢોંગ કરનારાઓથી સાવધાન રહો
સ્કૅમર કદાચ પોતે સરકારી અથવા બિનલાભકારી જેવી કાયદેસર સંસ્થાઓ તરીકે રજૂ થઈ શકે છે. આધિકારિક સ્રોત હોવાનો દાવો કરનાર કોઈ વ્યક્તિના સંદેશા વાંચતી વખતે હંમેશાં સાવધાનીથી આગળ વધો. જો તમે જાણતા હો તેવી વ્યક્તિ તરફથી ઇમેઇલ આવે, પણ તે સંદેશ વિચિત્ર લાગે છે, તો તેમનું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું હોઈ શકે છે. જ્યાં સુધી તમે કન્ફર્મ ન કરી શકો કે ઇમેઇલ કાયદેસર છે ત્યાં સુધી સંદેશનો જવાબ આપશો નહીં અથવા કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. નાણાં માટે તાકીદની વિનંતીઓ, વિદેશમાં ફસાવા વિશે ભાવુક વાર્તા બનાવનાર, પોતાનો ફોન ખોવાઈ ગયો અને કૉલ કરી શકતા નથી એવો દાવો કરનાર વ્યક્તિ જેવી બાબતોથી સાવચેત રહો.
ઇમેઇલ સ્કૅમ અથવા વ્યક્તિગત માહિતી માટેની વિનંતીઓથી સાવચેત રહો
અજાણ્યા લોકોના સંદેશા શંકાસ્પદ હોઈ શકે છે અને તમે જેના પર વિશ્વાસ કરતા હોય તેવી કોઈ વ્યક્તિ, જેમ કે તમારી બેંક હોવાનો ઢોંગ કરીને તમારી સાથે વાતચીત પણ કરી શકે છે. વ્યક્તિગત માહિતી પૂછતા હોય એવા શંકાસ્પદ ઇમેઇલ, ઝટપટ સંદેશા અથવા પૉપ-અપ વિન્ડોનો જવાબ આપશો નહીં. ક્યારેય શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં અને શંકાસ્પદ ફોર્મ અથવા સર્વેક્ષણોમાં વ્યક્તિગત માહિતી દાખલ કરશો નહીં. જો કોઈ બિનલાભકારી સંસ્થા ડોનેશન માગે, તો ડોનેશન આપવા માટે તમને મોકલેલી લિંક પર ક્લિક કરવાને બદલે સીધા સંસ્થાની વેબસાઇટ પર જાઓ.
ફાઇલોને ડાઉનલોડ કરતા પહેલાં બે વાર ચેક કરો
કેટલાક આધુનિક ફિશિંગ હુમલા વાયરસવાળા દસ્તાવેજો અને PDF જોડાણો દ્વારા થઈ શકે છે. જો તમને શંકાસ્પદ જોડાણ મળે, તો તેને ખોલવા માટે Chrome અથવા Google Driveનો ઉપયોગ કરો. અમે ફાઇલને ઑટોમૅટિક રીતે સ્કૅન કરીશું અને જો અમને કોઈ વાયરસ મળે તો તમને ચેતવણી આપીશું.
અન્ય રીતો વિશે જાણકારી મેળવો.
-
બિલ્ટ-ઇન સુરક્ષાસુરક્ષા સંરક્ષણની અમારી ઑટોમૅટિક સુવિધાઓ વિશે વધુ જાણો.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણોતમારા માટે યોગ્ય હોય એવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરો.
-
ડેટાના નિયમોઅમે જવાબદારીભર્યા ડેટાના નિયમો વડે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ, તેના વિશે વધુ જાણો.
-
જાહેરાતો અને ડેટાઅમારા પ્લૅટફૉર્મ પર તમે જે જાહેરાતો જુઓ છો, તેના વિશે વધુ જાણો.