અમે તમારી વ્યક્તિગત
માહિતી ખાનગી, સલામત અને સુરક્ષિત રાખીએ છીએ.
Googleમાં અમે તમારી પ્રાઇવસીનો આદર કરીએ છીએ અને ઉદ્યોગ જગતના અગ્રણી સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સંબંધિત જવાબદારીભર્યા નિયમો અને જેમનું નિયંત્રણ તમારી પાસે હોય એવા સરળતાથી ઉપયોગ કરી શકાતા પ્રાઇવસીને લગતાં સાધનો વડે તેની સુરક્ષા કરીએ છીએ.
શરૂઆત વિશ્વની
સૌથી અદ્યતન સુરક્ષા ટેક્નોલોજીથી થાય છે.
Googleની બધી સેવાઓમાં જોખમો તમારી સુધી પહોંચે એ પહેલાં જ તેમને ઑટોમૅટિક રીતે રોકી દે એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવેલી બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધા વડે તમારી પ્રાઇવસી સુરક્ષિત કરવામાં આવે છે.
ડેટાની આપ-લે થતી હોય એ દરમિયાન વિગતવાર એન્ક્રિપ્શન, તેને સલામત રાખે છે
એન્ક્રિપ્શનને કારણે અમારી સેવાઓની સુરક્ષા અને પ્રાઇવસી વધુ ઉચ્ચ સ્તરની બને છે. જ્યારે તમે ઇમેઇલ મોકલો, વીડિયો શેર કરો, વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા ફોટાનો સંગ્રહ કરો છો ત્યારે, તમે જે ડેટા બનાવો છો તે તમારા ડિવાઇસ, Google સેવાઓ અને અમારા ડેટા કેન્દ્રોની વચ્ચે આવતો જતો રહે છે. અમે આ ડેટાને HTTPS અને ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી જેવી અગ્રણી એન્ક્રિપ્શન ટેક્નોલોજી સહિત સુરક્ષાના એકથી વધુ સ્તરોથી સુરક્ષિત કરીએ છીએ.
સક્રિય સિક્યુરિટી અલર્ટ તમારી ખાનગી માહિતીની સુરક્ષા કરવામાં સહાય કરે છે
શંકાસ્પદ લૉગ ઇન અથવા દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટ, ફાઇલ કે ઍપ જેવું અમને કંઈક મળે અને અમને લાગે કે તેના વિશે તમને જાણ હોવી જોઈએ, તો અમે તમને સક્રિયપણે નોટિફિકેશન મોકલીશું અને તમને વધુ સુરક્ષિત રાખવામાં સહાય માટે અમે માર્ગદર્શન પ્રદાન કરીશું. જ્યારે અમને તમારા એકાઉન્ટમાં કંઈક શંકાસ્પદ મળે, ત્યારે અમે તમને તમારા ઇનબૉક્સમાં અથવા ફોનમાં નોટિફિકેશન મોકલીશું, જેથી તમે એક ક્લિકમાં તમારા એકાઉન્ટને સુરક્ષિત કરી શકો.
જોખમોની ભાળ મેળવીને તેમને બ્લૉક કરવાનું કામ ઑટોમૅટિક રીતે થાય છે
Safe Browsing સુવિધા દરરોજ 5 અબજ ડિવાઇસની સુરક્ષા કરે છે, જેમાં તમારું ડિવાઇસ પણ શામેલ છે. ઇન્ટરનેટને દરેક જણ માટે વધુ સલામત બનાવવા, અમે Appleના Safari અને Mozillaના Firefox સહિત અન્ય કંપનીઓ તેમના બ્રાઉઝરમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે એ માટે તેને શુલ્ક વિના ઉપલબ્ધ રાખી છે. આને કારણે તમે Google અને અન્ય બીજા પ્લૅટફૉર્મ પર બ્રાઉઝ કરો, ત્યારે તમે સુરક્ષિત રહો છો.
લગતાં સાધનો કે જેમનું નિયંત્રણ તમારી પાસે રહે છે.
તમારા Google એકાઉન્ટમાં કયો ડેટા સાચવવામાં આવે છે, તેનું નિયંત્રણ કરો
જ્યારે પ્રાઇવસીની વાત આવે, ત્યારે અમને ખબર છે કે બધા માટે સમાન નિયમ લાગુ ન પડે. તેથી જ તમારા માટે યોગ્ય હોય તેવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરવામાં અમે તમારી સહાય કરીએ છીએ. તમે તમારો ડેટા સાચવવા માગતા હો, ડિલીટ કરવા માગતા હો કે પછી તેને ઑટોમૅટિક રીતે ડિલીટ કરો પર સેટ કરવા માગતા હો, તો તેના માટે અમે તમને સાધનો આપીએ છીએ.
ડેટાના નિયમો વડે કરવામાં આવે છે.
તમે દરરોજ જે પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો છો, તેમને તમારા માટે વધુ ઉપયુક્ત બનાવવામાં ડેટા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે સખત પ્રોટોકૉલ અને નવી-નવી પ્રાઇવસી ટેક્નોલોજી વડે એ ડેટાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવા અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
બિલ્ટ-ઇન સુરક્ષાસુરક્ષા સંરક્ષણની અમારી ઑટોમૅટિક સુવિધાઓ વિશે વધુ જાણો.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણોતમારા માટે યોગ્ય હોય એવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરો.
-
ડેટાના નિયમોઅમે જવાબદારીભર્યા ડેટાના નિયમો વડે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ, તેના વિશે વધુ જાણો.
-
સુરક્ષા વિશે ટિપઑનલાઇન સલામત રહેવા માટે ઝડપી ટિપ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધો.
-
જાહેરાતો અને ડેટાઅમારા પ્લૅટફૉર્મ પર તમે જે જાહેરાતો જુઓ છો, તેના વિશે વધુ જાણો.