શોધવાનો સુરક્ષિત માર્ગ

પછલાં 20 વર્ષોં દરમિયાન, અબજો લોકોએ પોતાના સવાલો માટે Google Search પર ભરોસો કર્યો છે. અમે દરરોજ વિશ્વાસપાત્ર માહિતી પ્રદાન કરીને અને બિલ્ટ-ઇન સુરક્ષા ટેક્નોલોજી સાથે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખીને આ ભરોસો હાંસલ કરવા પર કાર્ય કરીએ છીએ.

ડિઝાઇન દ્વારા Google Search ખાનગી છે

અમે દરેક શોધને એન્ક્રિપ્ટ કરી ઇન્ડસ્ટ્રીની અગ્રણી ટેક્નોલોજી વડે તમારા ડેટાને સુરક્ષિત બનાવીએ છીએ. અમે નિયંત્રકો ઘડીએ છીએ જેથી તમે તમારા માટે યોગ્ય પ્રાઇવસી સેટિંગ્સ પસંદ કરી શકો. અને અમે ક્યારેય પણ તમારી વ્યક્તિગત માહિતીને વેચતા નથી.

ડેટાની સુરક્ષા

તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે અમે વિશ્વમાંના સૌથી ઉન્નત સુરક્ષા માળખાનું ઘડતર કરેલ છે. તમારા ડિવાઈસ અને અમારા ડેટા કેન્દ્રો વચ્ચેના સંક્રમણ દરમ્યાન આ માળખું તમારા ડેટાને ગુપ્ત અને સુરક્ષિત રાખે છે. જો તમે તમારી સર્ચ હિસ્ટરી તમારા Google એકાઉન્ટમાં સેવ કરી રાખો છો, તો તમારા દ્વારા ઉત્પન્ન થયેલ ડેટા, તમારા ડિવાઈસ, Google સેવાઓ અને અમારા ડેટા કેન્દ્ર વચ્ચે રહે છે. અમે સુરક્ષાના બહુવિધ સ્તરો વડે આ ડેટાની સુરક્ષા કરીએ છીએ, જેમાં HTTPS અને એન્ક્રિપ્શન એટ રેસ્ટ જેવી અગ્રણી એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

ડેટાની જવાબદારી

અમારી પાસે તમારા ડેટાની સુરક્ષા અને સમ્માન કરવાની જવાબદારી છે. તેથી અમે ક્યારેય પણ તમારી વ્યક્તિગત માહિતીને વેચતા નથી. એ જ હકીકત છે.

સરળતાથી ઉપયોગ થતા નિયંત્રણો

Google શોધપ્રાઇવસી નિયંત્રણો પ્રદાન કરે છે, જેથી તમે નક્કી કરી શકો કે તમારા Google એકાઉન્ટમાં તમે શું સેવ કરવા માંગો છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા ડેટાને ઓટોમેટિક રીતે ડિલીટ કરવા માટે ઓટો-ડિલીટની સુવિધા પણ ચાલુ કરી શકો છો.

તમારી સર્ચ હિસ્ટરી માટે પ્રાઇવસી સુરક્ષા

જો તમે ડિવાઇસ શેર કર્યું હોય, તો તમે ખાતરી કરી શકો કે જે લોકો તેનો ઉપયોગ કરે છે, તેઓ 'મારી પ્રવૃત્તિમાં' જઈને અને ત્યાં સેવ કરેલી હિસ્ટરીને જોઈ ન લે. તમે મારી પ્રવૃત્તિ માટે વધારાની ખાતરી કરવાનું પસંદ કરી શકો. જોકે, આ સેટિંગમાં બીજું કોઈ તમારી સંપૂર્ણ હિસ્ટરી જુએ એ પહેલાં તમારે વધારે માહિતી આપવી પડશે, જેમ કે તમારો પાસવર્ડ અથવા બે વાર ખાતરીની સુવિધા.

શોધ દરમ્યાન Google તમારૂં રક્ષણ કરે છે

Google Search શોધ માટેનો સૌથી સુરક્ષિત માર્ગ છે. સર્ચ દરરોજ શોધનાં પરિણામોમાંથી 40 અબજ સ્પામ સાઇટને બ્લોક કરે છે, જેથી તમે સુરક્ષિતપણે શોધી શકો, અને તમારી દરેક શોધને એન્ક્રિપ્ટ કરી તમારૂં રક્ષણ કરે છે. તમારા પરિણામો વિશે વધુ જાણવા અને તમારા Searchના અનુભવનું નિયંત્રણ કરવા Search તમને સાધનો પ્રદાન કરે છે.

Search પરિણામોમાંથી વેબસ્પામને બ્લોક કરે છે.

Search પરિણામોમાંથી વેબસ્પામને બ્લોક કરે છે.

તમારી વ્યક્તિગત માહિતી અથવા તમારી ઓળખની ચોરી થઈ શકે તેવી નુકસાનકારક વેબસાઈટ્સથી Search તમારૂં રક્ષણ કરે છે. દરરોજ અમે સર્ચના પરિણામોમાંથી 40 અબજ સ્પામ પેજને ઓળખી અને તેને બ્લોક કરીએ છીએ - જેમાં માલવેર ધરાવતી સાઈટ્સ અથવા તમારી વ્યક્તિગત માહિતી ચોરી લેવા માટે છેતરપીંડીથી બનાવવામાં આવતી વેબસાઈટ્સનો સમાવેશ થાય છે.

સેફ બ્રાઉસિંગ

સેફ બ્રાઉસિંગ

Google સુરક્ષિત બ્રાઉઝિંગ ચાર અબજ કરતાં વધુ ડિવાઇસનું રક્ષણ કરે છે અને Chromeમાં ચાુલ કરેલું હોય ત્યારે એવો ચેતવણીનો મેસેજ જણાવે છે કે તમે જે સાઈટનો ઉપયોગ કરવા માંગો છો તે અસુરક્ષિત હોય શકે. આ ચેતવણીઓ તમને અને તમારી વ્યક્તિગત માહિતીને સંભવિત માલવેર અને ફિશિંગ સ્કેમથી બચવામાં સહાય કરે છે.

દરેક સર્ચ એન્ક્રિપ્શન વડે સુરક્ષિત છે

Google.com અને Google એપ પર દરેક શોધને ડિફોલ્ટ રુપે એન્ક્રિપ્ત કરેલ છે, જેથી ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિથી તમારી માહિતી સુરક્ષિત રહી શકે.

SafeSearch

સેફસર્ચની રચના Google Search પર પોર્નોગ્રાફી જેવા અશ્લીલ કન્ટેન્ટ અને ગ્રાફીક હિંસાને ઓળખવા માટે કરવામાં આવી છે. જો તમે તમારા શોધનાં પરિણામોમાં અશ્લીલ કન્ટેન્ટ જોવા નથી માંગતા, તો તમે કોઈ પણ પ્રકારની આવી મળેલા અશ્લીલ કન્ટેન્ટને બ્લોક કરવા માટે Filterનો તેમજ તેને ઝાંખુ કરવા માટે Blurનો ઉપયોગ કરી શકો છો.

જ્યારે Google સિસ્ટમ સૂચવે છે કે તમે 18 વર્ષથી નીચે હોય શકો છો ત્યારે SafeSearch આપોઆપ Filter પર સેટ થઈ જાય છે.

તમારા ખાતામાંથી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવી સહેલી છે - અથવા તેને સેવ ન કરવાનું પણ પસંદ કરી શકો છો

તમારા Google ખાતા પર તમે તમારી સર્ચ હિસ્ટ્રી કેવી રીતે સેવ કરવા માંગો તેમજ બિલ્કુલ સેવ કરવા નથી માંગતા - તેનું નિયંત્રણ કરવું સરળ છે.

'મારી પ્રવૃત્તિ'માં સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરો

જ્યારે તમે Google પર 'વેબ અને એપ પ્રવૃત્તિ' ચાલુ રાખીને અને શોધ કરો છો, ત્યારે Google સર્ચ હિસ્ટ્રી જેવી તમારી પ્રવૃત્તિઓને તમારા Google એકાઉન્ટમાં સેવ કરી લે છે. તમને એપ અને કન્ટેન્ટની ભલામણો જેવા વ્યક્તિગત અનુભવો પ્રદાન કરવા માટે અમે તમારી સેવ કરેલી પ્રવૃત્તિઓનો ઉપયોગ Google સેવાઓ પર તમામ જગ્યાએ કરીએ છીએ. તમારા Google એકાઉન્ટમાં સેવ કરેલી અમુક અથવા સંપૂર્ણ સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે તમે 'મારી પ્રવૃત્તિ' પર જઈ શકો છો અને Google કઈ પ્રવૃત્તિ સેવ કરે છે અને Google તમારી સેવ કરેલી પ્રવૃત્તિને ક્યારે ઓટો-ડિલીટ કરે છે તેનાં સેટિંગ્સ સંચાલિત કરી શકો છો.

યાદ રાખો કે તમારી સર્ચ હિસ્ટ્રી Google એકાઉન્ટમાં સેવ ન થઈ ન હોય અથવા 'મારી પ્રવૃત્તિ'માંથી તમે ડિલીટ કરી હોય, તો પણ તમારૂં બ્રાઉઝર તેને સ્ટોર કરી શકે છે. તમારી બ્રાઉસર હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી તેના દિશાનિર્દેશો માટે તમારા બ્રાઉઝરની સૂચનાઓ તપાસો.

ઓટો-ડિલીટ કન્ટ્રોલનો ઉપયોગ કરો

ઓટો-ડિલીટ કન્ટ્રોલનો ઉપયોગ કરો

અન્ય 'વેબ અને એપ પ્રવૃત્તિ' સાથે ત્રણ, 18 અથવા 36 મહિના પછી, Google દ્વારા તમારી સર્ચ હિસ્ટ્રીને ઓટોમેટિક અને સતત રીતે ડિલીટ કરવાનું તમે પસંદગી કરી શકો છો. નવા એકાઉન્ટ માટે 'વેબ અને એપ પ્રવૃત્તિ' માટે ડિફોલ્ટ ઓટો-ડિલીટ વિકલ્પ 18 મહિના માટે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે હંમેશાં તમારા સેટિંગને અપડેટ કરવાનું પસંદ કરી શકો છો.


Google Search વિશે વધુ જાણો
અમે બનાવીએ છીએ તે દરેક પ્રોડક્ટમાં
સલામતી કેવી રીતે બિલ્ટ-ઇન હોય છે તે જાણો.