પ્રાઇવસી સંબંધિત અમારા સિદ્ધાંતો

દરેક જણ માટે ડિઝાઇન અનુસાર ખાનગી હોય એવી પ્રોડક્ટ બનાવવી.

અમે ડિઝાઇન અનુસાર ખાનગી હોય અને દરેક જણ માટે કામ કરે એવી પ્રોડક્ટ બનાવીએ છીએ. આનો અર્થ થાય છે કે અમે એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ કે અમે કયા ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને તેની સુરક્ષા કેવી રીતે કરીએ છીએ.

આ સિદ્ધાંતો ડેટાને ખાનગી અને સલામત તેમજ તમારી માહિતીને તમારા નિયંત્રણમાં રાખવાની બાબતે અમારી પ્રોડક્ટ, અમારી પ્રક્રિયાઓ અને અમારા લોકોનું માર્ગદર્શન કરે છે.

1.

તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ અમે ક્યારેય વેચતા નથી.

મહત્ત્વપૂર્ણ હોય તેવી પળોમાં Googleની પ્રોડક્ટને ઉપયુક્ત બનાવવા માટે, અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે નજીકના રેસ્ટોરન્ટ કે ઘરે જવા માટે સારી માઇલેજ આપતો રસ્તો શોધવામાં તમારી સહાય કરવી.

વધુ સંબંધિત જાહેરાતો આપવા માટે પણ અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. એક તરફ જ્યાં આ જાહેરાતો અમારા માટે શુલ્ક વિના દરેક જણને પ્રોડક્ટ ઑફર કરવાનું શક્ય બનાવે છે, ત્યાં બીજી તરફ એ વાત સ્પષ્ટ કરવી પણ એટલી જ જરૂરી છે કે અમે તમારી વ્યક્તિગત માહિતી જાહેરાતના ઉદ્દેશ સહિત, કોઈને પણ ક્યારેય વેચતા નથી. સીધી અને સરળ વાત, આવું અમે ક્યારેય કરીશું નહીં.

2.

અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ અને તેનું કારણ શું છે એ વિશે, અમે પારદર્શક છીએ.

અમે તમને જાણ કરવા માગીએ છીએ કે અમે કયો ડેટા એકત્રિત કરીએ છીએ, તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને શા માટે. પારદર્શિતા હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેથી જ અમે આ માહિતી શોધવાનું અને સમજવાનું સરળ બનાવીએ છીએ. આ રીતે, તમે Google પ્રોડક્ટનો ઉપયોગ કરવાની તમારી રીત વિશે માહિતીસભર નિર્ણય લઈ શકો છો.

3.

તમારા માટે તમારી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરવાનું અમે સરળ બનાવીએ છીએ.

આનો અર્થ એ થાય છે કે તમે તમારા માટે યોગ્ય હોય એવા પ્રાઇવસી સેટિંગ સરળતાથી પસંદ કરી શકો છો અને તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે Google સાથે શેર કરેલી વ્યક્તિગત માહિતીને નિયંત્રિત કરી શકો છો - જેમાં તમારા ડેટાનો રિવ્યૂ કરવો, જો તમારી ઇચ્છા હોય તો તેને ડાઉનલોડ કરીને બીજી સેવામાં ખસેડવો અથવા તેને સંપૂર્ણપણે ડિલીટ કરવો શામેલ છે.

4.

તમારી પ્રાઇવસીને વધુ સુરક્ષિત બનાવવા માટે, અમે જે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તેને ઘટાડીએ છીએ.

અમે Drive, Gmail અને Photos જેવી ઍપમાં તમે બનાવેલા અને સ્ટોર કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કોઈ જાહેરાતના હેતુસર ક્યારેય કરતા નથી અને અમે ખાસ તમારા માટે જાહેરાતો તૈયાર કરવા ક્યારેય આરોગ્ય, જાતિ, ધર્મ અથવા જાતીય અભિગમ જેવી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરતા નથી.

તમે શોધેલી અને જોયેલી વસ્તુઓ જેવી તમારા Google એકાઉન્ટ સાથે જોડાયેલો તમારી ઑનલાઇન પ્રવૃત્તિનો ડેટા અમે નિયમિત રીતે ડિલીટ કરી શકીએ એ માટે, તમે જ્યારે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરો ત્યારે અમે ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાના નિયંત્રણોને પણ ડિફૉલ્ટ બનાવીએ છીએ.

5.

ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત હોય એવી પ્રોડક્ટ બનાવીને અમે તમારી સુરક્ષા કરીએ છીએ.

જ્યારે તમે અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારી માહિતી બાબત અમારો વિશ્વાસ કરો છો અને તમારા વિશ્વાસ પર ખરા ઉતરવું એ અમારી જવાબદારી છે. આ જ કારણ છે કે અમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે, વિશ્વના સૌથી અદ્યતન સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૈકી એકનો ઉપયોગ કરીએ છીએ.

ડિફૉલ્ટ તરીકે, અમારી પ્રોડક્ટને સુરક્ષિત રહેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તમારી વ્યક્તિગત માહિતીની ચોરી કરવાનો પ્રયાસ કરતા દોષી વ્યક્તિઓ જેવા વધતા જતા ઑનલાઇન જોખમો તમારી સુધી પહોંચે એ પહેલાં જ તેની ભાળ મેળવવા તથા તેમની સામે તમારું રક્ષણ કરવા માટે અમે અમારા સુરક્ષાના માપદંડોને સતત સશક્ત કરી રહ્યાં છીએ.

6.

અમે વિગતવાર પ્રાઇવસી ટેક્નોલોજી બનાવીએ છીએ અને તેમને અન્ય લોકો સાથે શેર કરીએ છીએ.

અમે જે કંઈ કરી રહ્યાં છીએ, તેનો મૂળ ઉદ્દેશ છે ઇન્ટરનેટને ખુલ્લું, ખાનગી અને સલામત રાખવું. તમારી ઑનલાઇન સલામતી Google પૂરતી મર્યાદિત રહેવી જોઈએ નહીં – તે સંપૂર્ણ ઇન્ટરનેટ પર લાગુ થવી જોઈએ. આ જ કારણ છે કે અમે નવી પ્રાઇવસી ટેક્નોલોજીની શોધ કરવાનું અને તેમને વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખ્યું છે. અમે અમારા ભાગીદારો, સંસ્થાઓ અને હરીફો સાથે અમારું જ્ઞાન, અનુભવો અને ટૂલ શેર કરીએ છીએ, કારણ કે ઇન્ટરનેટને સલામત રાખવા માટે દરેક વ્યક્તિએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.

દરેક વ્યક્તિને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં
Google કેવી રીતે સહાય કરે છે તેના વિશે શોધખોળ કરો.