તમારી ડિજિટલ લાઇફને
Pixel સુરક્ષિત રાખે છે.

તમારો ફોન તમારી ડિજિટલ લાઇફના કેન્દ્ર સ્થાને હોય છે, એનો અર્થ એ છે કે તેમાં તમારી સૌથી વધુ વ્યક્તિગત અને ખાનગી માહિતીમાંથી કેટલીક માહિતી સ્ટોર કરેલી હોય છે. તેથી જ અમે સુરક્ષા અને પ્રાઇવસીને કેન્દ્ર સ્થાને રાખીને જ Pixel ફોન ડિઝાઇન કર્યો છે.

બધી જ રીતે Pixel
તમારા ફોનને સુરક્ષિત રાખે છે.

ડિઝાઇન દ્વારા સુરક્ષા

સુરક્ષાના એક કરતાં વધુ સ્તર વડે તમારા ડેટાને સુરક્ષિત રાખવામાં આવે છે, અંદરથી અને બહારથી.

પ્રમાણીકરણ

પ્રમાણીકરણની સુવિધા તમારા ફોનનો ઍક્સેસ માત્ર તમારી પાસે જ છે તેની ખાતરી કરવામાં સહાય કરે છે.

Pixel ઇન્ટેલિજન્સ

ઑન-ડિવાઇસ ઇન્ટેલિજન્સની સુવિધા તમારા ડેટાને વધુ ખાનગી રાખવામાં સહાય કરે છે.

સુરક્ષા અને નિયંત્રણો

તમે જે કંઈપણ ડાઉનલોડ, બ્રાઉઝ અને શેર કરો છો તે માટે ઉપયોગમાં સરળ પ્રાઇવસીને લગતાં નિયંત્રણો અને સક્રિય સુરક્ષા.

ડિઝાઇન દ્વારા સુરક્ષા

તમારો ફોન અને ડેટાને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે અમે Pixelનું હાર્ડવેર અને સૉફ્ટવેર સાથે મળીને કામ કરે એ રીતે ડિઝાઇન કર્યા છે.

Titan™ M ચિપ

Titan™ M ચિપ

એન્ટરપ્રાઇઝ સ્તરની Titan M સુરક્ષા ચિપને તમારા સૌથી વધુ સંવેદનશીલ વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે કસ્ટમ રીતે બનાવવામાં આવી છે. Google ક્લાઉડ ડેટા કેન્દ્રોને સુરક્ષિત રાખવા માટે અમે જે સમાન ચિપનો ઉપયોગ કરતા હતા તે ચિપના આધારે બનાવવામાં આવેલી આ Titan M સુરક્ષા ચિપ ઍપમાં પાસકોડ સુરક્ષા, એન્ક્રિપ્શન અને સુરક્ષિત વ્યવહારો જેવી તમારી સૌથી વધુ સંવેદનશીલ પ્રક્રિયાઓ અને માહિતીને હૅન્ડલ કરે છે.

ઑન-ડિવાઇસ ઇન્ટેલિજન્સ

Google Pixel ફોન સહિતની અમારી પ્રોડક્ટને વધુ સહાયરૂપ બનાવવા માટે ઘણા વર્ષોથી મશીન શિક્ષણ (ML)નો ઉપયોગ કરી રહ્યું છે. ઑન-ડિવાઇસ ઇન્ટેલિજન્સ સુવિધા 'હમણાં વાગી રહ્યું છે' અને રેકોર્ડર ઍપ જેવી તમારા ફોનમાં આવેલી સુવિધાઓનું સંચાલન કરવા માટે ML મૉડલનો ઉપયોગ કરે છે. આ તમારા વધુ અને વધુ ડેટાને તમારા ફોનમાં અને તમારા પૂરતો ખાનગી રાખે છે.

તમારા વધુ ડેટાને તમારા ડિવાઇસમાં જ રાખે તેવી, ML સુવિધાનો ઉપયોગ કરવાની નવી રીતોના અમે પ્રણેતા રહ્યાં છીએ. આમાંની એક રીતને ફેડરેટેડ લર્નિંગ કહેવામાં આવે છે. આ નવો અભિગમ ML મૉડલને તાલીમ આપવા માટે અલગ-અલગ ડિવાઇસમાંની અનામીકરણ કરેલી માહિતીને સંયુક્ત રીતે જોડે છે, જેથી કોઈના પણ વિશે વ્યક્તિગત રીતે જાણ્યા વિના અમને દરેક જણ પાસેથી શીખવામાં સહાય કરે છે. ફેડરેટેડ લર્નિંગ તમારી પ્રાઇવસીની જાળવણી કરવામાં સહાય કરે છે અને અમને 'હમણાં વાગી રહ્યું છે' જેવી વધુ સહાયરૂપ પ્રોડક્ટ અને સેવાઓ બનાવવાની મંજૂરી આપે છે. વધુ જાણો

ગૅરંટીવાળી અને ઑટોમૅટિક અપડેટ

તમારો Pixel ફોન ઑટોમૅટિક રીતે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે નવીનતમ OS અને સુરક્ષા અપડેટ મેળવે છે.1 અને Googleની ઍપ Google Play પરથી અપડેટ કરી શકાતી હોવાથી, તમારી મનપસંદ ઍપમાં નવી સુવિધાઓ અને સુરક્ષામાં કરાયેલા વધારા તૈયાર થાય કે તરત જ તમને તે મળે છે.

વિક્ષેપરહિત અપડેટ સાથે ફોન વાપરતા રહો

OS અપડેટ ઇન્સ્ટૉલ કરતી વખતે તમારા દ્વારા થતા ફોનના ઉપયોગમાં વિક્ષેપ પાડવાને બદલે, Pixel ઑટોમૅટિક રીતે અપડેટ ડાઉનલોડ કરે છે અને પાર્ટિશન તરીકે ઓળખાતા સ્ટોરેજના એક ખાસ વિભાગમાં અલગથી તેને ઇન્સ્ટૉલ કરે છે. આ બધુ સંપૂર્ણપણે બૅકગ્રાઉન્ડમાં થાય છે, જેથી તમે કોઈપણ વિક્ષેપ વિના તમારા ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. જ્યારે અપડેટ ઇન્સ્ટૉલ થઈ જાય અને તમે તૈયાર હો, ત્યારે તમારે બસ તમારો ફોન ફરી શરૂ કરવાની જરૂર રહેશે અને તમે OSનું નવીનતમ વર્ઝન મેળવશો.

ચકાસાયેલું બૂટઅપ

દરેક વખતે જ્યારે તમે તમારો Pixel ચાલુ કરો, ત્યારે તમે ઉપયોગમાં લઈ રહ્યાં છો તે OS Google તરફથી આવી છે અને તેની સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવામાં સહાય કરવા માટે Titan M અને ચકાસાયેલું બૂટઅપ સુવિધા કામે લાગી જાય છે. ચકાસાયેલું બૂટઅપ સુવિધા તમારી પાસે OSનું નવીનતમ વર્ઝન છે તે કન્ફર્મ કરવા અને તમારા Pixelને કોઈ જૂના વર્ઝનનો ઉપયોગ કરવાથી રોકવા માટે Titan M પર સ્ટોર કરવામાં આવેલી માહિતીને પણ ચેક કરે છે. આનાથી હુમલાખોરો દ્વારા કદાચ કોઈ જાણીતા સુરક્ષા જોખમો ધરાવતા OSના અગાઉના વર્ઝનને લોડ કરવાથી રોકવામાં સહાય મળે છે, જેથી તમારો ફોન સલામત રહે.

પ્રમાણીકરણ

Pixel પ્રમાણીકરણની બિલ્ટ-ઇન સુરક્ષા સાથે આવે છે જે અન્ય લોકોને તમારા ફોનનો ઍક્સેસ કરતા રોકે છે.

Pixelને અનલૉક કરવો

Pixelને અનલૉક કરવો

તમારા ફોનને અનલૉક કરવાનું સરળ, સૌથી ઝડપી અને સુરક્ષિત હોવું જોઈએ. Pixel 4aમાંની Pixel Imprint જેવી સુવિધા તમારા ફોનનો ઍક્સેસ માત્ર તમારી પાસે જ છે તેની ખાતરી કરવામાં સહાય કરે છે. તે તમને તમારી મનપસંદ ઍપમાં સુરક્ષિત રીતે ચુકવણીઓ કરવાની પણ મંજૂરી આપે છે. તમારી ફિંગરપ્રિન્ટનો ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને હંમેશાં તમારા ફોનમાં જ રહે છે.

Pixel 4માં ફેસ અનલૉકની સુવિધા ચહેરાની ઓળખનો ઉપયોગ કરે છે કે જેની તમારા ફોન પર પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તમારા ચહેરાના ડેટાને ક્યારેય ક્લાઉડ પર અપલોડ કરવામાં ન આવે અથવા તો અન્ય સેવાઓ સાથે શેર કરવામાં ન આવે. ચહેરાની છબીઓને ક્યારેય સ્ટોર કરવામાં કે જાળવી રાખવામાં આવતી નથી. તમારી પ્રાઇવસી અને સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે, અનલૉક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા તમારા ચહેરાના ડેટાને સુરક્ષિત રીતે Pixelની Titan M સુરક્ષા ચિપમાં સ્ટોર કરવામાં આવે છે અને તે તમારા બાકીના ફોન કે ઑપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ હોતો નથી.

Find My Device

જો ક્યારેય પણ તમારો Pixel ભૂલથી ક્યાંક મૂકાઈ જાય, તો Find My Device સહાય કરી શકે છે.2 તમે કોઈપણ બ્રાઉઝર પરથી તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરીને અથવા કોઈપણ Android ડિવાઇસ પર Find My Device ઍપ વડે તમારા ફોનનું સ્થાન શોધી શકો છો અને તેની પર રિંગ વગાડી શકો છો.

Find My Device તમને રિમોટલી તમારો ફોન લૉક કરવાની અથવા લૉક સ્ક્રીન પર સંદેશ બતાવવાની મંજૂરી પણ આપે છે, જેથી જો કોઈને તમારો ફોન મળે, તો તેમને જાણ થાય કે કોનો સંપર્ક કરવો જોઈએ. જો તમને ખાતરી થઈ જાય કે તમારો ફોન હવે પાછો નહીં મળે, તો તમે રિમોટલી તમારો બધો ડેટા કાઢી નાખી શકો છો. વધુ જાણો

ફેક્ટરી રીસેટ સુરક્ષા

વધુ સારી ચોરી-પ્રતિરોધક સુરક્ષા માટે, દરેક Pixel ફોન ફેક્ટરી રીસેટ સુરક્ષા સુવિધા સાથે આવે છે. આનાથી તમારા પાસકોડ કે Google એકાઉન્ટના પાસવર્ડ વિના કોઈપણ તમારો ફોન ફરીથી સક્રિય કરી શકતું નથી તેની ખાતરી કરવામાં સહાય મળે છે. તમારા ફોનને સલામત અને સુરક્ષિત રાખવાની ઘણી બઘી રીતોમાંની આ એક રીત છે. વધુ જાણો

Pixel ઇન્ટેલિજન્સ

ડિવાઇસ પરની મશીન શિક્ષણ સુવિધા અને AI (કૃત્રિમ બુદ્ધિમતા)માં અમારો વિકાસ તમારા વધુ અને વધુ ડેટાને તમારા હાથમાં રાખવાની સાથે-સાથે Pixelને વધુ સહાયરૂપ બનાવે છે.

હમણાં વાગી રહ્યું છે

હમણાં વાગી રહ્યું છે

તમારો Pixel 'હમણાં વાગી રહ્યું છે' સુવિધા વડે આસપાસ વાગી રહેલા મ્યુઝિકને ઓળખી શકે છે. ગીત ઓળખવાની અન્ય સેવાઓની જેમ કાર્ય ન કરતા, બધી જ પ્રક્રિયાઓ સીધી તમારા Pixel પર જ થાય છે. જેથી જ્યારે પણ કોઈ ગીત આવે, ત્યારે તમારો ફોન તેના ડિવાઇસ પરના મ્યુઝિક ડેટાબેઝ સાથે અમુક સેકન્ડના મ્યુઝિકની સરખામણી કરે છે અને શું વાગી રહ્યું છે તેની ઝડપથી ઓખળ કરે છે – આ બધુ તમારા ફોનમાંથી કોઈપણ ઑડિયો અન્ય ક્યાંય મોકલ્યા વિના. 'હમણાં વાગી રહ્યું છે' સુવિધા સૌથી ઝડપી કામ કરે છે અને તે ખાનગી છે.

Pixel 4 પર 'હમણાં વાગી રહ્યું છે' સુવિધા ફેડરેટેડ વિશ્લેષણ તરીકે ઓળખાતી સુરક્ષા-સાચવણી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તે કોઈપણ વ્યક્તિગત ફોન દ્વારા કયા ગીતો સાંભળવામાં આવે છે તેની માહિતી જાહેર કર્યા વિના, સમગ્ર Pixel ફોન પર વારંવાર ઓળખવામાં આવેલા ગીતોને પ્રદેશ મુજબ શોધી કાઢે છે. આ કુલ ડેટાનો ઉપયોગ કરીને તે તમે શું સાંભળો છો તેની ક્યારેય પણ Googleને જાણ થવા દીધા વિના, લોકો શક્ય રીતે જે ગીતો સૌથી વધુ સાંભળવાના હોઈ શકે તેના વડે ડિવાઇસ પરના ગીતોના ડેટાબેઝને અપડેટ કરે છે. વધુ જાણો

Frequent Faces

Pixelની આ સુવિધા તમે જે લોકોના સૌથી વધુ ફોટા લો છો તેમને યાદ રાખે છે અને એવા બેસ્ટ ફોટા કૅપ્ચર કરે છે જેમાં તેઓ આંખો ઝબકાવવાને બદલે સ્મિત કરતા હોય. આવું કરવા માટે, તમારો Pixel તમારા ફોટામાં વારંવાર આવતા ચહેરા પર પ્રક્રિયા કરે છે અને તેમના વિશેની માહિતી સાચવે છે. આ માહિતી વાસ્તવિક દુનિયાની કોઈપણ ઓળખ સાથે સંબંધિત હોતી નથી. આ બધુ સંપૂર્ણપણે તમારા ડિવાઇસ પર થાય છે અને તેને ક્યારેય Googleની ઍપ, તમારા Google એકાઉન્ટથી સંબંધિત ઍપ કે અન્ય કોઈ ઍપ સાથે શેર કરવામાં આવતું નથી. Frequent Faces ડિફૉલ્ટ તરીકે બંધ હોય છે અને Frequent Facesનો બધો ડેટા જ્યારે પણ તેને બંધ કરવામાં આવે ત્યારે ડિલીટ કરવામાં આવે છે.

સ્ક્રીન અટેન્શન

જ્યારે તમે સ્ક્રીન અટેન્શન વડે તમારી સ્ક્રીન સામે જોઈ રહ્યાં હો, ત્યારે તમારી સ્ક્રીન ચાલુ રાખો. મશીન શિક્ષણના મૉડલ અને આગળના કૅમેરાનો ઉપયોગ કરીને, સ્ક્રીન અટેન્શનને જાણ થાય કે કોઈ તમારી સ્ક્રીન તરફ જોઈ રહ્યું છે, ત્યારે તે તમારા ફોનની સ્ક્રીનને બંધ થઈ જવાથી રોકે છે. આ વિશ્લેષણ સીધું તમારા ડિવાઇસ પર જ થાય છે અને કોઈપણ ડેટા સ્ટોર કરવામાં, શેર કરવામાં આવતો નથી કે Googleને મોકલવામાં આવતો નથી. તમે ડિસ્પ્લે સેટિંગમાં જઈને કોઈપણ સમયે સ્ક્રીન અટેન્શન ચાલુ કે બંધ કરી શકો છો.

Motion Sense

Motion Sense

Pixel 4 સંકેતોને ઓળખવા અને જ્યારે કોઈ આસપાસ હોય ત્યારે તે વિશે સમજવા માટે Soli નામક મોશન સેન્સિંગ રડાર ચિપ અને વિશિષ્ટ સૉફ્ટવેર ઍલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. તમે કોઈપણ સમયે Motion Sense3 ચાલુ કે બંધ કરી શકો છો. સેન્સરના બધા ડેટાની સીધી તમારા Pixel પર પ્રક્રિયા કરવામાં આવે છે. તેને ક્યારેય પણ Googleની સેવાઓ કે અન્ય ઍપ પર સાચવવામાં કે શેર કરવામાં આવતો નથી.

કૉલર ID અને સ્પામ સામે સુરક્ષા

અજાણ્યા નંબર પરથી આવતા કેટલાંક કૉલ સ્કૅમ હોઈ શકે છે. તેથી જ દરેક Pixel કૉલર ID અને સ્પામ સામે સુરક્ષા સુવિધા સાથે આવે છે, જેથી તમે તમારા સંપર્કોમાં ન હોય તેવા કૉલર અને વ્યવસાયો વિશેની માહિતી જોઈ શકો અને સંભવિત સ્પામ કૉલર વિશે ચેતવણીઓ મેળવી શકો. વધુ જાણો

Messages માટે ચકાસણી કરાયેલો SMS અને સ્પામ સામે સુરક્ષા

Messages માટે ચકાસણી કરાયેલો SMS સુવિધા તમને ટેક્સ્ટ મોકલી રહેલા વ્યવસાયની સાચી ઓળખ કન્ફર્મ કરવામાં સહાય કરશે. આ સુવિધા સંદેશ દીઠના ધોરણે કન્ટેન્ટ કોઈ ચોક્કસ વ્યવસાય દ્વારા મોકલવામાં આવ્યું છે તેની ચકાસણી કરીને કાર્ય કરે છે. જ્યારે કોઈ સંદેશની ચકાસણી કરવામાં આવે છે – આ ક્રિયા તમારા સંદેશા Googleને મોકલ્યા વિના કરવામાં આવે છે – ત્યારે તમે તમારા સંદેશના થ્રેડમાં વ્યવસાયના નામ અને લોગો ઉપરાંત ચકાસણી બેજ પણ જોશો.

તમને સંદેશા મોકલી રહેલા વ્યવસાયની ચકાસણી કરવા ઉપરાંત, અમે Messagesમાં સ્પામ સામે તમને સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યાં છીએ. Messages માટે સ્પામ સામે સુરક્ષા સુવિધા વડે, અમે તમને અમારા દ્વારા શોધવામાં આવેલા શંકાસ્પદ સ્પામ અને અસુરક્ષિત વેબસાઇટ વિશે ચેતવણી આપીએ છીએ. જો તમને તમારા Messagesમાં શંકાસ્પદ સ્પામ વિશેની ચેતવણી જોવા મળે, તો તે સ્પામ છે કે નહીં તેની જાણકારી અમને આપીને તમે અમને અમારા સ્પામ મૉડલને બહેતર બનાવવામાં સહાય કરી શકો છો. તમે કોઈપણ સમયે Messagesમાં સ્પામ ટેક્સ્ટની પણ જાણ કરી શકો છો અને વાતચીત બ્લૉક કરી શકો છો, જેથી તમને વધુ સંદેશા મળશે નહીં.

કૉલ સ્ક્રીન

Pixelમાં કૉલ સ્ક્રીન4 પણ હોય છે, એક એવી સુવિધા જે તમે કૉલ ઉપાડો તે પહેલાં કોણ અને શા માટે તમને કૉલ કરી રહ્યું છે તે જાણવામાં તમારી સહાય કરવા માટે Google Assistantનો ઉપયોગ કરે છે. તે તમને સમય બચાવવામાં અને અનિચ્છિત કૉલ અવગણવામાં સહાય કરે છે. તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે, તમારા કૉલનું ટ્રાન્સક્રિપ્શન સંપૂર્ણપણે તમારા ડિવાઇસ પર થાય છે. વધુ જાણો

Gboard

Pixelનું ડિફૉલ્ટ કીબોર્ડ તમને ગ્લાઇડ ટાઇપિંગ, વૉઇસ અને સંકેત સહિત અલગ-અલગ રીતોથી તમારા મિત્રો અને કુટુંબ સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે. તમે ઍપ સ્વિચ કર્યા વિના 900+ ભાષાઓ વચ્ચે ટૉગલ કરી શકો છો અને GIFs, ઇમોજી, સ્ટિકર અને બીજુ ઘણું શેર કરી શકો છો. તમે જે ટાઇપ કરો છો તેને ખાનગી રાખવા માટે, Gboard ફેડરેટેડ લર્નિંગ નામક મશીન શિક્ષણ અભિગમનો ઉપયોગ કરે છે. તે Googleને ઑટોમૅટિક રીતે સુધારો કરવાની સુવિધા, શબ્દ સૂચન અને ઇમોજી સૂચનની સુવિધાની Gboard પર કાર્ય કરવાની રીતમાં સુધારો કરવાની મંજૂરી આપવાની સાથે-સાથે તમારા સંદેશા તમારા ડિવાઇસમાં જ રહે તેની ખાતરી કરે છે. વધુ જાણો

લાઇવ કૅપ્શન

ફક્ત એકવાર ટૅપ કરવાથી, લાઇવ કૅપ્શન5 તમારા ફોન પરના મીડિયા અને ફોન કૉલને ઑટોમૅટિક રીતે ટ્રાન્સ્ક્રાઇબ કરે છે. તમે તેનો ઉપયોગ ફોન કૉલ માટે અને વીડિયો, પૉડકાસ્ટ અને ઑડિયો પર કરી શકો છો – તમે રેકોર્ડ કરેલી વસ્તુઓ માટે પણ કરી શકો છો. લાઇવ કૅપ્શન તમારા ડિવાઇસ પર કામ કરે છે, જેથી જેવી જ સ્પીચની જાણ થાય કે તરત જ તમારી સ્ક્રીન પર કૅપ્શન દેખાવા લાગશે. બધો ડેટા તમારા ફોનમાં જ રહે છે.

બેસ્ટ ફોટો

જ્યારે બેસ્ટ ફોટો સુવિધા ચાલુ કરવામાં આવે છે, ત્યારે ડિવાઇસ પરનું કમ્પ્યુટર વિઝન મૉડલ લાઇટિંગ, હાવભાવ અને કંપોઝિશન જેવી ક્વૉલિટીને આધારે તમારા ફોટામાંની શ્રેષ્ઠ ફ્રેમ ઓળખી કાઢે છે. પછી બેસ્ટ ફોટો સુવિધા તમને શ્રેષ્ઠ છબીઓનો સુઝાવ આપે છે. આ બધુ સીધું તમારા ફોન પર જ થાય છે અને વૈકલ્પિક ફોટામાંથી કોઈપણ ફોટાને ક્યારેય ક્લાઉડ પર અપલોડ કરવામાં આવતા નથી, સિવાય કે તમે સાચવવાનું પસંદ કરો.

Google Assistant6

Google Assistant તમારા અવાજનો ઉપયોગ કરીને વધુ કાર્યો પૂરા કરવામાં તમારી સહાય કરે છે. તમારા Pixelના Google Assistantને જ્યાં સુધી તે “Ok Google” જેવા કોઈ શબ્દસમૂહ થકી કોઈ સક્રિયકરણની ભાળ ન મેળવે, ત્યાં સુધી તે સ્ટેન્ડબાય મોડમાં રાહ જુએ તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તે સ્ટેન્ડબાય મોડમાં હોય, ત્યારે તમે Googleને અથવા બીજા કોઈને જે કહો છો તેને Google Assistant મોકલશે નહીં.

સુરક્ષા અને નિયંત્રણો

Pixel તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે સક્રિય પગલાં લે છે અને તમે જે શેર કરો છો તેની પર તમને વિગતવાર નિયંત્રણો આપે છે.

Google Play Protect

Google Play Protect

મંજૂરી મેળવતા પહેલાં Google Play સ્ટોરમાંની બધી ઍપને સખત સુરક્ષા પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. તમારા ડિવાઇસ, ડેટા અને ઍપને માલવેરથી સલામત રાખવા માટે અમારી મશીન શિક્ષણ સિસ્ટમ 100 અબજ ઍપને સ્કૅન કરે છે અને સતત પડદા પાછળ રહીને કામ કરે છે. તે સિસ્ટમ તમારી ઍપને તમે ક્યાંથી ડાઉનલોડ કરી રહ્યાં છો તે ધ્યાનમાં લીધા વિના તેને ડાઉનલોડ કરતા પહેલાં, તે દરમિયાન અને પછી સ્કૅન કરે છે. વધુ જાણો

Safe Browsing

Googleની Safe Browsing ટેક્નોલોજી કોઈપણ સમયે તમે જોખમી સાઇટની મુલાકાત લેવાનો કે જોખમી ફાઇલો ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો ત્યારે તમને ચેતવણીઓ બતાવીને તમારા Pixelને ફિશિંગ હુમલા સામે સુરક્ષિત રાખવામાં સહાય કરે છે. જ્યારે વેબમાસ્ટરની વેબસાઇટ સાથે દુર્ભાવના ધરાવતી વ્યક્તિઓ દ્વારા ચેડાં કરવામાં આવે છે ત્યારે પણ Safe Browsing વેબમાસ્ટરને સૂચિત કરે છે અને તેમને સમસ્યાનું નિદાન કરવામાં અને તેનો ઉકેલ લાવવામાં સહાય કરે છે.

Safe Browsingને તમારી પ્રાઇવસીની સુરક્ષા કરવાની સાથે-સાથે તમને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે તમારા ડિવાઇસ પર ચિહ્નિત કરેલી સાઇટની સૂચિ સ્ટોર કરે છે. જો તમે તે સૂચિમાં હોય તેવી સાઇટની મુલાકાત લો છો, તો તમારું બ્રાઉઝર Gooogleને તે સાઇટના URLની એક આંશિક કૉપિ મોકલે છે, જેથી અમે કોઈ પગલું લઈ શકીએ. તમે જે માહિતી શેર કરો છો તેનાથી Googleને નથી ખબર પડતી કે તમે ખરેખર કઈ સાઇટની મુલાકાત લીધી હતી. વધુ જાણો

પરવાનગીઓ

તમે ડાઉનલોડ કરો છો તે ઍપને તમારા ફોટા કે સ્થાનની માહિતી જેવા સંવેદનશીલ ડેટાનો ઍક્સેસ કરતા પહેલાં તમારી પરવાનગીની જરૂર પડે છે. પરવાનગીની વિનંતીઓ સંદર્ભ આધારિત હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે, જેથી જે-તે સમયે તમને તેની જરૂર ન હોય, ત્યાં સુધી તમે તેને મેળવશો નહીં. જો તમે ક્યારેય પણ તમારો વિચાર બદલો, તો તમે સેટિંગમાં જઈને કોઈપણ સમયે પરવાનગીઓ બંધ કરી શકો છો. તમારા સ્થાન સંબંધિત ડેટા માટે, ચોક્કસ ઍપને બૅકગ્રાઉન્ડમાં તમારા સ્થાનની માહિતી ઍક્સેસ કરવાની મંજૂરી આપવા, ફક્ત ઍપનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે જ તમારા સ્થાનની માહિતી ઍક્સેસ કરવાની મંજૂરી આપવા કે ઍક્સેસની મંજૂરી ન આપવા માટે તમારી પાસે વધારાના નિયંત્રણો હોય છે.

Google એકાઉન્ટ સેટિંગ

YouTube, Search અને Google Maps જેવી Googleની પ્રોડક્ટ અને સેવાઓ વધુ સહાયરૂપ અને સંબંધિત થવા માટે તમારી પ્રવૃત્તિના ડેટાનો ઉપયોગ કરે છે. પણ અમે આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ તે તમારી પોતાની વ્યક્તિગત પસંદગી પર આધાર રાખે છે. અમે કયો ડેટા એકત્રિત કરીએ છીએ, તેનો કઈ રીતે અને શા માટે ઉપયોગ થાય છે તે બાબતે અમે તમને માહિતી આપતા રહીએ છીએ. અને અમે તમારા Google એકાઉન્ટમાં ઉપયોગમાં સરળ ડેટા નિયંત્રકો બનાવ્યા છે, જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવી પ્રાઇવસી સેટિંગ પસંદ કરી શકો. વધુ જાણો

Pixel ફોન
Google Storeમાંથી
Pixel ખરીદો.
અમે બનાવીએ છીએ તે દરેક પ્રોડક્ટમાં
સલામતી કેવી રીતે બિલ્ટ-ઇન હોય છે તે જાણો.