સલામત સ્થાન
જેમાં જીવનભરની યાદગીરીઓ સાચવો.

Google Photos એ તમારા તમામ ફોટા અને વીડિયોનું હોમ છે, જે ઑટોમૅટિક રીતે ગોઠવાય છે અને શેર કરવાનું સરળ છે. અમે વિગતવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગમાં સરળ પ્રાઇવસીને લગતાં નિયંત્રણોમાં રોકાણ કરીએ છીએ કે જેથી તમે તમારી યાદગીરીઓને સલામત રીતે સ્ટોર અને શેર કરી શકો.

Google Photos
Google Photos તમારી યાદગીરીઓને સલામત રાખવામાં સહાય કરવા માટે ઉપયોગમાં લે છે બધી રીતો.
તમારી યાદગીરીઓને સલામત રાખવી
અમે સૌથી વધુ વિગતવાર સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ છીએ, જેમાં કસ્ટમ રીતે ડિઝાઇન કરેલા ડેટા કેન્દ્રોથી લઈને અન્ય ખંડોમાં ફેલાયેલા ફાઇબર-ઑપ્ટિક કેબલનો સમાવેશ છે જેનું તમારી યાદગારીઓ સલામત રાખવામાં સહાય કરવા માટે સતત રીતે નિરીક્ષણ કરવામાં આવે છે.

સુરક્ષિત સ્ટોરેજ

Googleની સેવાઓની, વિશ્વના સૌથી આધુનિક સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સતત સુરક્ષા કરવામાં આવે છે. આ બિલ્ટ-ઇન સુરક્ષા ઑનલાઇન જોખમો શોધીને તેને અટકાવવામાં સહાય કરે છે, તેથી તમે વિશ્વસ્ત રહી શકો કે તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત છે.

ડેટાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો
લોકો વિવિધ ઍપ અને ડિવાઇસ પર તેમના ફોટા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. તમે લો છો તે ફોટા પર, તમારા માટે કાર્ય કરવાનું વધુ સરળ બનાવવા માટે અમે કાર્ય કરી રહ્યાં છીએ, તેમજ આ સુવિધાઓને Google Photos ઍપ અને વેબ અનુભવ ઉપરાંત જવાબદાર રીતે વધારવી જોઈએ.

ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ

ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ સમાન ચહેરાનું ગ્રૂપ બનાવે છે અને તમારા માટે તમારા ફોટા શોધવા અને મેનેજ કરવાનું સરળ બનાવવા માટે તેને સૉર્ટ કરે છે. ચહેરાના ગ્રૂપ અને લેબલને માત્ર તમે જ જોઈ શકો છો. ચહેરાની ઓળખ કરીને બનાવેલું ગ્રૂપ ચાલુ કે બંધ કરવું તે તમે નિયંત્રિત કરી શકો છો અને જો તમે તેને બંધ કરો છો, તો ચહેરાના ગ્રૂપને તમારા એકાઉન્ટમાંથી ડિલીટ કરવામાં આવશે. અમે સામાન્ય હેતુ માટેની ચહેરાની ઓળખ સુવિધા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ કરાવતા નથી. વધુ જાણો.

તમને નિયંત્રણ આપવું
ડેટા Google Photosને વધુ સહાયરૂપ અને સંબંધિત બનાવે છે, પણ તમારો અનુભવ તમારા નિયંત્રણ હેઠળ રહે તે માટે અમે સહાય કરવા માગીએ છીએ. અમે અમારી પ્રોડક્ટમાં ઉપયોગમાં સરળ સાધનો બનાવ્યા છે જેને તમે નિયંત્રિત કરી શકો છો અને તે તમને તમારા માટે યોગ્ય હોય એવા સેટિંગ પસંદ કરવા દે છે.

પસંદગીપૂર્વક બૅકઅપ

તમે Google Photos પર તમારા ફોટા અને વીડિયોનું બૅકઅપ લેવાનું પસંદ કરી શકો છો અથવા માત્ર તમે Google એકાઉન્ટમાં સ્ટોર કરવા માગતા હોય તે ફોટાનું પસંદગીપૂર્વક બૅકઅપ લઈ શકો છો. વધુ જાણો.

સુરક્ષિત શેરિંગ
ભલે એક ફોટો કે આખું આલ્બમ હોય, તમારે તમારી યાદગીરીઓ કોની સાથે શેર કરવી તે તમે નિયંત્રિત કરો. સરળ અને સુરક્ષિત નિયંત્રણો તમને ચોક્કસ લોકો સાથે તમારું કન્ટેન્ટ શેર કરવાની મંજૂરી આપે છે અથવા તેને વધુ વ્યાપક રીતે શેર કરવા માટે, તમે શેર કરી શકાય એવી લિંકનો ઉપયોગ કરી શકો છો.

આલ્બમ શેર કરવું

જ્યારે તમે કોઈ આલ્બમ શેર કરશો, ત્યારે ડિફૉલ્ટ વિકલ્પ કોઈ વિશેષ વ્યક્તિ કે લોકોના Google એકાઉન્ટ મારફતે તેમની સાથે શેર કરવાનો હશે. આ તમને આલ્બમમાં કોને ઉમેરવા છે તે નક્કી કરવા પર વધુ નિયંત્રણ આપે છે. તમારી પાસે હજી પણ લિંક મારફતે શેર કરવાનો વિકલ્પ છે, જે Google Photosનો ઉપયોગ ન કરતા હોય અથવા કોઈ Google એકાઉન્ટ ન ધરાવતા હોય એવા લોકો સાથે ફોટા શેર કરવાનું સરળ બનાવે છે. તમે કોઈપણ સમયે તમારા આલ્બમના શેરિંગ સેટિંગને અપડેટ કરી શકો છો અને દરેક આલ્બમનો ઍક્સેસ કોને હોય તે નિયંત્રિત કરી શકો છો. વધુ જાણો.

તમારા ફોટાને Google Photos પર મફત સ્ટોરેજ વડે સુરક્ષિત કરો.
Google Photos
વિશે જાણકારી મેળવો.
અમે બનાવીએ છીએ તે દરેક પ્રોડક્ટમાં
સલામતી કેવી રીતે બિલ્ટ-ઇન હોય છે તે જાણો.