ઉદ્યોગના માનકોનું લેવલ વધારવું
જેથી ઇન્ટરનેટને
દરેક જણ માટે વધુ સુરક્ષિત બનાવી શકાય.

અમે જે કંઈપણ કરીએ છીએ અને જે કોઈપણ પ્રોડક્ટ બનાવીએ છીએ તેમાં અમારા વપરાશકર્તાઓની સુરક્ષા અને પ્રાઇવસી કેન્દ્ર સ્થાને હોય છે. સલામતી માટેની ટેક્નોલોજી બનાવવામાં અને તેને શેર કરવામાં અમે ઉદ્યોગ આગેવાનની ભૂમિકા ભજવીએ છીએ, જે દરેક જણ માટે ઉદ્યોગના માનકોનું લેવલ વધારે છે.

નવીનતા લાવવી જેથી અમારા
વપરાશકર્તાઓને ઑનલાઇન વધુ સુરક્ષિત રાખી શકાય.

જેમ જેમ નવા જોખમો આવે અને વપરાશકર્તાની આવશ્યકતાઓ વિકસિત થાય, તેમ તેમ અમે અમારી બધી પ્રોડક્ટમાં, જોખમના દરેક લેવલ પર, દરેક વપરાશકર્તાની ખાનગી માહિતીની ઑટોમૅટિક રીતે સુરક્ષા કરવા માટે સતત નવીનતા લાવીએ છીએ.

વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ

Googleની સૌથી સશક્ત સુરક્ષા,
એમના માટે જેમને તેની સૌથી વધુ જરૂર છે

વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ એ Google તરફથી એકાઉન્ટ સુરક્ષા સંબંધિત સૌથી શક્તિશાળી પ્રસ્તુતિ છે અને ઉદ્યોગમાં રજૂ કરાયેલો પહેલો મફત પ્રોગ્રામ છે, જેને લક્ષિત ઑનલાઇન હુમલાનું સૌથી વધુ જોખમ હોય તેવી વ્યક્તિઓના વ્યક્તિગત અને એન્ટરપ્રાઇઝ Google એકાઉન્ટનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો છે – જેમ કે પૉલિસી બનાવનારાઓ, ઝુંબેશ ચલાવતી ટીમ, પત્રકારો, કાર્યકર્તાઓ અને ઉદ્યોગ અગ્રણીઓ. જોખમોની વિશાળ શ્રેણી સામે આ પ્રોગ્રામ એકાઉન્ટની વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે અને નવા સંરક્ષણો ઉમેરવા માટે સતત વિકસિત થાય છે.

વિગતવાર સુરક્ષા વિશે શોધખોળ કરો

ડેટા ઘટાડવો

વાપરવામાં આવેલી અને સાચવેલી વ્યક્તિગત માહિતીને મર્યાદિત કરવા વિશે

અમારું માનવું છે કે કોઈપણ પ્રોડક્ટમાં તમારી માહિતી માત્ર ત્યાં સુધી જ રાખવી જોઈએ કે જ્યાં સુધી તે તમારા માટે ઉપયોગી અને સહાયરૂપ હોય, પછી ભલે તે માહિતી Mapsમાં તમારા મનપસંદ સ્થાનો શોધવા માટે હોય અથવા તો YouTube પર જોવા માટે શું છે, તેના સુઝાવો મેળવવા માટે હોય.

ડિફૉલ્ટ તરીકે બંધ રહેતી સ્થાન ઇતિહાસની સુવિધાને જ્યારે તમે પહેલી વાર ચાલુ કરો છો, ત્યારે ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનો તમારો વિકલ્પ ડિફૉલ્ટ તરીકે 18 મહિના પર સેટ થઈ જશે. નવા એકાઉન્ટ માટે, વેબ અને ઍપ પ્રવૃત્તિને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનો વિકલ્પ પણ ડિફૉલ્ટ તરીકે 18 મહિના પર સેટ થશે. આનો અર્થ એ છે કે તમે તમારી પ્રવૃત્તિનો ડેટા ડિલીટ કરવાનું પસંદ કરો, ત્યાં સુધી તેને જાળવી રાખવાને બદલે 18 મહિના પછી તેને ઑટોમૅટિક રીતે અને સતત ડિલીટ કરવામાં આવશે. તમે ગમે ત્યારે આ સેટિંગ બંધ કરી શકો છો અથવા ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાના તમારા સેટિંગમાં કોઈપણ સમયે ફેરફાર કરી શકો છો.

કોઈ વ્યક્તિ "તે" ટેક્સ્ટ કરતી હોય અને Google ઑટોમૅટિક રીતે તેનું "હેય" તરીકે પૂર્વાનુમાન કરતું હોય તેવું બતાવતો ફોન

ફેડરેટેડ લર્નિંગ

ઓછા ડેટા વડે ઉપયોગી પ્રોડક્ટ બનાવવી

ફેડરેટેડ લર્નિંગ એ સૌથી પહેલાં Googleમાં તૈયાર કરવામાં આવેલી ડેટા ઘટાડવા માટેની ટેક્નોલોજી છે, જે મશીન શિક્ષણ (ML)ની બુદ્ધિમતાને સીધી તમારા ડિવાઇસ પર લઈ આવે છે. આ નવો અભિગમ ML મૉડલને તાલીમ આપવા માટે અલગ-અલગ ડિવાઇસમાંની અનામીકરણ કરેલી માહિતીને સંયુક્ત રીતે જોડે છે. ફેડરેટેડ લર્નિંગ શક્ય હોય તેટલી વધુ વ્યક્તિગત માહિતીને તમારા ડિવાઇસમાં રાખીને તમારી પ્રાઇવસીની જાળવણી કરવામાં સહાય કરે છે.

અનામીકરણ

અનામીકરણ મારફતે પ્રાઇવસીના સંરક્ષણો મજબૂત બનાવવા

અમારી સેવાઓને તમારા માટે બહેતર રીતે કાર્યશીલ બનાવવાની સાથે-સાથે તમારા ડેટાનું રક્ષણ કરવા માટે અમે અગ્રણી અનામીકરણની ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે કરોડો વપરાશકર્તાઓનો ડેટા એકત્રિત કરીએ છીએ અને તેનું અનામીકરણ કરીએ છીએ, જેથી તમે કોઈ જગ્યાએ પહોંચો તે પહેલાં ત્યાં કેટલી ગીચતા હશે તે તમે જોઈ શકો.

Safe Browsingમાં વધારેલી સુરક્ષા

તમે બ્રાઉઝ કરતા હો ત્યારે તમારી સુરક્ષા કરવી

Safe Browsingમાં વધારેલી સુરક્ષાને Safe Browsingના અમારા હાલના સંરક્ષણો વધુ રક્ષણાત્મક બને અને તમારી વ્યક્તિગત જરૂરિયાતો અનુસારના હોય, તે માટે વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે. જે લોકો Chromeમાં Safe Browsingમાં વધારેલી સુરક્ષા ચાલુ કરવાનું પસંદ કરે છે તેમની માટે, Google ફિશિંગ, માલવેર અને વેબ-આધારિત અન્ય જોખમો સામે વધુ સક્રિય અને તમારી જરૂરિયાત અનુસારના સંરક્ષણો પૂરા પાડવા માટે વેબ પર તમે સામનો કરો છો તેવાં જોખમો અને તમારા Google એકાઉન્ટ પર થતા હુમલાના સંપૂર્ણ દૃષ્ટિકોણનું ઑટોમૅટિક રીતે મૂલ્યાંકન કરશે. Safe Browsingમાં વધારેલી સુરક્ષા વિશે વધુ જાણો.

દરેક જણને
ઑનલાઇન વધુ સુરક્ષા પૂરી પાડવી
સહયોગ મારફતે.

વેબને બધા માટે એક સુરક્ષિત સ્થાન બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. આવું કરવામાં સહાય કરવા માટે, અમે ઘણી બધી ટેક્નોલોજીને ઓપન સૉર્સ કરીએ છીએ અને ડેવલપર તથા સંસ્થાઓને અમારા સંસાધનો ઍક્સેસ કરવાની સગવડ પૂરી પાડીએ છીએ.

કનેક્શન સુરક્ષિત ન હોવાનું નોટિફિકેશન બતાવતો ફોન

HTTPS એન્ક્રિપ્શન

એન્ક્રિપ્શન વડે સમગ્ર વેબ પરની સાઇટની સુરક્ષા કરવામાં સહાય કરવી

HTTPS એન્ક્રિપ્શન વડે અમારી સેવાઓને ટેકો આપવો તે ખાતરી આપે છે કે તમે સાઇટથી સુરક્ષિત રીતે કનેક્ટ કરી શકો છો અને કોઈ વ્યક્તિ તમારી માહિતી આંતરી ન શકે તે રીતે, ક્રેડિટ કાર્ડ નંબર જેવી તમારી ખાનગી માહિતી દાખલ કરી શકો છો. અમારી સાઇટ અને સેવાઓ ડિફૉલ્ટ તરીકે આધુનિક HTTPS પ્રદાન કરે છે તેની ખાતરી કરવા માટે અમે રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને અમે તમામ ડેવલપરને સાધનો અને સંસાધનો પ્રદાન કરીને બાકીના વેબનું HTTPS પર સ્થાનાંતરણ કરવામાં પણ સહાય કરીશું.

કોઈ ભ્રામક વેબસાઇટ વિશે Google Chromeમાંથી ચેતવણીનું નોટિફિકેશન બતાવતો ફોન

Safe Browsing

સમગ્ર વેબ પર જોખમી સાઇટ, ઍપ અને જાહેરાતો સામે તમારું રક્ષણ કરવું

જ્યારે વપરાશકર્તાઓ જોખમી વેબસાઇટની મુલાકાત લેવાનો પ્રયાસ કરે ત્યારે તેમને અલર્ટ કરીને વેબ વપરાશકર્તાઓને માલવેર અને ફિશિંગના પ્રયાસો સામે સુરક્ષા આપવા માટે અમે અમારી Safe Browsing ટેક્નોલોજી બનાવી છે. Safe Browsing દ્વારા Chrome વપરાશકર્તાઓ ઉપરાંત બીજાને પણ સુરક્ષા મળે છે – ઇન્ટરનેટને બધા માટે વધુ સુરક્ષિત બનાવવા માટે, અમે આ ટેક્નોલોજીને Appleના Safari અને Mozillaના Firefox સહિત અન્ય કંપનીઓ માટે તેમનાં બ્રાઉઝરમાં ઉપયોગ માટે મફત રાખી છે. આજે, 400 કરોડથી વધુ ડિવાઇસ Safe Browsing વડે સુરક્ષિત છે. અમે વેબસાઇટના માલિકોને પણ અલર્ટ કરીએ છીએ જ્યારે તેમની સાઇટ સુરક્ષાની ત્રુટિઓ ધરાવે છે અને સમસ્યાના ઝડપી ઉકેલમાં સહાય માટે તેમને વિના મૂલ્યે સાધનો પણ ઑફર કરીએ છીએ.

COVID-19ના આંકડાની વિવિધ રજૂઆતો બતાવતો ફોન

વપરાશકર્તાના ડેટાને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવા માટે Googleના COVID-19ના સમુદાયનાં સ્થળાંતરના રિપોર્ટ લાક્ષણિક પ્રાઇવસી સહિત વિશ્વસ્તરીય અનામીકરણની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

ઓપન સૉર્સ પ્રાઇવસી ટેક્નોલોજી

અમારા પ્રાઇવસીના સંરક્ષણો અને નવીનતાઓ શેર કરવી

અમે અમારા દ્વારા ઑફર કરવામાં આવતા પ્રાઇવસીના સંરક્ષણોને સતત બહેતર બનાવવા અને આ વિકાસને અન્ય લોકો સાથે શેર કરવા માટે કટિબદ્ધ છીએ. તેથી જ અમે લાક્ષણિક પ્રાઇવસી, ફેડરેટેડ લર્નિંગ અને 'ખાનગીમાં જોડાઓ અને ગણતરી કરો' કાર્યક્ષમતા જેવી અમારી વિગતવાર અનામીકરણ અને ડેટા ઘટાડવાની ટેક્નોલોજીને ઓપન સૉર્સ કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ઓપન સૉર્સના આ સાધનો વ્યક્તિગત પ્રાઇવસીનું રક્ષણ કરવાની સાથે-સાથે દરેક જણને લાભદાયી થઈ શકે તેવી જાણકારી પૂરી પાડવામાં સહાય કરશે.

ક્રોસ-એકાઉન્ટ સુરક્ષા
સુરક્ષાના સંરક્ષણોને તમારા Google એકાઉન્ટની સુરક્ષાના લેવલ કરતા પણ આગળ વધારવા

ક્રોસ-એકાઉન્ટ સુરક્ષા તમારા Google એકાઉન્ટમાં અમારા દ્વારા પ્રદાન કરવામાં આવતા સુરક્ષાના સંરક્ષણોને Google સાઇન ઇન વડે તમે જેમાં સાઇન ઇન કરો છો તે ઍપ અને સાઇટ સુધી વધારે છે. જ્યારે ઍપ અને સાઇટ દ્વારા ક્રોસ-એકાઉન્ટ સુરક્ષાનો અમલ કરવામાં આવ્યો હોય, ત્યારે અમે – ઉદાહરણ તરીકે, એકાઉન્ટ હાઇજેકિંગ – જેવા સુરક્ષા ભંગના કિસ્સાઓમાં ઍપ અને સાઇટને તે વિશેની માહિતી મોકલી શકીએ છીએ, જેથી તેઓ પણ તમારી સહાય કરી શકે. આ અગ્રણી ટેક્નોલોજી બનાવવા માટે, બધી ઍપ માટે તેનું અમલીકરણ સરળ બનાવવા અમે અન્ય મુખ્ય ટેક્નોલોજી કંપનીઓ અને માનક સમુદાય સાથે મળીને કામ કર્યું છે.

જોખમ ઉજાગર કરવા બદલ અપાતા પુરસ્કારો
સુરક્ષા સંબંધિત જોખમોની જાણ કરવા માટે ઉદ્યોગના ભાગીદારોને પ્રોત્સાહન આપવું

Google ખાતે, અમે જોખમ ઉજાગર કરવા બદલ પુરસ્કાર આપવા માટેના પ્રોગ્રામની સૌથી પહેલી શરૂઆત કરી હતી જેમાં અમારી સેવાઓમાં સુરક્ષા સંબંધિત જોખમો શોધી કાઢનારા સ્વતંત્ર સંશોધકોને પુરસ્કૃત કરવામાં આવે છે. તમામ અત્યાધુનિક બાહ્ય યોગદાનો કે જે અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે તેમને અમે સંશોધન ગ્રાન્ટ અને ખામી શોધવાના ઈનામમાં લાખો ડૉલરના પુરસ્કારો આપીએ છીએ. અમે હાલમાં Chrome અને Android સહિત, અમારી ઘણી બધી પ્રોડક્ટ માટે જોખમ ઉજાગર કરવા બદલ પુરસ્કારો આપીએ છીએ.

સ્વતંત્ર સંશોધકો પાસેથી કામ લેવા ઉપરાંત, અમારી પાસે અમારા પોતાના એન્જિનિયરની ટીમ પણ છે જેને પ્રોજેક્ટ ઝીરો કહેવામાં આવે છે, જે સમગ્ર ઇન્ટરનેટ પર વપરાતા સૉફ્ટવેરમાં સુરક્ષા પ્રવાહોમાં ઝડપથી સમસ્યાઓ શોધીને તેને હલ કરે છે.

પ્રમાણીકરણના માનકો
તમને સુરક્ષિત રાખવા માટે પ્રમાણીકરણના માનકોનું લેવલ વધારવું

વેબ પર શક્ય હોય તેટલી સૌથી વધુ મજબૂત સાઇન ઇનની પ્રક્રિયા અને પ્રમાણીકરણના માનકોનું સહ-નિર્માણ કરવામાં અથવા તેને અપનાવવામાં અમે હંમેશાં અગ્રેસર રહ્યાં છીએ. અમે સમગ્ર ઉદ્યોગ સાથે સહયોગ કરીએ છીએ અને કેન્દ્રીયકૃત વેબ માનકો વિકસાવીને ટેક્નોલોજી શેર કરીએ છીએ. બિનલાભકારી સંસ્થા FIDO Alliance સાથેની આવી જ એક ભાગીદારી સફળ થઈ, જેનો હેતુ હતો વપરાશકર્તાઓ, કંપનીઓ અને તેના કર્મચારીઓ માટે તેમના ઉપયોગ માટે નવા ઉદ્યોગ માનકો સેટ કરવા અને તેનો ઉપયોગ કરવો, જેથી દરેક જણ માટે એકાઉન્ટના સુરક્ષિત ઍક્સેસની ખાતરી કરી શકાય.

ઓપન સૉર્સ સુરક્ષા
ડેવલપર માટે સુરક્ષાના સાધનો ઉપલબ્ધ બનાવવા જેથી તેઓ સુરક્ષા સંબંધિત જોખમોને અટકાવવામાં સહાય કરી શકે

અમને જ્યાં પણ લાગે કે અમારી સુરક્ષા ટેક્નોલોજી અન્ય લોકોને મૂલ્ય પ્રદાન કરી શકે છે, ત્યાં અમે તેને શેર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે ડેવલપર માટે અમારું Google ક્લાઉડ વેબ સુરક્ષા સ્કૅનર મફતમાં ઉપલબ્ધ કરાવીએ છીએ, જેથી તેઓ તેમની વેબ ઍપ્લિકેશનોને સુરક્ષા સંવેદનશીલતાઓ માટે સ્કૅન કરી શકે અને તેનું વિશ્લેષણ કરી શકે. અમે આંતરિક રીતે વિકસાવેલા એક કરતાં વધુ સુરક્ષાના સાધનોનું ઓપન સૉર્સ પ્રોજેક્ટ તરીકે યોગદાન આપ્યું છે, જેથી અન્ય લોકો તેનો ઉપયોગ કરી શકે.

Google ભરોસો અને સલામતીના નિષ્ણાતો વોશિંગ્ટન, ડીસીમાં ફેડરલ ટ્રાઇઍન્ગલ ખાતે પ્રાઇવસી અને સુરક્ષાની ટિપ શેર કરે છે.

ઑનલાઇન સુરક્ષાનું પ્રશિક્ષણ
દરેક જણ માટે બહેતર સુરક્ષા પૂરી પાડવા માટે વ્યાપક અને ઑનલાઇન સુરક્ષાનું પ્રશિક્ષણ પૂરું પાડવું

અમે દુનિયાભરના લોકોને ઑનલાઇન કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિશે જાણવામાં સહાય કરવા માટે શૈક્ષણિક સામગ્રી, પ્રશિક્ષણ અને સાધનો પૂરા પાડીએ છીએ. અમારી વ્યાપક ટીમ ઑનલાઇન સુરક્ષા સંસાધનો અને પ્રશિક્ષણ સાથે દર વર્ષે શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રૌઢ, વિકલાંગ વ્યક્તિઓ સહિત 10 કરોડ કરતાં વધુ લોકોનો સંપર્ક કરે છે.

Project Shield
સમાચારની વેબસાઇટને બંધ થવા સામે રક્ષણ પૂરું પાડવું

Project Shield એ એવી સેવા છે કે જે સમાચાર, માનવ અધિકાર સંસ્થાઓ, ચૂંટણીની સાઇટ, રાજકીય સંસ્થાઓ અને ઝુંબેશ તથા ઉમેદવારોને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) જેવા હુમલા સામે રક્ષણ આપવામાં સહાય કરે છે. આ હુમલા વેબસાઇટને નિયંત્રણમાં લેવા અને વપરાશકર્તાઓને અત્યાધિક નકલી ટ્રાફિકથી ભ્રમિત કરીને તેમને અગત્યની માહિતી ઍક્સેસ કરવાથી રોકવા માટે કરવામાં આવે છે. વેબસાઇટની સાઇઝ ભલે નાની કે મોટી હોય અથવા હુમલાની તીવ્રતા ભલે ઓછી કે વધારે હોય, Project Shield હંમેશાં મફત સેવા આપે છે.

ડેટા સ્થાળાંતરની સુવિધા
ડેટા સ્થાળાંતરની સુવિધામાં પ્રાઇવસી અને સુરક્ષામાં નવીનતાની બાબતમાં અગ્રેસર

અમે ડેટા સ્થળાંતરની સુવિધા માટે ઓપન સૉર્સ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે અને સમગ્ર વેબ પર લોકોને તેમના ડેટાનું સ્થળાંતર કરવામાં અને નવા ઑનલાઇન સેવા પ્રદાતાઓને સરળતાથી અજમાવવામાં સહાય કરવા માટે Apple, Microsoft, Facebook અને Twitter જેવી કંપનીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ.

પ્રાઇવસી માટે સહયોગ
બધા માટે વધુ ખાનગી વેબ બનાવવી

અમે પ્રાઇવસી સૅન્ડબૉક્સ જેવી સહયોગી જગ્યાઓ બનાવવા અને સમગ્ર વેબ પર મફત, ઍક્સેસ કરી શકાય તેવા કન્ટેન્ટને સપોર્ટ કરવાની સાથે-સાથે વપરાશકર્તાની પ્રાઇવસીનું રક્ષણ કરતા હોય તેવાં ઓપન માનકોનો સેટ બનાવવા માટે વેબ સમુદાય સાથે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમારા સંસાધનો અને પ્લૅટફૉર્મ શેર કરીને, અમે વધુ ખાનગી વેબ તરફ થતી પ્રગતિને પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ.

સંપર્ક ટ્રેસ કરવો

જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓને COVID-19 સામેની લડતમાં સહાય કરતી વખતે
વપરાશકર્તાની પ્રાઇવસીની સુરક્ષા કરવા

COVID-19 જેવા વિશ્વવ્યાપી રોગચાળા સામેની લડતમાં સરકારોને સહાય કરવા માટે Google અને Apple દ્વારા પ્રાઇવસી અને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખીને એક્સપોઝર નોટિફિકેશન સિસ્ટમ જેવી સંપર્ક ટ્રેસ કરવાની ટેક્નોલોજી બનાવવામાં આવી છે. ડેવલપર, સરકારો અને જાહેર સ્વાસ્થ્ય પ્રદાતાઓ સાથે ઘનિષ્ઠ સહકાર અને સહયોગ મારફતે, વપરાશકર્તાની પ્રાઇવસીના ઉચ્ચ માનકોનું રક્ષણ કરવાની સાથે-સાથે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ટેક્નોલોજીનો સતત ઉપયોગ થાય તેવી અમે આશા રાખીએ છીએ.

એન્જિનિયરિંગ કેન્દ્ર

ઑનલાઇન સુરક્ષાના ભવિષ્ય માટે Google Safety Engineering Center કેવી રીતે ડિઝાઇન કરી રહ્યું છે તે જાણો.