ઇમેઇલ કે જે
તમારી ખાનગી માહિતીને સલામત રાખે છે.
સ્પામ, ફિશિંગ અને માલવેર તમારા ઇનબૉક્સમાં પહોંચે તે પહેલાં તેનાથી તમારું રક્ષણ કરવા માટે, Gmail સખત મહેનત કરે છે. AI (કૃત્રિમ બુદ્ધિમતા) વધારેલી એવી અમારી સ્પામ ફિલ્ટર ક્ષમતાઓ દર મિનિટે લગભગ 1 કરોડ ઇમેઇલને બ્લૉક કરે છે.
ફિશિંગ સામે સુરક્ષા
ફિશિંગ સામે સુરક્ષા
ઇમેઇલની સાથે ઘણા માલવેર અને ફિશિંગના હુમલા શરૂ થઈ જાય છે. Gmail 99.9%થી વધુ પ્રમાણમાં સ્પામ, ફિશિંગના પ્રયાસો અને માલવેર જેવા સ્કૅમને તમારા સુધી પહોંચતા બ્લૉક કરે છે.
Safe Browsing
Safe Browsing
Safe Browsing ઇમેઇલ સંદેશામાં રહેલી જોખમી લિંક ઓળખીને તમે તે સાઇટની મુલાકાત લો તે પહેલાં તમને ચેતવણી આપે છે.
સક્રિય અલર્ટ
સક્રિય અલર્ટ
Gmail તમારી સુરક્ષાને જોખમમાં મૂકી શકે એવું જોડાણ ડાઉનલોડ કરતા પહેલાં તમને ચેતવણી આપે છે.
એકાઉન્ટની સલામતી
એકાઉન્ટની સલામતી
અમે સલામતીના વિવિધ સિગ્નલનું નિરીક્ષણ કરીને તમારા એકાઉન્ટને શંકાસ્પદ લૉગ ઇન અને અનધિકૃત પ્રવૃત્તિથી સુરક્ષિત કરીએ છે. અમે લક્ષિત હુમલાનું સૌથી વધુ જોખમ ધરાવતા એકાઉન્ટ માટે [વિગતવાર સુરક્ષા પ્રોગ્રામ] (https://landing.google.com/advancedprotection/) પણ ઑફર કરીએ છે.
ગોપનીય મોડ
ગોપનીય મોડ
તમે તમારા સંદેશાને સેટ કરેલી ચોક્કસ સમય અવધિ બાદ સમાપ્ત કરી શકો છો અને Gmailના તમારા સંદેશાને પ્રાપ્તકર્તા ફૉરવર્ડ, કૉપિ, ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકે તે માટેનો વિકલ્પ કાઢી નાખી શકો છો.
ઇમેઇલ એન્ક્રિપ્શન
ઇમેઇલ એન્ક્રિપ્શન
Google ઇન્ફ્રાસ્ટ્રકચરમાં, સંદેશા સ્થિર હોવા પર અને ડેટા કેન્દ્રો વચ્ચે તેની આપલે થતી હોય ત્યારે એન્ક્રિપ્ટેડ હોય છે. જ્યારે શક્ય હોય ત્યારે ત્રીજા પક્ષ પ્રદાતાઓને મોકલવામાં આવતા સંદેશા ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી વડે અથવા કન્ફિગ્યુરેશન અનુસાર જરૂરી હોય એ મુજબ એન્ક્રિપ્ટેડ હોય છે.