અમારી પ્રોડક્ટ તમારા કુટુંબ માટે વધુ આનંદદાયક બને તે માટે અમે ઘણી પ્રોડક્ટમાં વિશેષ સુવિધાઓ, જેમ કે સાઇટ ફિલ્ટર, સાઇટ બ્લૉકર અને કન્ટેન્ટ રેટિંગ બનાવી છીએ.
એક ટૅબ્લેટ અનુભવ છે જે બાળકોને કન્ટેન્ટ શોધવામાં, બનાવવામાં અને આગળ વધવામાં સહાય કરે છે.*
Kids space
બાળકોની જીજ્ઞાસા વૃત્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે
વાત ભલે પ્રાણીઓની કે આર્ટ પ્રોજેક્ટની હોય, બાળકો તેમને ગમતી વસ્તુઓમાં થોડી કુશળતા તો મેળવી જ લે છે. એટલા માટે Kids Space તમારા બાળકો પસંદ કરે છે તે રુચિઓના આધારે તેમના માટે ક્વૉલિટી કન્ટેન્ટનો સુઝાવ આપે છે. સુઝાવ આપેલા કન્ટેન્ટ વડે, બાળકો નવી અને જકડી રાખનાર રીતો વડે તેમની નવી રુચિઓ વિશે જાણકારી મેળવી શકે છે. બાળકો તેમનું પોતાનું પાત્ર બનાવીને તેમના અનુભવને કસ્ટમાઇઝ પણ કરી શકે છે.
સુઝાવ આપેલી ઍપ, પુસ્તકો અને વીડિયો
જ્યારે કોઈ બાળક Kids Space ખોલશે, ત્યારે તેને ક્વૉલિટી કન્ટેન્ટની એક લાઇબ્રેરી દેખાશે. બાળકો રમવા અને ભણવાની નવી રીતો શોધવા માટે ઍપ, ગેમ, પુસ્તકો અને વીડિયો માટેના સુઝાવો વિશે શોધખોળ કરી શકે છે.†
માતાપિતાના યોગ્ય નિયંત્રણો વડે સીમાઓ સેટ કરો
Family Linkની માતાપિતાના યોગ્ય નિયંત્રણો સુવિધા વડે તમે કન્ટેન્ટ મેનેજ કરીને, સ્ક્રીન સમય મર્યાદાઓ સેટ કરીને અને અન્ય રીતે તમારા બાળકના અનુભવને માર્ગદર્શન આપી શકો છો, આ બધું તમારા પોતાના ડિવાઇસમાંથી જ કરી શકશો.
YouTube Kids સાથે શિક્ષણ અને મનોરંજનના વિશ્વને શોધો
અમે YouTube Kidsની રચના એવી રીતે કરી છે કે તે બાળકો માટે તેમની રુચિઓ મુજબ ઑનલાઇન વીડિયો મારફતે શોધખોળ કરવા માટેનું વધુ સલામત વાતાવરણ હોય. તમે તમામ ડિવાઇસ પર તમામ અલગ અલગ વિષયો અંગે કુટુંબ માટે અનુકૂળ વીડિયો શોધી શકો છો, પછી ભલે તમે YouTube Kids ઍપ ડાઉનલોડ કરતા હોય, વેબ પર અમારી મુલાકાત લેતા હોય કે તમારા સ્માર્ટ ટીવી પર YouTube Kids જોતાં હોય.
Google Play પર તમારા બાળક માટે “શિક્ષકે મંજૂર કરેલું” કન્ટેન્ટ
અમે દેશભરના શૈક્ષણિક નિષ્ણાતો અને શિક્ષકોની એક ટીમ બનાવી છે, જે તમારા બાળકો માટે યોગ્ય હોય એવું કન્ટેન્ટ શોધવામાં તમારી સહાય કરે છે. Google Play સ્ટોર પર અમારા બાળકો ટૅબને બ્રાઉઝ કરો જે વિકાસ અને મનોરંજન બંને પૂરું પાડે તેવી "શિક્ષકે મંજૂર કરેલી" ઍપ શોધવામાં સહાય કરે છે. તમે વિગતો પેજ પર, શિક્ષકો ઍપને શા માટે ઉચ્ચ રેટિંગ આપે છે તે જોઈ શકો છો અને ઍપ ઉંમરને અનુકૂળ છે કે નહીં તે સમજવા માટે કન્ટેન્ટ રેટિંગ ચેક કરી શકો. તમે ઍપમાં જાહેરાતો છે કે નહીં, ઍપમાંથી ખરીદીની મંજૂરી છે કે નહીં અથવા ડિવાઇસની પરવાનગીઓની જરૂર છે કે નહીં તે પણ જોઈ શકો છો.
અમે એવા ડેવલપરને કામમાં રોકીએ છે કે જેઓ બાળકો માટે ઍપ બનાવવામાં અમારી Play સ્ટોર માટેની ડેવલપર પૉલિસીઓના ઉચ્ચ માનકોનો ઉપયોગ કરે છે.
તમારું Assistant તમારું આખું કુટુંબ સાથે મળીને આનંદ માણી શકે તેવું મનોરંજન શોધવાનું સરળ બનાવે છે. અમારા "પરિવાર માટે ઍક્શન" પ્રોગ્રામ મારફતે બનાવવામાં આવેલી કુટુંબ માટે અનુકૂળ ગેમ અને પ્રવૃત્તિઓ શોધો અથવા બસ તમારા Assistantને કહો કે તમને વાર્તા કહે અને સૂતા પહેલાં તમારી મનપસંદ વાર્તાઓ સાંભળો. એકવાર તમે ફિલ્ટર સેટઅપ કરી લો પછી આખું કુટુંબ આનંદ માણી શકે તેવું મ્યુઝિક સાંભળો અને અનપ્લગ કરવા માટે, તમારા ડિવાઇસ પર બંધ રહેવાના સમયનો ઉપયોગ કરો અને તમારો મોટાભાગનો સમય ભેગા મળીને પસાર કરો.
કુટુંબની અનુકૂળતા માટે માનવ રિવ્યૂઅરે પરિવાર માટે ઍક્શનની અમારી પ્રત્યેક પ્રવૃત્તિઓનો રિવ્યૂ કર્યો છે, પણ કોઈ સિસ્ટમ પરિપૂર્ણ હોતી નથી. ક્યારેક અનુચિત કન્ટેન્ટ જોવા મળી શકે, તેથી અમે અમારા સંરક્ષણને બહેતર બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યાં છીએ.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઑનલાઇન વધુ સલામત શિક્ષણ માટેના સાધનો આપવા.
Google Workspace
વર્ગખંડો માટે વધુ સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ બનાવવું
Google Workspace for Education શિક્ષકો અને વિદ્યાર્થીઓને બધા ડિવાઇસ પર સુરક્ષિત રીતે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં સહાય કરે છે. તેની મૂળ સેવાઓમાં કોઈ જાહેરાતો હોતી નથી અને અમે જાહેરાતોને લક્ષિત કરવા માટે પ્રાથમિક કક્ષાથી માધ્યમિક કક્ષા (K–12) સુધીના વપરાશકર્તાઓની કોઈપણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરતા નથી. અમે વ્યવસ્થાપકોને યોગ્ય પ્રવૃત્તિઓ વિશેની પૉલિસીઓ સેટ કરવામાં સહાય કરવા માટે સાધનો ઉપલબ્ધ કરાવીએ છીએ તેમજ તેઓની સ્કૂલના Google એકાઉન્ટનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવામાં પણ સહાય કરીએ છીએ. અમે સ્કૂલને તેમના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી Google Workspace for Education સેવાઓ વિશે સૂચિત નિર્ણયો લેવા માટે જરૂરી સાધનો અને સંસાધનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
Chromebooks – Googleના લૅપટૉપનો – લાખો વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉપયોગ કરે છે. વ્યવસ્થાપકો વિદ્યાર્થીઓને વધુમાં વધુ અથવા ઓછામાં ઓછી કાર્યક્ષમતા અથવા જરૂરી ઍક્સેસ આપવા માટે ગ્રૂપ સેટિંગ મેનેજ કરી શકે છે. અમારી પ્રાઇવસી અને સુરક્ષા સુવિધાઓ બાળકોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં સહાય કરે છે અને યુ.એસ. K-12 સ્કૂલ તેમજ બીજા દેશોની ઘણી સ્કૂલમાં Chromebooksને લોકપ્રિય કરવામાં સહાયરૂપ બની છે.
* Google Kids Spaceને તમારા બાળક માટે Google એકાઉન્ટની જરૂર પડે છે. માતાપિતાના યોગ્ય નિયંત્રણોનો ઉપયોગ કરવા માટે સપોર્ટેડ Android, Chromebook અથવા iOS ડિવાઇસ પર Family Link ઍપ જરૂરી છે.
† બુક અને વીડિયો કન્ટેન્ટ બધા પ્રદેશોમાં ઉપલબ્ધ નથી. વીડિયો કન્ટેન્ટ YouTube Kids ઍપની ઉપલબ્ધતા પર આધારિત છે. પુસ્તકોના કન્ટેન્ટ માટે Play Books ઍપ જરૂરી છે. ઍપ, પુસ્તકો અને વીડિયો કન્ટેન્ટની ઉપલબ્ધતામાં સૂચના આપ્યા વિના ફેરફાર થઈ શકે છે. Google Kids Spaceમાં Google Assistant ઉપલબ્ધ નથી.
માતાપિતાના યોગ્ય નિયંત્રણો
Google કુટુંબોને મૂળભૂત ડિજિટલ નિયમો સેટ કરવામાં કેવી રીતે સહાય કરે છે તે જાણો અને ઑનલાઇન સારા વર્તનની આદતો કેળવો.