મ્યુનિકમાં પ્રાઇવસી અને
સુરક્ષા સંબંધિત એન્જિનિયરિંગ
પર કામ કરવું.

GSEC મ્યુનિક યુરોપના હાર્દમાં પ્રાઇવસી અને સુરક્ષા એન્જિનિયરિંગનું વૈશ્વિક હબ છે. 2019માં સ્થાપિત આ એવું સ્થાન છે કે જ્યાં 300+ સમર્પિત એન્જિનિયર લોકોને ઑનલાઇન સર્વત્ર સુરક્ષિત રાખવામાં અને તેમની માહિતીને ખાનગી અને સુરક્ષિત રાખવામાં સહાય કરે એવી પ્રોડક્ટ અને ટૂલ બનાવવા માટે કાર્ય કરે છે.

GSEC મ્યુનિકની પહેલ પર એક ખાસ નજર.

GSEC મ્યુનિક એવા પ્રોડકટ્સ અને ટૂલ્સ વિકસાવે છે જે લાખો લોકોને ઑનલાઇન સુરક્ષિત રહેવામાં સહાય કરે છે. બધાં લોકો માટે ઉપયોગમાં સરળ આ કન્ટ્રોલ્સ, બિલ્ટ-ઇન સંરક્ષણ અને ઓપન-સૉર્સ ટેકનોલોજીને સૌથી શ્રેષ્ઠ પ્રાઇવસી અને સુરક્ષા એકસમાન રીતે ઉપલબ્ધ કરાવવા માટે બનાવવામાં આવ્યા છે.

પાસવર્ડ મેનેજર

તમારા પાસવર્ડને મેનેજ કરવાની વધુ સુરક્ષિત રીત

સીધું Chrome, Android અને iOS પર Chromeની અંદર બનેલું અમારું પાસવર્ડ મેનેજર, તમારા બધા એકાઉન્ટને ઑનલાઇન સંરક્ષણ આપવાની વધુ સુરક્ષિત રીત છે. Googleના ઑટોમૅટિક સંરક્ષણો તમારા સાચવેલા પાસવર્ડનું 24/7 રક્ષણ કરે છે અને જો અમને જે સાઇટ અથવા ઍપ માટે તમે પાસવર્ડ સાચવ્યો છે તેની સાથે ચેડાં થયા હોવાનું જણાય તો અમે તમને જણાવીશું. એટલું જ નહીં, જ્યારે કોઈ નવી સાઇટ અથવા ઍપ માટે સાઇન અપ કરતા હોય, ત્યારે પાસવર્ડ મેનેજર અનન્ય જટિલ પાસવર્ડ બનાવી શકે છે અને તમારા આગલા લૉગ ઇન વખતે તમારા માટે તે ઑટોમૅટિક રીતે ભરવામાં આવે છે.

GSEC મ્યુનિક તૈયાર કરનારા
લોકોને મળો.

મ્યુનિકમાં સ્થિત પરંતુ જર્મની અને અન્ય દેશોથી આવનારા, GSEC મ્યુનિકના 300+ એન્જિનિયર સમગ્ર વિશ્વ માટે ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કાર્ય કરે છે.

વર્નર અન્ટરહૉફરનો ફોટો

"અમે ખાતરી કરીએ છીએ કે વપરાશકર્તાઓ તેમને અનુકૂળ હોય તેવું ડેટાના સંગ્રહનું લેવલ પસંદ કરી શકે – અને જો તેઓ આમ કરવા માગતા હોય તો તેમને ડેટા ડિલીટ કરવા માટેના ટૂલ આપવા."

Werner Unterhofer

TECHNICAL PROGRAM MANAGER

Jan-Philipp Weber

“પ્રાઇવસી અને સુરક્ષા આવશ્યક તથા ખૂબ જ વ્યક્તિગત છે અને બન્ને સરળતાથી પ્રાપ્ત થઈ શકવી જોઈએ.”

Jan-Philipp Weber

SOFTWARE ENGINEER

Elyse Bellamy

"અમારું લક્ષ્ય વપરાશકર્તાઓને Google સાથે જે ડેટા શેર કરવો અનુકૂળ લાગે તેને નિર્ધારિત કરવા માટેના અને તે ડેટા તેમને કેટલા સમય માટે સહાયરૂપ લાગે છે, તે પસંદ કરવા માટેના કન્ટ્રોલ્સથી તેઓને સજ્જ કરવાનું છે. સાહજિક ડિઝાઇન વપરાશકર્તાઓ માટે તેમનો ડેટા અને પ્રાઇવસીની પસંદગીઓને શોધવાનું, તેનો ઉપયોગ કરવાનું અને તેને મેનેજ કરવાનું સરળ બનાવે છે."

Elyse Bellamy

INTERACTION DESIGNER

Jochen Eisinger

"અમે ઇચ્છીએ છીએ કે વપરાશકર્તાની ઑનલાઇન પ્રાઇવસી અને સુરક્ષા, તેઓની ચિંતા કર્યા વિના, તેમના નિયંત્રણમાં રહે. વપરાશકર્તાઓ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા ઇચ્છે છે અને તેઓ આમ કરતા હોય, ત્યારે અમારે તેમને સુરક્ષિત અને વાજબી ડિફૉલ્ટ સેટિંગ્સ પ્રદાન કરવા જરૂરી છે."

Jochen Eisinger

DIRECTOR OF ENGINEERING

Audrey An

“સંસાધનો અથવા ટેક્નિકલ કુશળતાને ધ્યાનમાં લીધા વિના, પ્રત્યેક વ્યક્તિને પ્રાઇવસીનો અધિકાર છે. અમારું લક્ષ્ય એવા ટૂલ્સ બનાવવાનું છે કે જે પ્રત્યેક વ્યક્તિને એ પસંદ કરવામાં સક્ષમ કરે કે તેમના માટે તે ક્ષણે શું યોગ્ય છે અને તેઓ શું કરી રહ્યાં છે.”

Audrey An

PRODUCT MANAGER

Sabine Borsay

"લોકો તેમના અનુભવ પર નિયંત્રણની લાગણી સાથે, સુરક્ષિત રીતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકવા જોઈએ. સશક્ત ડિફૉલ્ટ સંરક્ષણો તથા પ્રાઇવસી અને સુરક્ષાના ઉપયોગમાં સરળ સેટિંગ્સ એ વપરાશકર્તાની ઑનલાઇન સુરક્ષાની અને અમારી દૈનિક મહત્ત્વાકાંક્ષાની પાયાની લાક્ષણિકતાઓ છે."

Sabine Borsay

PRODUCT MANAGER

Google Safety Engineering Centerમાં
પડદા પાછળ.

વિશ્વભરના વપરાશકર્તાઓની ઇન્ટરનેટ સુરક્ષા વિશેની ચિંતાઓ સમજવા માટે, અમે તેમની સાથે વાત કરીએ છીએ. ઑનલાઇન સલામતી બહેતર બનાવવામાં સહાય કરવા અમે એન્જિનિયરની અમારી ટીમને છૂટ, પ્રેરણા અને સપોર્ટ આપીએ છીએ, જેથી ઇન્ટરનેટ માટે જરૂરી આગલી જનરેશનના નિરાકરણો મેળવી શકાય.

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.