તમારા બધા ઑનલાઇન એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની વધુ સુરક્ષિત રીત.
તમારા બધા ઑનલાઇન એકાઉન્ટમાં સાઇન ઇન કરવું ઝંઝટભર્યું ન હોવું જોઈએ. તમારા એકાઉન્ટની વ્યક્તિગત માહિતી અસુરક્ષિત હોઈ શકે છે તેની ચિંતા કર્યા વિના તે ઝડપી અને સરળ હોવું જોઈએ.
પ્રમાણીકરણ માટેના અમારા બિલ્ટ-ઇન ટૂલ તમને ગમતી ઍપ અને સેવાઓમાં ઝડપથી અને સુરક્ષિત રીતે સાઇન ઇન કરવામાં તમારી સહાય કરવા માટે ડિઝાઇન કરેલા છે.
-
પાસવર્ડ વિના, સરળ અને સુરક્ષિત સાઇન ઇન
પાસકી તમારા ડિવાઇસના સ્ક્રીન લૉકનો ઉપયોગ કરીને સૌથી સરળ, સૌથી સુરક્ષિત સાઇન ઇન સુવિધા ઑફર કરે છે, તેથી સાઇન ઇન કરવું એ તમારા ફોન પર નજર નાખવા કે તમારી ફિંગરપ્રિન્ટ સ્કૅન કરવા જેટલું સરળ છે. પાસકી એ ઉદ્યોગ માનક છે જે તમારા બધા ડિવાઇસ અને પ્લૅટફૉર્મ પર કામ કરે છે.
વધુ જાણો -
તમારા બધા ડિવાઇસ પર સરળ સાઇન ઇન
પાસકીને યાદ રાખવાની કે ટાઇપ કરવાની જરૂર નથી. તેના બદલે, તમે પાસવર્ડનો ઉપયોગ કરીને સાઇન ઇન કરવા કરતાં તમારી ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કૅન, પિન અથવા અન્ય સ્ક્રીન લૉકનો ઉપયોગ કરીને બમણી ઝડપથી સાઇન ઇન કરો છો. પાસકી તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવતી હોવાથી તે તમારા સિંક કરેલા બધા ડિવાઇસ પર ઉપલબ્ધ છે.
-
નેક્સ્ટ જનરેશન એકાઉન્ટ સુરક્ષા
FIDO Alliance અને W3C સ્ટૅન્ડર્ડના આધારે, પાસકી જાહેર કીના એ જ ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકૉલનો લાભ લે છે જેના પર ફિઝિકલ સિક્યુરિટી કી આધારિત છે, જેનાથી તે ફિશિંગ, લૉગ ઇન વિગતના સ્ટફિંગ અને અન્ય રિમોટ અટૅક સામે પ્રતિરોધક બને છે.
-
તમારી મનપસંદ ઍપ અને સેવાઓમાં સાઇન ઇન કરવાની વધુ સુરક્ષિત રીત
તમારા બધા ઑનલાઇન એકાઉન્ટમાં સાઇન ઇન કરતી વખતે તમે ઝડપ અને સુરક્ષા બન્નેના હકદાર છો. તમારી સાઇન-ઇનની માહિતી તમારા Google એકાઉન્ટ સાથે ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવામાં આવી છે જાણીને તમે હજારો ઍપ અને વેબસાઇટમાં વધુ સુરક્ષિત રીતે અને સરળતાથી સાઇન ઇન કરી શકો છો.
'Google વડે સાઇન ઇન કરો'નો ઉપયોગ કરવાની રીત જાણો -
માત્ર એક ટૅપ વડે સુરક્ષિત રીતે ગમે ત્યાં સાઇન ઇન અથવા સાઇન અપ કરો
'Google વડે સાઇન ઇન કરો' સુવિધા વડે સાઇન અપ અને સાઇન ઇન કરવાથી, તમે ત્રીજા પક્ષની ઍપ અને સેવાઓ માટે તમારા પાસવર્ડની ચોરી કરતા દોષી વ્યક્તિઓથી સુરક્ષિત છો. જો કોઈ ઍપ અથવા સેવામાં સુરક્ષા સંબંધિત ઘટના બને તો પણ, 'Google વડે સાઇન ઇન કરો' સુવિધા દરેક લૉગ ઇનને વિશિષ્ટ રીતે ચકાસીને તમારી સુરક્ષા કરવાનું ચાલુ રાખે છે.
-
તમારા એકાઉન્ટ અને કનેક્શન પર વધુ નિયંત્રણ
તમારા Google એકાઉન્ટ વડે તમે 'Google વડે સાઇન ઇન કરો' સુવિધા, લિંક કરેલા એકાઉન્ટ અને અન્ય ત્રીજા પક્ષના કનેક્શનનો કેવી રીતે ઉપયોગ કરો છો તે મેનેજ કરો. તમે કયો ડેટા શેર કરવાનું પસંદ કરી રહ્યાં છો તે બધું તમે એક જ જગ્યાએ જોઈ, અપડેટ કરી અને મેનેજ કરી શકો છો, જે તમને સુવ્યવસ્થિતતા અને નિયંત્રણ આપે છે.
અત્યારે જ તમારા કનેક્શનનો રિવ્યૂ કરો
-
સશક્ત પાસવર્ડ તમને સુરક્ષિત રહેવામાં સહાય કરે છે
તમારા ઑનલાઇન એકાઉન્ટના સશક્ત, વિશિષ્ટ પાસવર્ડ પસંદ કરવા એ તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી રાખવા માટેનું મહત્ત્વનું પગલું છે. જો કે મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ એકથી વધુ સાઇટ પર સમાન, નબળા પાસવર્ડનો ઉપયોગ કરે છે, જેથી તેમના એકાઉન્ટ પર જોખમ વધી જાય છે.
-
Googleનું Password Manager તમને તમારા પાસવર્ડ અને પાસકી મેનેજ કરવામાં સહાય કરે છે
તમારા સાચવેલા પાસવર્ડ અને પાસકી મેનેજ કરોChrome અને Androidમાં બનાવેલું, Googleનું Password Manager તમારા બધા ઑનલાઇન એકાઉન્ટ માટે સુરક્ષિત રીતે પાસવર્ડ સૂચવે છે, સાચવે છે અને તેને ભરે છે. પાસકી પાસવર્ડની સાથે કામ કરે છે અને તે બન્ને એક જ સહેલાઇથી મેનેજ કરવામાં આવે છે.
-
ઑટોમૅટિક રીતે મળતી પાસવર્ડ ચેતવણી તમારો પાસવર્ડ સુરક્ષિત રાખવામાં સહાય કરે છે
દરરોજ, નવા ડેટા ઉલ્લંઘનોના લીધે કરોડો વપરાશકર્તાઓના નામ અને પાસવર્ડ સાર્વજનિક થાય છે. ચેડાં કરાયેલા પાસવર્ડનું Google નિરીક્ષણ કરે છે, જેથી જો તમારા સાચવેલા પાસવર્ડમાંથી કોઈપણ પાસવર્ડ ડેટા ઉલ્લંઘનમાં શામેલ હોવાનું જણાય, તો અમે તમને ઑટોમૅટિક રીતે અલર્ટ કરીશું.
પાસવર્ડની તપાસ કરીને તમારા બધા ઑનલાઇન એકાઉન્ટ સુરક્ષિત કરો. તમારા પાસવર્ડની સશક્તતાનું પરીક્ષણ કરો, તમે એક કરતાં વધુ વખત કોઇ પાસવર્ડનો ઉપયોગ કર્યો છે કે કેમ તે ચેક કરો અને તેમાંથી કોઈ સાથે ચેડા કરવામાં આવ્યા છે કે કેમ તે જાણો.
અન્ય રીતો વિશે શોધખોળ કરો.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણોતમારા માટે યોગ્ય હોય એવા પ્રાઇવસીના સેટિંગ પસંદ કરો.
-
ડેટાના નિયમોઅમે જવાબદારીભર્યા ડેટાના નિયમો વડે તમારી પ્રાઇવસીનો આદર કેવી રીતે કરીએ છીએ, તેના વિશે વધુ જાણો.
-
સુરક્ષા વિશે ટિપઑનલાઇન સલામત રહેવા માટે ઝડપી ટિપ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધો.
-
જાહેરાતો અને ડેટાઅમારા પ્લૅટફૉર્મ પર તમે જે જાહેરાતો જુઓ છો, તેના વિશે વધુ જાણો.